Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય ૫દની મહત્તા |
ડૉ. રમણલાલ ચી. શાહ ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ મહાશ્વત સ્કંધ સ્વરૂપ નવકારમંત્રમાં પંચ પરમેષ્ટિને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જગતનાં સર્વોત્કૃષ્ટ મંગલમય આરાધ્ય પદો
નવકારમંત્રમાં નમો અરિહંતાણ અને નમો સિદ્ધાણં એ બે પદમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર છે. અરિહંત અને સિદ્ધમાં દેવતત્ત્વ રહેલું છે.
નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં અને નમો લોએ સવ્વ સાહૂણં એ ત્રણ પદમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં ગુરુતત્ત્વ રહેલું છે.
એસો પંચ નમુક્કારો, સવ્ય પાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્યસિં, પઢમં હવઈ મંગલમ્ - ચૂલિકાનાં આ ચાર પદમાં ધર્મતત્ત્વ રહેલું છે.
દેવ, ગુરુ અને ધર્મ – એ ત્રણે તત્ત્વમાં જ્યાં સુધી સાચી સ્વાભાવિક શ્રધ્ધા ન પ્રગટે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી નવકારમાં રસ-રુચિ ન થાય ત્યાં સુધી જીવ આધ્યાત્મિક માર્ગે બીજી ગમે તેટલી સાધના કરે તો પણ તે બહુ ફળદાયી ન નીવડે. એટલા માટે જ શાસ્ત્રકારે નમસ્કાર બૃહત ફળ પ્રકરણમાં કહ્યું છે :
सुचिरंपि तवो तवियं, चिन्नं चरणं च बहु पढियं ।
जइ ता न नम्मुकारे रई, तओ तं गयं विहलं ॥ (ઘણાં લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરી હોય, બહુ સારી રીતે ચારિત્રને પાળ્યું હોય, વ્યુતશાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો હોય, પરંતુ જે નવકારમંત્રમાં રતિ ન થઈ હોય (આનંદ ન આવતો હોય) તો તે સઘળું નિષ્ફળ ગયું એમ જાણવું.)
નવકારમંત્રમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને કરેલા નમસ્કારમાં ગુરુને નમસ્કાર છે. કોઈકને પ્રશ્ન થાય કે દેવને નમસ્કાર કરવામાં અરિહંત અને સિદ્ધને જુદા જુદા નમસ્કાર કરાય છે, કારણ કે દેવનાં એ બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપ છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેને જુદા જુદા નમસ્કાર કરવાને બદલે એ ત્રણે માટે માત્ર ગુરુ શબ્દ પ્રયોજીને નમસ્કાર ન કરાય ? દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈએ છીએ ત્યારે ચાર શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ચત્તારિ શરણં... માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ?
૧૪૧
ઉપાધ્યાય-પદની મહત્તા
Page #2
--------------------------------------------------------------------------
________________
વસ્તુત: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુખ્યત અને પ્રથમત: સાધુ જ છે. એક અપેક્ષાએ તેઓ ત્રણે સમાન છે. તેઓ ત્રણે માટે શ્રમણ શબ્દ જ વપરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન, પાંચ મહાવ્રતોનું તથા સમિતિ અને ગુમિનું પાલન, બાર પ્રકારનું તપ, દસ પ્રકારનો મુનિધર્મ, પરિષહ અને ઉપસર્ગનું સહન કરવું આહાર, શા, વેશ ઈત્યાદિ બાબતોમાં તેઓ વચ્ચે કોઈ ભેદ નથી. તેમ છતાં આધ્યાત્મિક વિકાસક્રમની દ્રષ્ટિએ સાધુ અને આચાર્ય વચ્ચે તરતમતાની અનેક ભૂમિકાઓ રહેલી છે. નવદીક્ષિત સાધુથી શરૂ કરીને આદર્શ આચાર્ય સુધીનો વિકાસક્રમ આરાધકના લક્ષમાં રહેવો જોઈએ. એટલા માટે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જુદા જુદા નમસ્કાર કરવાની આવશ્યકતા છે.
કોઈકને કદાચ પ્રશ્ન થાય કે તો પછી આચાર્ય અને સાધુને નમસ્કાર કરવાની વાત યોગ્ય જણાય છે, પણ વચ્ચે ઉપાધ્યાયના પદની શી આવશ્યકતા છે? દેવતવમાં જેમ અરિહંત અને સાધુ એવા બે વિભાગ પાડ્યા તેમ ગુરુતત્વમાં આચાર્ય અને સાધુ એવા બે વિભાગ શું બસ નથી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જૈન શાસનની પરંપરા જો બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો ઉપાધ્યાયનું પદ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સાધુ અને આચાર્ય વચ્ચે માત્ર ઉપાધ્યાયનું પદ જ નહિ, બીજા ઘાણાં પદ ઊભા કરવાં હોય તો કરી શકાય. પરંતુ તેમાં આદર્શ સ્વરૂપનું સ્તંભરૂપ પદ હોય તો તે એકમાત્ર ઉપાધ્યાયનું જ છે. તીર્થંકર પરમાત્માએ પ્રબોધેલા મોક્ષમાર્ગના જ્ઞાનને લોકો સુધી, અને વિશેષપણે સર્વવિરતિ સાધુ સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કાર્ય ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા ઉપાધ્યાયો એકસરખી કોટીના ન હોઈ શકે, પરંતુ જૈન દર્શનમાં ઉપાધ્યાય ભગવંતોનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-ઉવઝાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સઘપ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં નમો ઉવજઝાયાણ પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે. ઉપાધ્યાય (અર્ધમાગધીમાં વિઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા મળે છે :
उपेत्य अधीयतेऽस्मात् । (જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય.)
उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो-लाभो भवति येभ्यस्ते उपाध्यायाः। (જેમની પાસે રહેવાથી ભૂતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.) હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિમાં કહે છે :
उपाध्यायस्तु पाठकः।
૧૪૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
(જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય.)
(જેમની પાસે અધિક વાર જવાનું થાય છે તે ઉપાધ્યાય.)
स्मर्यते सूत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायः । (જેમની પાસે જિનપ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.) उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधौ वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां वा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः ।
अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः ।
(જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય.) आधिनां मनः पीडानामायो लाभ: -आध्याय: अधियां वा ( नका: कुत्सार्थत्वात्) कुबुध्धीनामायोऽध्यायः, दुर्ध्यानं वाध्याय: उपहतः आध्यायः वा यैस्ते उपाध्यायः । (જેઓએ આધિ, કુબુધ્ધિ અને દુર્ધ્યાનને ઉપહન અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.) આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે :
तमुपेत्य शिष्टा अधियन्त इत्युपाध्यायः । (જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.) આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે :
उति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होई । ज्ञत्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ॥
(જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, જ્ઞ એટલે ધ્યાન ધરીને, ય એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે.)
રાજવાર્તિકમાં તથા સર્વાર્થ સિધ્ધિમાં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે : विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्ठानादागमं श्रुताख्यमधियते इत्युपाध्याय : । (જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને શ્રુતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે.)
નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાધ્યાય નાં લક્ષણો દર્શાવતાં કહ્યું છે :
છે
ઉપાધ્યાય-પદની મહત્તા
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिक्खस्वभावसहिता उवज्झाया एरिसा होति ॥
945
*
Page #4
--------------------------------------------------------------------------
________________
(રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિ:કાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.)
દિગંબર પરંપરાના ધવલા ગ્રંથમાં કહ્યું છે :
(જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલધરોને (મુનિઓને) ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.)
चोस - पुव्व-महोपहिमगम्म सिवरित्थिओ सिवत्थीणं । सीलधारणं वत्ता होई मुणीसो उवज्झायो ॥
ઉપાધ્યાય ભગવંતોનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રાકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે.
ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે :
૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે.
૧૨ ગુણ : બાર ઉપાંગશાસ્ત્રો પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે.
૧ ચરણસિત્તરી પોતે પાળે અને પળાવે.
૧ કરણસિત્તરી પોતે પાળે અને પળાવે.
આમ, ઉપાધ્યાય ભગવંતના આ પ્રમાણે જે પચ્ચીસ ગુણ ગણાવવામાં આવે છે તે સવિગત નીચે પ્રમાણે છે :
અગિયાર અંગ સૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞમિ (ભગવતી ટીકા), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) ઓવવાઈય, (૨) રાયપસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણવણા, (૫) સૂરપણત્તિ, (૬) જંબૂદીવપત્તિ, (૭) ચંદપણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કપ્પવડંસિયા, (૧૦) પુલ્ફિયા, (૧૧) પુપ્પચૂલિયા, (૧૨) હિંદસા.
ચરણ એટલે ચારિત્ર, સિત્તરી એટલે સિત્તેર ચારિત્રને લગતા સિતેર બોલ એટલે ચરણસિત્તરી. સાધુ-ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થાય ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે.
૧૪૪
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
ચરણસિત્તરી બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે :
वयसमणधम्म-संजम - वेयावच्चं च बंभगुतिओ । नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ॥
(વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.)
આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે :
વ્રત (અહિંસાદિ મહાવ્રત)
શ્રમણધર્મ
સંયમ
વૈયાવચ્ચ
બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર)
તપ (છ બાહ્ય + છ આવ્યંતર) ક્રોધાદિનો (ચાર કષાયોનો) નિગ્રહ કુલ
પ્રકાર
૭૦
પ્રકાર
કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ. કરણ સિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું
છે :
ઉપાધ્યાય-પદની મહત્તા
પ્રકાર
૫પ્રકારનાં
૧૦પ્રકારનો
૧૭ પ્રકારનો
૧૦પ્રકારની
૯ પ્રકારની
૩ પ્રકારનાં
૧૨પ્રકારનાં
पिंड विसोही समिई, भावण पडिमा य इंदिअनिरोहो ।
पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥
(પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ (ક્રિયા) છે.)
કરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે :
પિંડવિશુદ્ધિ
સિમિત
ભાવના
પ્રતિમા
૪
૪
૫
૧૨
૧૨
પ્રકારની
પ્રકારની
પ્રકારની
પ્રકારની
૧૪૫
Page #6
--------------------------------------------------------------------------
________________
0
ઈન્દ્રિયનિરોધ
૫ પ્રકારનો પ્રતિલેખના
૨૫ પ્રકારની ગુપ્તિ
૩ પ્રકારની અભિગ્રહ
૪ પ્રકારના
૭૦ પ્રકાર ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે અગિયાર અંગના અગિયાર ગુણ અને ચૌદ પૂર્વના ચૌદ ગુણ એમ અગિયાર અને ચૌદ મળીને પચીસ ગુણ. અગિયાર અંગનાં નામ જોઈ ગયા. ચૌદ પૂર્વનાં નામ આ પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણી પૂર્વ, (૩) વીર્યપ્રવાદ પૂર્વ, (૪) અસ્તિપ્રવાદ પૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદ પૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ, (૧૧) કલ્યાણ પૂર્વ, (૧૨) પ્રાણાયુ પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ, (૧૪) લોકબિંદુસાર પૂર્વ
શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ' માં ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ આ બંને રીતે દર્શાવ્યા છે. જુઓ :
અંગ અગ્યાર, ચૌદ પૂર્વ જે, વલી ભાણી ભાગાવે જેહરે; ગુણ પણવીસ અલંક્ય, દૃષ્ટિવાદ અરથ ગેહ રે. અથવા અંગ ઈગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે;
ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગ રે. ઉપાધ્યાય મહારાજના પચીસ ગુણમાં અગિયાર અંગ, બાર ઉપાંગ તથા નંદીસૂત્ર અને અનુયોગસૂત્ર એ બે મળીને પચીસ ગુણ પણ ગણાવાય છે. વળી, ઉપાધ્યાયના પચીસ ગુણ નીચે પ્રમાણે પણ ગણાવવામાં આવે છે :
बारसंग विउबुध्धा करण चरण जुओ।
पन्भवणा जोग निग्गो उवज्झाय गुणं वंदे॥ (બાર અંગના જાણકાર, કરણસિત્તરી અને ચરણસિત્તરીના ગુણોથી યુકત, પ્રભાવના તથા યોગથી યુકત એવા ઉપાધ્યાયના ગુણોને વંદન કરું છું.).
બાર અંગના બાર ગુણ, એક ગુણ કરણસિત્તરીને, એક ગુણ ચરણચિત્તરીનો, આઠ પ્રકારની પ્રભાવનાના આઠ ગુણ તથા મન, વચન અને કાયા એ ત્રણના યોગના ત્રણ ગુણ એમ મળીને ઉપાધ્યાયના પચીસ ગુણો ગણાવવામાં આવે છે.
૧૪૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
જેમ આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ છત્રીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે તેમ ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ પચીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ નવકાર ભાસમાં કહે છે :
પંચવીસ પચવીસી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે;
મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગિ ઉછાહી રે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ નવપદની પૂજા માં આ પચીસ પચીસનો નિર્દેશ કરતાં કહે છે ધરે પંચને વર્ગ વર્ગિત ગુણૌઘા' અહીં એમણે ગણિતશાસ્ત્રીના પારિભાષિક શબ્દો વાપર્યા છે. પાંચનો વર્ગ એટલે ૫ x ૫ = ૨૫. વર્ગને ફરી વર્ગિત કરવામાં આવે એટલે ૨૫ x ૨૫ = ૬૨૫ થાય. ઉપાધ્યાય ભગવંત એટલા ગુણોનો ધારણ કરનાર હોય છે.
આમ શાસ્ત્રકારોએ ઉપાધ્યાય ભગવંતના ૨૫ X ૨૫ એટલે કુલ ૬૨૫ ગુણ બતાવ્યા છે. અલબત્ત, આમાં અગિયાર અંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરે ગુણો એકાધિક વાર આવે છે એટલે કુલ ૬ર૫ ગુણ કરતાં થોડા ઓછા ગુણ થાય, તો બીજી બાજુ ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ગુણને એક એક ગુણ તરીકે બતાવામાં આવ્યા છે તેને બદલે તેના પેટાભેદોને સ્વતંત્ર ગુણ તરીકે ઓળખવામાં આવે તો આ સંખ્યા ઘણી વધી જાય.
સંસ્કૃત શબ્દ ઉપાધ્યાય ઉપરથી અર્ધમાગધી-પ્રાકૃતમાં વિઝાય શબ્દ આવ્યો છે. અધ્યાપન કરાવનાર તે ઉપાધ્યાય એ અર્થમાં ભારતીય ભાષાઓમાં ઉપાધ્યાય ઉપરથી ઉપાધ્ય, પાળે, ઓઝા, ઝા, જેવા શબ્દો પ્રચલિત થયા છે. પરંતુ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયનું પદ વિશિષ્ટ પ્રકારનું છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતા માં ઉપાધ્યાયના જુદા જુદા પર્યાયો નીચે પ્રમાણે આપ્યા છે :
ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક, સિદ્ધ, કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકર્મા, કૃતવૃદ્ધા; શિક્ષક, દીક્ષક, થવિર, થરંતન, રત્નવિશાલ, મોહજ્યા, પારિછક, જિતપરિશ્રમ, વૃતમાલ. સાધારી, વિદિત-પદવિભાગ, કુત્તિયાવણ, વિગત પરાગ; અપ્રમાદી, સદા નિર્વિવાદી, અયાનંદ, આતમપ્રમાદી.
આ ઉપરાંત પંડિત, પંન્યાસ, ગણિ, ગણચિતંક, પ્રવર્તક વગેરે શબ્દો પણ પ્રયોજાય છે. અલબત્ત, તેમાં ક્રિયા કર્તવ્યાદિની દૃષ્ટિએ કેટલોક પારિભાષિક ભેદ રહેલો છે.
ઉપાધ્યાય-પદની મહત્તા
૧૪૭
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય ભગવંતનાં લક્ષણો દર્શાવતાં, વિશેષાવશ્યક ભાષ્યમાં નીચેની ગાથાઓમાં કહ્યું છે :
नाम ठवणा दविए भावे चउव्विहो उवज्झायो।
दव्वे लोईवसिप्पा धम्मे तह अन्नतित्थीया। (નામ ઉપાધ્યાય, સ્થાપના ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવ ઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. લૌકિક શિલ્પાદિનો ઉપદેશ કરનાર તથા પોતાના ધર્મનો ઉપદેશ કરનાર અન્ય તીર્થિઓ (અન્યદર્શનીઓ) તે દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે.)
वारसंगो जिणक्कखाणे सज्झायो कहिउँ बुहे।
जम्हा तं उवइसंति उवज्झाया नेण वुच्चंति ।। (દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય જિનેશ્વર ભગવાને કહ્યો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને ઉપદેશે છે તેથી તેઓ (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે.)
उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्म होई निदेसे।
एएण होइ उज्झा जेसो अच्णो वि पज्जाओ । (૩ શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં તથા ફી શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એટલે ૩ન્સ શબ્દનો અર્થ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો થાય છે. ઉપાધ્યાય શબ્દના આવા પણ બીજા પર્યાય છે.)
उवगम्य जओऽहोयई जं चोवगयमज्झयाविति।
जं चोवायज्झाया हियस्स तो ते उवज्झाया। (જેની પાસે જઈને ભણાય અથવા જે પોતાની પાસે આવેલાને ભણાવે, તેમ જ જે હિતનો ઉપાય ચિંતવનાર હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે.)
आयारदेसणाओ आयारिया, विणयणादुवज्झाया।
अत्थ पदायगा वा गुरवो सुत्तस्सुवज्झाया। (આચારનો ઉપદેશ કરવાથી આચાર્ય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. વળી, અર્થપ્રદાયક તે ભગવંત આચાર્ય અને સૂત્રપ્રદાયક તે ઉપાધ્યાય કહેવાય.) પંચાધ્યાયી માં ઉપાધ્યાયનાં લક્ષણો બતાવતાં કહ્યું છે :
उपाध्यायाः समाधीयान् वादी स्याद्वादकोविदः ।
वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारगः। कविर्जत्यग्रसूत्राणां शब्दाथैः सिध्धसाधनात् । गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्ववर्त्मनाम् ।
૧૪૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #9
--------------------------------------------------------------------------
________________
उपाध्यायत्वमित्यत्र श्रुताभ्यासोऽस्ति कारणम्। यदध्येति स्वयं चापि शिष्यानध्यापयेद् गुरुः।
शेषस्तत्र व्रतादीनां सर्व साधारणो विधिः। (ઉપાધ્યાય શંકાનું સમાધાન કરવાવાળા, વાદી, સ્યાદ્વાદમાં નિપુણ, સુવિકતા, વાર્ બ્રહ્મ, સર્વજ્ઞ એટલે કે શાસ્ત્રસિધ્ધાંત અને આગમોના પારગામી, શબ્દ અને અર્થ દ્વારા વાર્તિક તથા સૂત્રોને સિદ્ધ કરવાવાળા હોવાથી કવિ, અર્થમાં મધુરતા આણનાર, વકતૃત્વના માર્ગના અગ્રણી હોય છે. ઉપાધ્યાયના પદમાં ધૃતાભ્યાસ મુખ્ય કારણભૂત હોય છે, કારણ કે તેઓ સ્વયં અધ્યયન કરતા હોય છે અને શિષ્યોને અધ્યયન કરાવનાર ગુરુ અર્થાત્ ઉપાધ્યાય હોય છે.
