Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi Author(s): Darshana Kothari, Dipti Shah Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન ઘણા સમય પૂર્વે શ્રી જયંતભાઈ કોઠારીએ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી પાસે એવું સૂચન મૂકેલું કે ગુજરાતી સાહિત્ય પરિષદ પાસે ગુજરાતી સાહિત્યકોશની કામગીરીને અન્વયે મધ્યકાલીન સાહિત્યના પ્રકાશન તથા એની હસ્તપ્રતો અંગેની પ્રચુર માહિતી એકઠી થઈ છે એનો ઉપયોગ કરીને જૈન કવિઓની વિસ્તૃત સાહિત્યસૂચિઓ તૈયાર કરવી જોઈએ. આ સૂચનને અનુલક્ષીને પૂ આચાર્યશ્રીએ ગુજરાતી સાહિત્ય પરિષદને -મધ્યકાલીન સાહિત્યકોશની સામગ્રીને યોગ્ય રીતે સાચવવાની કેટલીક સગવડો પણ કરાવી આપી. એ સામગ્રીનો લાભ લઈને આ પૂર્વે પંડિત વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથ અને શ્રી જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશમાં તેતે કવિના સાહિત્યની માહિતી આપતી વિસ્તૃત સૂચિ આપવામાં આવી છે. આજે ન્યાયવાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સાહિત્યની વિસ્તૃત સૂચિ સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. આશા છે કે આ સૂચિનો ઉચિત લાભ જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ ઉઠાવશે. સૂચિનું કેટલુંક પ્રાથમિક કાર્ય શ્રી દીપ્તિબહેન શાહે કરેલું. શ્રી દર્શનાબહેન કોઠારીએ એની ચકાસણી કરી, ખૂટતી વીગતો અને નવી સામગ્રી ઉમેરી સૂચિને છેવટનું રૂપ આપ્યું છે. આ બન્ને બહેનો તેમજ એમને માર્ગદર્શન પૂરું પાડવા માટે શ્રી જયંતભાઈ કોઠારીના અને ગુજરાતી સાહિત્યકોશની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહકોના અમે આભારી છીએ. તા. ૬-૫-૧૯૯૯Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 106