Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi Author(s): Darshana Kothari, Dipti Shah Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ એક ઉપયોગી પ્રકાશન મધ્યકાળના વિદ્વાનોએ પુષ્કળ કામ કર્યું છે. તે સમયના જ એક બહુશ્રુત વિદ્વાન ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દી (સં.૨૦૪૩)ના અવસરે સંપાદનો, પરિસંવાદ વગેરેના નિમિત્તે વર્તમાનકાળના વિદ્વાનોએ ઠીકઠીક ઊહાપોહ કર્યો. તેમના ગ્રંથોનાં વિશદ પરિચય-પરિશીલન થયાં અને તેમના જીવન વિશે પણ ઊંડી વિચારણા થઈ. ત્યારે આ વાત થઈ કે - પૂજ્ય ઉપાધ્યાયજીના ગ્રંથો મુદ્રિત અને હસ્તલિખિત ક્યાં ક્યાં છે તેની એક સમગ્ર સૂચિ પ્રકાશિત થાય તો વિદ્વાનોને સંશોધન-સંપાદન અને અધ્યયનમાં ઉપયોગી બની રહે. અને પછી એ વિષયના નિષ્ણાત શ્રી જયંતભાઈએ જ એ કાર્ય ગોઠવી આપ્યું ગુજરાતી સાહિત્ય પરિષદે પણ ઉદારતાપૂર્વક સાહિત્યકોશની સામગ્રી - ફાઇલ, કાર્ડ વગેરે – આના સંપાદન માટે વાપરવા આપી. શ્રી દર્શનાબહેન કોઠારી જેઓ શ્રી જયંતિભાઈ કોઠારીનાં દીકરી થાય છે તેમનામાં શ્રી જયંતભાઈની ચીવટ અને ચોકસાઈનો ગુણ કેટલોક ઊતર્યો છે. તેમણે તથા શ્રી દીપ્તિબહેન શાહે આ કામ ખૂબ ખંતથી કરી આપ્યું છે તેનો ઉલ્લેખ કરતાં આનંદની લાગણી થાય છે. શ્રી યંતભાઈ તો આના મુખ્ય પ્રયોજક છે તેથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા જ પ્રકટ કરું છું.. આશા છે કે આ પ્રકાશન વિદ્વાનોને ઉપયોગી નીવડશે. વિ.સં. ૨૦૨૫ વૈશાખ વદ ૧૦ પ્રદ્યુમ્નસૂરિPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 106