ઉપાધ્યાયમાં તદુપરાંત વ્રતાદિના પાલનમાં મુનિઓના જેવી જ સર્વસાધારણ વિધિ હોય છે.) શ્રી પદ્મવિજયજી મહારાજે નીચેની કડીમાં ઉપાધ્યાયના વિનય ગુણનો મહિમા ગાય છે. મારગદર્શક અવિનાશીપણું આચાર વિનય સંકેતે જી, સહાયપણું ધરતાં સાધુ જી નમીએ એહિ જ હેતે જી.
ઉપાધ્યાય મહારાજના ૬૨૫ ગુણમાં વિનયનો ગુણ અનિવાર્યપણે સમાવિષ્ટ હોય જ. તેમ છતાં વિનય ગુણ ઉપર સકારણ ભાર મૂકવામાં આવે છે. એમનો વિનય ગુણ એમના ગુરુ ભગવંત પ્રત્યેનો છે. એ ગુણ એમના વ્યવહાર-વર્તનમાં દિવસ રાત સ્પષ્ટપણે નીતરતો અન્યને જણાય છે. એથી જ એમની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં પોતાના વાચનાદાતાનો ગુણ સ્વાભાવિક રીતે જ કેળવાય છે. તેઓ વિનીત બને છે. મુનિ સ્વાધ્યાય કરે અને છતાં એમનામાં જો વિનય ગુણ સહજપણે ન પ્રગટે તો એમના સ્વાધ્યાયનું બહુ ફળ ન રહે. વ્યવહારમાં કહેવાય છે કે જે વડીલોને માન નથી આપતો તે બીજાઓનું માન બહુ પામી શકતો નથી. લશ્કરી જીવનમાં કહેવાય છે કે
Only those who respect their seniors can command respect from their juniors.
આવશ્યક નિર્યુકિતની ૯૦૩મી ગાથામાં વિયયા શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ થયો વિનયનથી. વિનયન એટલે સારી રીતે દોરી જવું, સારી રીતે ભણાવવું, સારી રીતે બીજામાં સંક્રાન્ત કરવું, બીજામાં સવિશેષ પ્રત્યારોપણ કરવું. ઉપાધ્યાય મહારાજ સાધુઓને સ્વાધ્યાય કરાવીને તેમનામાં જ્ઞાનનું વિનયન કરે છે. અભયદેવસૂરિએ ભગવતીસૂત્રની ટીકામાં આ વિનયન દ્વારા ભવ્ય જીવો ઉપર ઉપાધ્યાય મહારાજના ઉપકારનું મહત્ત્વ દર્શાવ્યું છે. नमस्यता चैषां सुसंप्रदायात् जिनवचनाध्यापनतो विनयनेन भव्यानामुपकारित्वादिति।
ઉપાધ્યાય મહારાજના આ વિનય અને વિનયન એ બે ગુણોને કેટલાક એક સમજે છે. જો કે એ બંને ગુણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, તો પણ તે બંનેના ભિન્ન વિશિષ્ટ સ્પષ્ટ અર્થ છે.
ઉપાધ્યાય-પદની મહત્તા
૧૪૯
Page #10
--------------------------------------------------------------------------
________________
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસ ક્રમની દૃષ્ટિએ સાધુ અને ઉપાધ્યાય વચ્ચે અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય વચ્ચે નથી. ગચ્છવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય ઘણી બધી દષ્ટિએ સમાન હોય છે.
કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતાં વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેયલાક ઉપાધ્યાય જીવન પર્યંત ઉપાધ્યાય જ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી પંચપરમેષ્ટિ ગીતા માં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે :
‘સૂત્ર ભણીએ સખર જેહ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાષે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ.'
જેહ આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર;
શ્રીપાલ રાસના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર (યુવરાજ)નું રૂપક પ્રયોજીને ગચ્છ-વ્યવસ્થાની દૃષ્ટિએ ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે :
રાજકુંવર સરીખા ગણચિંતક આચારિજ પદ જોગ; જે ઉવજ્ઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.
રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજાની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની-ગચ્છની ચિંતા કરતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભયરૂપી રોગ આવતો નથી.
૧૫૦
શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ નવકાર ભાસના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં કહ્યું છે :
ચોથે પદે ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે, જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે, જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ,
પણિ નવિ ધરે અભિમાન રે
વલી સૂત્રાર્થનો પાઠ દઈ, ભવિ જીવને સાવધાન રે. દિગંબર પરંપરાના ધવલા ગ્રંથમાં પણ કહ્યું છે
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #11
--------------------------------------------------------------------------
________________
चतुर्दशविद्यास्थानव्याख्यातार : उपाध्याया: तात्कालिक प्रवचनव्याख्यातारो वा
आचार्यस्योक्ता शेष लक्षण समन्विता: संग्रहानुग्रहादिगुणहीनाः। ચૌદ વિદ્યાસ્થાનો વિષે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે, અથવા તાત્કાલિક પ્રવચનો (શાસ્ત્રો) વિશે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે. તેઓ સંગ્રહ, અનુગ્રહ વગેરે ગુણો સિવાય આચાર્યના બધા જ ગુણોથી યુક્ત હોય છે.
ઉપાધ્યાય મહારાજ શ્રુતજ્ઞાનના પારગામી હોય અને તે જ પ્રમાણે તેમનું ઉત્કૃષ્ટ સંયમમય જીવન હોય તો તેઓ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પ્રાપ્ત કરે. જે ઉપાધ્યાય મહારાજ આ જ પ્રમાણે ગુણો ધરાવીને પછી સમયાનુસાર આચાર્યની પદવી પ્રાપ્ત કરે અને આચાર્યનો ગુણ ધરાવે તેઓ પણ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પામે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી શ્રીપાલ રાસ માં લખે છે.
અર્થ સૂત્રને દાન વિભાગે, આચાર જ ઉવજઝાય ભવ ત્રણ્ય લહે જે શિવસંપદ, નમિતે સુપસાય.
(પોતાના શિષ્યોને શાસ્ત્રોના અર્થ અને સૂત્રના દાન કરવાના વિભાગથી અનુકમે આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચેનું અંતર છે. ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે અને આચાર્ય તેના ગૂઢાર્થ સમજાવે છે. આચાર્ય અને ઉપાધ્યાય પોતપોતાનાં પદ અનુસાર ત્રણ ભવમાં શિવસંપદમોક્ષ સંપત્તિ મેળવનાર છે. તેઓને પ્રસન્તાપૂર્વક નમસ્કાર કરીને તેમની કૃપાપ્રસાદ મેળવો.) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પંચપરમેષ્ઠિ ગીતા માં પણ આ વાતનો નિર્દેશ કરતાં લખે છે
સંગ્રહ કરત ઉપગ્રહ નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારજ ઉવઝાય, એહ વચન ઈહાં ભાખ્યો, ભગવઈવૃત્તિ લેઈ,
એક જ ધર્મિ નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અહીં ભગવતીસૂત્રની વૃત્તિનો આધાર આપ્યો છે અને ઉપાધ્યાય તથા આચાર્યમાં વ્યવહારદષ્ટિથી ભેદ છે, નિશ્ચયદષ્ટિથી તો તેઓ બંને એક જ છે એવું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે.
ઉપાધ્યાય ભગવંતો શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં સવિશેષપણે, કર્તવ્યરૂપે મગ્ન રહેતા હોવા છતાં તેમની વ્રત-તપાદિ ક્રિયાઓમાં જરા પણ ન્યૂનતા આવતી નથી. તેઓ પોતાના શિષ્યોને, અન્ય મુનિઓને વાચા આપવા ઉપરાંત ક્રિયાઓનાં રહસ્ય પણ સમજાવતા હોય છે અને અધ્યયન કરતાં કરતાં મુનિઓ ક્રિયાની બાબતમાં પ્રમાદી ન બને તે તરફ પાણ પૂરતું લક્ષ આપતા હોય
ઉપાધ્યાય-પદની માડના
૧૫૧
Page #12
--------------------------------------------------------------------------
________________
છે. ઉપાધ્યાય ભગવંત સાધુમાંથી ઉપાધ્યાય થયા હોય છે એટલે સાધુ તરીકેના તેમનાં વ્રત-તપાદિ ચાલુ જ હોય છે અને સાધુના સત્તાવીસ ગુણોથી તો તેઓ યુકત હોય જ છે. પોતાના પંચાચારના વિશુદ્ધ પાલન દ્વારા તેઓએ વાચના લેતા મુનિઓ સમક્ષ એક અનુકરણી ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે.
ઉપાધ્યાય મહારાજ બાહ્ય બધી ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરતા હોવા છતાં અને પોતાના ગચ્છમાં સારણાદિક કર્તવ્ય કરતા હોવા છતાં તેમનું ચિત્ત સતત ધ્યાનમાં રહેતું હોય છે. તેઓ આગમોના મુખ્યાર્થ ઉપરાંત અક્ષર, પદ, વાય, વાયસમૂહનો શો તાત્પર્યાર્થ છે, તથા તેમાં કેવાં કેવાં રહો ગૂંથી લેવામાં આવ્યાં છે તેનું મનન-ચિંતન કરતા રહેતા હોય છે. તેમનું ભાવચિંતન મૌલિક અવગાહનરૂપ, અનુપ્રેક્ષારૂપ હોય છે. તેમનો રસનો વિષય જિનેશ્વરકથિત પદાર્થોનાં રહસ્યોને પામવાનો હોય છે. એથી જ તેઓ આત્મમગ્ન હોય છે અર્થાત્ આત્મારૂપી ઘરમાં રમણ કરતા હોય છે. કહ્યું છે
સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો,
રંગીલે જી ઉરા તું તો પાઠક પદ મન ધર હો. શ્રી પાલ રાસમાં પણ કહ્યું છે
તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે,
ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ, જગ ભ્રાતા રે. ઉપાધ્યાય ભગવંત દિવસ-રાત અન્ય ક્રિયાઓ કરતા હોવા છતાં અને સમુદાયનાં અન્ય વ્યવહારનાં કાર્યો એમાણે કરવાનાં હોય તો પણ એમનું ચિત્ત તો વ્યુતશાસ્ત્રના તમામ પદાર્થોમાં સતત રમતું હોય છે. એમને માટે ઉપમા આપવામાં આવે છે કે, જેમ જલ વિના માછલી તરફડે તેમ વ્યુતશાસ્ત્ર વિના ઉપાધ્યાય મહારાજને ચેન ન પડે. શાસ્ત્રોના અધ્યયન કે અધ્યાપનનો તેમને કયારેય થાક ન લાગે. વસ્તૃત અધ્યયન-અધ્યાપનની વાત આવે ત્યાં તેઓ ઉત્સાહમાં આવી જાય. અધ્યાપનના કાર્યને તેમને કયારેય બોજો ન લાગે. દિવસરાત ક્યારેય કોઈ પણ શિષ્ય કે અન્ય કોઈ ગૃહસ્થ શંકાસમાધાન માટે આવે ત્યારે તેઓ અવશ્ય તત્પર જ હોય. એ કાર્યમાં તેઓ ક્યારેય ઉતાવળ ન કરે તે વેઠ ન ઉતારે. પૂરી ધીરજ, ખંત, શાન્તિ અને સમભાવથી તથા એટલા જ ઉત્સાહથી તેઓ પદાર્થને, તત્વને, સિદ્ધાંતને સમજાવે. ક્યારેક પૂછનાર વ્યક્તિ ગુસ્સો કરે, આવેશમાં આવીને ખોટી ખોટી દલીલ કરે તો પણ ઉપાધ્યાય મહારાજ એટલા જ સમભાવથી અને ક્ષમાભાવથી, જરૂર પડે તો મધ્યસ્થ કે કરુણાભાવથી તેને સમજાવે. તેઓ પોતે કયારેય રોષે ન ભરાય કે ઉત્તર આપવાનું રોષપૂર્વક ન ટાળે. અલબત્ત, તેઓ પાત્ર જોઈને કરે, તેની ગ્રહણશકિત અને સ્મરણશકિત એકસરખી ન હોય એટલે જે જીવ જે દશામાં હોય ત્યાંથી તેને ઊંચે ચઢાવવાની દૃષ્ટિથી પૂરા સદ્ભાવપૂર્વક તેઓ અધ્યયન કરાવે. માસતુસ મુનિનું દષ્ટાંત જાણીતું છે. મુનિને કશું આવડતું નહોતું અને કશું જ યાદ રહેતું નહોતું. તેમના
૧૫૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ ?
