SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસ ક્રમની દૃષ્ટિએ સાધુ અને ઉપાધ્યાય વચ્ચે અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય વચ્ચે નથી. ગચ્છવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય ઘણી બધી દષ્ટિએ સમાન હોય છે. કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતાં વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેયલાક ઉપાધ્યાય જીવન પર્યંત ઉપાધ્યાય જ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી પંચપરમેષ્ટિ ગીતા માં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે : ‘સૂત્ર ભણીએ સખર જેહ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાષે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ.' જેહ આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર; શ્રીપાલ રાસના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર (યુવરાજ)નું રૂપક પ્રયોજીને ગચ્છ-વ્યવસ્થાની દૃષ્ટિએ ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : રાજકુંવર સરીખા ગણચિંતક આચારિજ પદ જોગ; જે ઉવજ્ઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ. રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજાની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની-ગચ્છની ચિંતા કરતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભયરૂપી રોગ આવતો નથી. ૧૫૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ નવકાર ભાસના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં કહ્યું છે : ચોથે પદે ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે, જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે, જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ, પણિ નવિ ધરે અભિમાન રે વલી સૂત્રાર્થનો પાઠ દઈ, ભવિ જીવને સાવધાન રે. દિગંબર પરંપરાના ધવલા ગ્રંથમાં પણ કહ્યું છે Jain Education International શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230045
Book TitleUpadhyaya Padni Mahatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy