Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ગણ (ગ૭-ધર્મસંઘ) ની તૃપ્તિ (સારસંભાળ) માં નિયુકત (ગચ્છની સારાવારાગાદિ કરવાના અધિકારથી યુકત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યક પ્રકારે ધ્યાન કરો. સિરિ સિરિવાલ કહા માં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે : जे बारसंघसजझाय पारगा धारगा तयत्थाणं । तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए॥ अन्नाणवहि विहुराण पाणिणं सुअ रसायणं सारं । जे दिति महाविजा तेहं झाएमि उज्झाए॥ मोहादि दछनठ्ठप्प नाण जीवाण चेयणं दिति। जे केवि नरिंदा ईव ते हं झाएमि उज्झाए। શ્રી રત્નશેખરસૂરિ ઉપાધ્યાય ભગવંત માટે વળી લખે છે : सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं। तम्हा हु ते उवज्झायराये, झाएह निच्चं पिकयप्पसाए। (સારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કૃપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરશે.) મૃત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થના બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનને દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશુદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંતના ધ્યાનથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભ વર્ણવતાં લખે છે નિત્ય ઉવજઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં, હદય દુર્લોન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયરી વિરાધે. ૧૫૬ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19