Page #13
--------------------------------------------------------------------------
________________
તેવા પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય જાણીને ઉપાધ્યાય મહારાજ તેમને રાગદ્વેષ ન કરવા માટે એક જ વાક્ય ભારપૂર્વક યાદ રાખવાનું, ગોખવાનું શિખવાડે છે ‘મા તુષ મા રુષ.’ મુનિને આ વાક્ય પણ પૂરું યાદ રહેતું નથી અને તેઓ માસતુસ ગોખે છે, પણ ઉપાધ્યાય મહારાજની શિખામણ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક ગોખે છે. બીજાઓ એમની અજ્ઞાન દશાની હાંસી કરે છે, પણ મુનિ તો ગુરુ મહારાજની શિખામણ યાદ રાખીને, પોતનામાં જ મગ્ન બનીને એવી ઊંચી ભાવપરિણતિએ પહોંચે છે કે એમને કેવળજ્ઞાન થાય છે. આમ, ઉપાધ્યાય મહારાજ પાત્રાનુસાર અધ્યયન કરાવીને યોગ્ય જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે.
શ્રુતશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન એ ઉપાધ્યાય મહારાજના કર્તવ્યરૂપ છે. એટલા માટે પોતાનું અધ્યયન કરવામાં અને શિષ્યોને અધ્યયન કરાવવામાં તેઓ જો પ્રમાદ સેવે અથવા મન વગર, કંટાળા કે ઉદ્વેગ સાથે તેઓ અધ્યયન કરાવે તો તેમને દોષ લાગે છે અને તેનું તેમણે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે.
ઉપાધ્યાય મહારાજનો આદર્શ તો એ છે કે એમની પાસે અધ્યયન કરવા આવનારને પણ થાક ન લાગે, પણ તેમના અધ્યયનમાં રસ, રુચિ અને વેગ વધે. શિષ્ય તરફથી આદરભાવ, પૂજ્યભાવ નૈસર્ગિક રીતે પામવો એ સહેલી વાત નથી. જ્ઞાનદાનની સાથે સાથે અપાર વાત્સલ્યભાવ હોય તો જ એ પ્રમાણે બની શકે. ઉપાધ્યાય મહારાજ શિષ્યોના શ્રદ્ધેય ગુરુ ભગવંત હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મૂર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી દે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીપાળ રાસમાં લખે છે
મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે
તે ઉવજ્ઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે
જૈન શાસનની પરંપરામાં શિષ્યોને વાચના આપી ઉત્સાહિત કરવામાં કિશોર વયના શ્રી વજ્રસ્વામીનું ઉદાહરણ અદ્વિતીય છે. એમની પાસે વાચના લેનાર સાધુઓ એમના કરતાં ઉમરમાં ઘણા મોટા હતા. કેટલાક અલ્પબુદ્ધિના કે મંદબુદ્ધિના હતા. તેઓને પણ વજસ્વામી પાસે વાચના લેતાં બધું આવડી જતું. કેટલાક શિષ્યોને ધાર્યા કરતાં ઘણા ઓછા સમયમાં સમજાઈ જતું અને યાદ રહી જતું. વજ્રસ્વામી પાસે અધ્યયન કરાવવાની એક વિશિષ્ટ લબ્ધિ હતી.
આમ ઉપાધ્યાય પદનો મહિમા ઘણો મોટો છે. ઉપાધ્યાય-પદના નમસ્કારનું, જાપ અને ધ્યાનનું મહત્ત્વ શાસ્ત્રકારો એ સુપેરે સમજાવ્યું છે :
શ્રી ભદ્રબાહુસ્વામી આવશ્યક નિર્યુક્તિમાં ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહે છે
ઉપાધ્યાય-પદની મહત્તા
૧૫૩
Page #14
--------------------------------------------------------------------------
________________
उवज्झायनमुक्कारो जीवं मोएई भवसहस्साओ।
भावेण कीरमाणो होई पुणो बोहिलाभाए। उवज्झायनमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं। हियअं अणुम्मुयं तो विसोत्तियावारओ होई॥ उवज्झायनमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहुसो॥
उवज्झायनमुक्कारो सव्यपावप्पणासणो।
मंगलाणं च सव्वेसिं पढम हवई मंगलं ।। (૧) ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. વળી ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો બોધિલાભને માટે થાય છે. (૨) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર ધન્ય માણસોને માટે ભવક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો નમસ્કાર અપધ્યાનને નિવારનારો થાય છે. (૩) ઉપાધ્યાય ભગવંતને કરાતો નમસ્કાર મહાન અર્થવાળો હોય છે એવું વર્ણવવામાં આવે છે તથા મૃત્યુ પાસે આવ્યું હોય ત્યારે તે નમસ્કાર બહુ વાર કરાય છે. (૪) ઉપાધ્યાય ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રી પાલ રાસના ચોથા ખંડમાં ઉપાધ્યાય ભગવંત વિશે વળી કહેવાયું છે
બાવના ચંદન સમ રસવયોગે, અહિત તાપ સવિટાળે, તે ઉવઝાય નમીજે જે વલી,
જિનશાસન અજુઆલે રે. ( જેઓ બાવનાચંદનના રસ જેવાં પોતાનાં શીતળ રસવચનો વડે લોકોના અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો.)
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નવપદની પૂજા માં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ સિરિ સિરિવાલ કહા માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે
सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं।
गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियमंथराणं ॥ સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થના વિસ્તાર કરીને
૧૫૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #15
--------------------------------------------------------------------------
________________
સમજાવે છે. વળી તેઓ દ્વારા સૂત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે અર્થાત્ જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં ત્યાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે.
પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચક્ષુ અને ઘાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રાણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે.. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ સયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી ... શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.
રત્નશેખસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે
દ્વાદશ અંગ સજ્ઝાય કરે જે, પારગ ધારક તાસ, સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્ઝાય ઉલ્લાસ.
વળી તેઓ ઉપાધ્યાયપદનો મહિમા સમજાવતાં કહે છે
નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય, પરમેશ્વર-આજ્ઞાત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય, નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવજ્ઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય.
પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, ઉવજ્ઝાય શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત્ શ્રી ઉપાધ્યાય ભગવંતો સદા ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.
શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા ‘સિરિસિરિવાલ કહા' માં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું
કહ્યું છે
ઉપાધ્યાય-પદની મહત્તા
गणतित्तीसु निउत्ते सुत्तत्थज्झावणंमि उज्जुते । सज्जाए लीणमणे सम्मं झाएह उज्झाए ।
૧૫૫
Page #16
--------------------------------------------------------------------------
________________
ગણ (ગ૭-ધર્મસંઘ) ની તૃપ્તિ (સારસંભાળ) માં નિયુકત (ગચ્છની સારાવારાગાદિ કરવાના અધિકારથી યુકત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યક પ્રકારે ધ્યાન કરો.
સિરિ સિરિવાલ કહા માં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે :
जे बारसंघसजझाय पारगा धारगा तयत्थाणं ।
तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए॥ अन्नाणवहि विहुराण पाणिणं सुअ रसायणं सारं ।
जे दिति महाविजा तेहं झाएमि उज्झाए॥ मोहादि दछनठ्ठप्प नाण जीवाण चेयणं दिति।
जे केवि नरिंदा ईव ते हं झाएमि उज्झाए। શ્રી રત્નશેખરસૂરિ ઉપાધ્યાય ભગવંત માટે વળી લખે છે :
सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं।
तम्हा हु ते उवज्झायराये, झाएह निच्चं पिकयप्पसाए। (સારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કૃપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરશે.)
મૃત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થના બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનને દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશુદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંતના ધ્યાનથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભ વર્ણવતાં લખે છે
નિત્ય ઉવજઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં, હદય દુર્લોન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયરી વિરાધે.
૧૫૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #17
--------------------------------------------------------------------------
________________
નવપદની આરાધનામાં એટલે પંચપરમેષ્ઠિની તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનામાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન રંગની સંકલનાને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદનો શ્વેત, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પીત (પીળો), ઉપાધ્યાય પદનો નીલો (લીલો) તથા સાધુ પદનો શ્યામ રંગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ દરેકનો શ્વેત રંગ છે. આ વર્ણોની સંકલના વિશેષત ધ્યાતા-ધ્યાનની દષ્ટિએ કરવામાં આવી છે અને તેમાં વિશિષ્ટ પ્રયોજન રહેલું છે. સામાન્ય અનુભવની એ વાત છે કે આંખ બંધ કરીને કોઈ પણ એક પદાર્થનું ધ્યાન ધરીએ તો આંખ બંધ થતાં જ શ્યામ વર્ણ દેખાય છે, પછી ધીમે ધીમે નીલો વર્ણ, પછી પીળો વર્ણ અને પછી શ્વેત વર્ણ દેખાય છે. ધ્યાનમાં બહુ સ્થિર થતાં બાલસૂર્ય જેવો, તેજના ગોળા જેવા લાલ વર્ણ દેખાય છે. પંચપરમેષ્ઠિમાં છેલ્લું પદ સાધુનું છે. ત્યાંથી જીવે ઉત્તરોત્તર ચઢતાં ચઢતાં સિદ્ધ દશા સુધી પહોંચવાનું છે. એટલા માટે રંગનો ક્રમ એ પ્રમાણે આપવામાં આવ્યો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ આત્માના જ ગુણો હોવાથી તેનો શ્વેત વર્ણ રાખવામાં આવ્યો છે.
ઉપાધ્યાયપદનો રંગ નીલો છે. વીજળીના બે તાર અડતાં તેમાંથી ઝરતા તણખાનો જેવો ભૂરી ઝાંયવાળો લીલોરંગ હોય છે તેવા રંગથી માંડીને ઘાસના લીલા રંગ જેવા લીલા રંગ સુધીના રંગ હોય છે. નીલમણિની પ્રભા પણ શીતળ, નયનરમ્ય અને મનોહર હોય છે. ઉદ્યાનની હરિયાળી વનરાજિ પોતે પ્રસન્ન હોય છે અને જોનારને પણ પ્રસન્ન કરી દે છે. હરિયાળાં વૃક્ષો પોતાના આશ્રયે આવનારનો શ્રમ હરી લે છે અને તેમને શીતળતા, પ્રસન્નતા અર્પે છે. તેવી રીતે ઉપાધ્યાય ભગવંત પોતે હંમેશાં ઉપશાંત અને પ્રસન્ન હોય છે તથા એમના સાન્નિધ્યમાં આવનારને તેઓ શાંત અને પ્રસન્ન કરી દેતા હોય છે. ઉપાધ્યાય ભગવંત પાસે ભવનો ભય અને થાક ઊતરે છે, શંકાનું સમાધાન થાય છે અને તે થતાં પ્રસન્નતા અનુભવાય છે.
મંત્રશાસ્ત્રમાં અંતરાયો, ઉપદ્રવો કે અશિવના નિવારણ માટે નીલ (લીલા રંગ)નું ધ્યાન ધરવાનું વિધાન છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનના આવરણને કે અંતરાયને દૂર કરવામાં સહાયભૂત થાય છે. એટલા માટે એમનું ધ્યાન લીલા વર્ગ સાથે કરવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રશાસ્ત્રમાં (જૈન, હિંદુ અને બૌદ્ધ એ ત્રણેમાં) બતાવ્યા પ્રમાણે આ વિશ્વમાં મુખ્ય પાંચ તત્ત્વો છે. આ પંચ મહાભૂત છે : (૧) પૃથ્વી, (૨) જલ, (૩) વાયુ, (૪) અગ્નિ અને (૫) આકાશ. વર્ણમાલાના પ્રત્યેક વર્ણ (અક્ષર) સાથે કોઈ ને કોઈ તત્ત્વ સંકળાયેલું છે. મંત્રમાં વર્ણાક્ષરો હોય છે. એટલે મંત્રોચ્ચારની સાથે આ તત્ત્વોનું સૂક્ષ્મ અનુસંધાન થાય છે. નવકારમંત્રમાં પણ એ રીતે એના અક્ષરો સાથે આ પાંચે તત્ત્વો સંકળાયેલા છે. મંત્રવિદો બતાવે છે તે પ્રમાણે નવકાર મંત્રના નમો એ બે અક્ષરો ઉચ્ચારતાં આકાશ તત્વ સાથે અનુસંધાન થાય છે. નમો ઉવજ્ઝાયાણં એ પદનો ઉચ્ચાર કરતી વખતે નમો=આકાશ, ઉ=પૃથ્વી, વ-જલ, ઝા=પૃથ્વી અને જલ, યા=વાયુ અને ણ=આકાશ · એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે.
-
ઉપાધ્યાય-પદની મહત્તા
૧૫૭
Page #18
--------------------------------------------------------------------------
________________
મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકાર મંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાય પદનો મંત્ર ‘ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે.
નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યામાં ચોથા દિવસે ઉપાધ્યાય પદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચ્ચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. ત્યાર પછી જિન મંદિરે જઈ પચીસ સાથિયા કરવાના, પચીસ ખમાસણાં દેવાના, પચીસ પ્રદક્ષિણા કરવાની ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણંની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે.
પ્રત્યેક પ્રદક્ષિણા અને ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે શ્રી આચારાંગ સૂત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમ:. આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે.
તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આત્મા, જગબંધવ જગભ્રાતા રે.
ઉપાધ્યાય પદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ કરવાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે.
પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શક્તિ અનુસાર લીલા વર્ગના ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંતો પચીસ મરકત ણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે.
ઉપાધ્યાયપદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની સકિત પ્રાપ્ત કરું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુકત બનું.
આમ પાંચ પરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજ્જવળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે ! શ્રી હીરવિજયસૂરિના શિષ્ય, સત્તરભેદી પૂજાના રચિયતા, કુંભારનું ગધેડું થૂંકે ત્યારે કાઉસગ્ગ
૧૫૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #19
--------------------------------------------------------------------------
________________ પારવાનો અભિગ્રહ ધારણ કરનાર અને તેથી આખી રાત ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાનમાં એ પૂજાની રચના કરનાર શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયનું નામ કેટલું બધું પ્રેરક છે. એ જ પ્રમાણે શ્રી હીરવિજયસૂરિના શિષ્યો ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજી અને ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી ગીતાર્થ પ્રભાવક ઉપાધ્યાય હતા. અનેક રાસકૃતિઓના રચયિતા ઉપાધ્યાય શ્રી સમયસુંદરજી, ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી, ઉપાધ્યાય શ્રી માનવિજયજી, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, ઉપાધ્યાય શ્રી સિધ્ધિચંદ્રજી તથા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીનાં નામ પણ શાસનપ્રભાવકોમાં સુપરિચિત છે. તદુપરાંત શ્રીપાળ રાસ અને પુણ્યપ્રકાશનાસ્તવનના રચયિતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ અને આ બધા ઉપાધ્યાયોમાં જેમણે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતીમાં અનેક રચનાઓ આપી છે અને ત્રણ ત્રણ ચોવીસીઓની રચના કરી છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ ઉપાધ્યાયોમાં શિરમોર સમાન છે. જેમનું સાહિત્ય રસ અને ભાવપૂર્વક વાંચતાં જેમના ચરણમાં મસ્તક સહજપણે પૂજ્યભાવથી નમી પડે છે એવા ઉપાધ્યાય-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો ઉપાધ્યાયપદને ઘણું બધું ગૌરવ અપાવ્યું. ઉપાધ્યાયજી મહારાજ એટલું બોલતાં જ એ શબ્દો શ્રી યશોવિજયજી માટે વપરાયા છે એવી તરત પ્રતીતિ થાય છે, કારણ કે ઉપાધ્યાય શબ્દ એમના નામના પર્યારૂપ બની ગયો છે. આ ઉપરાંત બીજા ઘણા બધા ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે જેમણે જૈન શાસનને દીપાવ્યું છે. વસ્તુત: શાસનની પરંપરા જ્ઞાનદાનમાં અદ્વિતીય એવા ઉપાધ્યાય ભગવંતો દ્વારા જ સારી રીતે ચાલી શકે છે. એટલા માટે જ તેમને શાસનના સ્થંભભૂત તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આપ આચાર્ય નહિ પણ આચાર્ય જેવા, આચાર્ય ભગવંતને સહાયરૂપ, શ્રુતજ્ઞાનરૂપી રસાયન દ્વારા શિષ્યોને માતૃસમ વાત્સલ્યભાવથી સુસજજ કરી શ્રુતપરંપરાને ચાલુ રાખનાર, ક્ષમા, આર્જવ, માર્દવ ઈત્યાદિ ગુણોથી યુકત, નિરાકાંક્ષી, નિરભિમાની, પચીસ-પચીસી જેટલા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય ભગવંત જિનશાસનના આધારસ્થંભરૂપ છે. જૈન દર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો આદર્શ ઘણો જ ઊંચો રહ્યો છે. એથી પંચપરમેષ્ઠિમાં, નવકારમંત્રમાં ઉપાધ્યાય - ઉવઝાય ભગવંતનું સ્થાન અધિકારપૂર્વક યથાર્થ સ્થાને રહેલું છે. એમને જપ-તપ ધ્યાનપૂર્વક કરાયેલો સાચો નમસ્કાર ભવભ્રમણ દૂર કરવામાં, મોક્ષપ્રાપ્તિમાં અવશ્ય સહાયરૂપ બને છે. ઉપાધ્યાય-૫દની મહત્તા 159