Book Title: Uccha Shikshanni Bodh Bhasha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા [977 કેળવણીનું સ્વાભાવિક વાહન પ્રાન્તભાષા હતી. “હિંદ સ્વરાજ્ય” લખ્યું તે વખતથી (શ્રી. પ્રભુદાસ ગાંધીના જીવનનું પરેઢ” એ પુસ્તકને આધાર લઈએ તે તેની પણ પહેલાંથી એટલે કે 1908 પહેલાંથી) તે ૧૯૪૮ના જાન્યુઆરી સુધી આગ્રહપૂર્વક અને વારંવાર એક જ પ્રકારને મત એ પ્રગટ કરતા રહ્યા હતા. ૧૯૨૭માં એમણે લખેલું, “મેં ઘણું વાર કહ્યું છે તે ફરીને કહું છું કે હિંદી વાટે પ્રાન્તભાષાઓને દબાવવાને મારે ઈરાદે નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું કે જેથી પ્રતિ એકમેકને જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે પ્રાંતભાષાઓ ને હિંદી બેઉ એથી સમૃદ્ધ બને.” * જો આમ છે તે પછી પૂ. ગાંધીજી નથી એટલી જ હકીકતને લાભ લઈ આ પ્રશ્ન પૂરતી પરિસ્થિતિ બદલાયાની દલીલ કરી બુદ્ધિભેદ ઊભો કરવાનું પ્રજન રહેતું નથી–-જોકે આગળ વધીને હું એમ પણ કહ્યું કે આપણને જે સાચું લાગતું હોય તે સમર્થોના વિરોધનું જોખમ વહારીને પણ કહેવું જ જોઈએ. ગાંધીજી વગેરેના ઉતારા મેં મારા લેખમાં આપેલા તે બીજાઓને આંજીને તેમની વિચારશક્તિને કુંઠિત કરવા માટે નહિ જ, પણ પરિસ્થિતિના એકસરખા દર્શનમાંથી જે એકસરખી વિચારસરણું પ્રગટી રહેલી તેને ઉપયોગ મારા વક્તવ્યને પુષ્ટ કરવા માટે મેં કર્યો હતો. આટલે ખુલાસે પૂરતો થશે એમ માનું છું. –બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ 1949, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7