SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકાર મંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાય પદનો મંત્ર ‘ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે. નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યામાં ચોથા દિવસે ઉપાધ્યાય પદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચ્ચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. ત્યાર પછી જિન મંદિરે જઈ પચીસ સાથિયા કરવાના, પચીસ ખમાસણાં દેવાના, પચીસ પ્રદક્ષિણા કરવાની ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણંની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે. પ્રત્યેક પ્રદક્ષિણા અને ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે શ્રી આચારાંગ સૂત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમ:. આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે. તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આત્મા, જગબંધવ જગભ્રાતા રે. ઉપાધ્યાય પદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ કરવાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે. પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શક્તિ અનુસાર લીલા વર્ગના ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંતો પચીસ મરકત ણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે. ઉપાધ્યાયપદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની સકિત પ્રાપ્ત કરું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુકત બનું. આમ પાંચ પરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજ્જવળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે ! શ્રી હીરવિજયસૂરિના શિષ્ય, સત્તરભેદી પૂજાના રચિયતા, કુંભારનું ગધેડું થૂંકે ત્યારે કાઉસગ્ગ ૧૫૮ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230045
Book TitleUpadhyaya Padni Mahatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy