SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्दशविद्यास्थानव्याख्यातार : उपाध्याया: तात्कालिक प्रवचनव्याख्यातारो वा आचार्यस्योक्ता शेष लक्षण समन्विता: संग्रहानुग्रहादिगुणहीनाः। ચૌદ વિદ્યાસ્થાનો વિષે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે, અથવા તાત્કાલિક પ્રવચનો (શાસ્ત્રો) વિશે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે. તેઓ સંગ્રહ, અનુગ્રહ વગેરે ગુણો સિવાય આચાર્યના બધા જ ગુણોથી યુક્ત હોય છે. ઉપાધ્યાય મહારાજ શ્રુતજ્ઞાનના પારગામી હોય અને તે જ પ્રમાણે તેમનું ઉત્કૃષ્ટ સંયમમય જીવન હોય તો તેઓ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પ્રાપ્ત કરે. જે ઉપાધ્યાય મહારાજ આ જ પ્રમાણે ગુણો ધરાવીને પછી સમયાનુસાર આચાર્યની પદવી પ્રાપ્ત કરે અને આચાર્યનો ગુણ ધરાવે તેઓ પણ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પામે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી શ્રીપાલ રાસ માં લખે છે. અર્થ સૂત્રને દાન વિભાગે, આચાર જ ઉવજઝાય ભવ ત્રણ્ય લહે જે શિવસંપદ, નમિતે સુપસાય. (પોતાના શિષ્યોને શાસ્ત્રોના અર્થ અને સૂત્રના દાન કરવાના વિભાગથી અનુકમે આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચેનું અંતર છે. ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે અને આચાર્ય તેના ગૂઢાર્થ સમજાવે છે. આચાર્ય અને ઉપાધ્યાય પોતપોતાનાં પદ અનુસાર ત્રણ ભવમાં શિવસંપદમોક્ષ સંપત્તિ મેળવનાર છે. તેઓને પ્રસન્તાપૂર્વક નમસ્કાર કરીને તેમની કૃપાપ્રસાદ મેળવો.) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પંચપરમેષ્ઠિ ગીતા માં પણ આ વાતનો નિર્દેશ કરતાં લખે છે સંગ્રહ કરત ઉપગ્રહ નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારજ ઉવઝાય, એહ વચન ઈહાં ભાખ્યો, ભગવઈવૃત્તિ લેઈ, એક જ ધર્મિ નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અહીં ભગવતીસૂત્રની વૃત્તિનો આધાર આપ્યો છે અને ઉપાધ્યાય તથા આચાર્યમાં વ્યવહારદષ્ટિથી ભેદ છે, નિશ્ચયદષ્ટિથી તો તેઓ બંને એક જ છે એવું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. ઉપાધ્યાય ભગવંતો શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં સવિશેષપણે, કર્તવ્યરૂપે મગ્ન રહેતા હોવા છતાં તેમની વ્રત-તપાદિ ક્રિયાઓમાં જરા પણ ન્યૂનતા આવતી નથી. તેઓ પોતાના શિષ્યોને, અન્ય મુનિઓને વાચા આપવા ઉપરાંત ક્રિયાઓનાં રહસ્ય પણ સમજાવતા હોય છે અને અધ્યયન કરતાં કરતાં મુનિઓ ક્રિયાની બાબતમાં પ્રમાદી ન બને તે તરફ પાણ પૂરતું લક્ષ આપતા હોય ઉપાધ્યાય-પદની માડના ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230045
Book TitleUpadhyaya Padni Mahatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy