Book Title: Uccha Shikshanni Bodh Bhasha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૦૭૬ ] દર્શન અને ચિંતન તેમ જ વિષયની દૃષ્ટિએ શીખવા ને શીખવવા માટે એવું એક સંસ્કૃતમય. માનસિક ઘડતર ઊભું થાય છે કે તેને લીધે એવા ગદ્યગ્રંથો જ નહિ, પણ પદરચનાઓ પણ કરવી તેમને સરળ બને છે. ૩. મારા ઉપર્યુક્ત લેખમાં મેં ગાંધીજી વગેરેના મતે છાપેલા તે આ.. માંડકને ભ્રામક લાગ્યા છે. તેઓ કહે છે, “એ મતે જ્યારે ગાંધીજી વગેરેએ ઉચ્ચાર્યા હતા ત્યારે આ પ્રશ્ન આ રૂપમાં એમની પાસે હતે જ નહિ; એ વખતે તે અંગ્રેજીનું જ સાર્વત્રિક સામ્રાજ્ય હતું અને એને ટાળવું એ જ મુખ્ય પ્રશ્ન હતું. એ પ્રશ્ન આજના રૂપમાં ગાંધીજી પાસે હેત તે એ છે મત આપત તેના વિશે કશું જ કહેવું અપ્રસ્તુત છે.” આ સંબંધમાં મારે એટલું જ કહેવાનું છે કે ગાંધીજીના અવસાનને ફક્ત દોઢ જ વર્ષ વીત્યું છે. એટલા ટૂંકા ગાળામાં પરિસ્થિતિ કે પ્રશ્નનું રૂપ એકદમ એવું તે કેવું બદલાયું છે તે મારી સમજમાં આવતું નથી. પરિસ્થિતિ બદલાયાની દલીલ ભારે મતે નકામી છે. ઊલટું, સ્વરાજ્ય મળ્યાથી તે જે પરિસ્થિતિ ગાંધીજી વગેરેએ કલ્પેલી તે ઉપસ્થિત થઈ છે, કેમ કે અંગ્રેજોના જવાની સાથે અંગ્રેજીની ઉપાધિ પણ ગઈ છે. આ પરિસ્થિતિ આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવતાં આપણને એ નવી લાગે, પણ નિત્યના પરામર્શથી ગાંધીજી વગેરેને એ નવી ભાગ્યે જ હેય. વળી, વર્ષો સુધી સ્વાભાવિક ક્રમે ગાંધીજીએ પ્રજાની કેળવણીમાં પ્રયોજવા માટેની ભાષાને જે વિચાર સે તે જ પં. જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર બાબુ, શ્રી. કિશોરલાલ મશરૂવાળા, પં. રાહુલ સાંકૃત્યાયન વગેરેના મસ્તિષ્કમાંથી વહે છે, તે પણ આકસ્મિક યોગ તો ન જ હાઈ શકે. પરિસ્થિતિના સમ્યક્ દર્શનને જ એ પરિપાક છે. વળી, પરિસ્થિતિ બદલાયા જેવો અનુભવ આ. માંકડને થયું છે તે આ વિધાનને થયે હત તે એમણે જરૂર પોતાના વિચાર-પરિવર્તનની પ્રજાને જાણ કરી હતી ગાંધીજી સિવાયના વિદ્વાનો આપણે સદ્ભાગ્યે હજી આપણી વચ્ચે છે. તેમણે કંઈ વિચાર બદલાયાની જાહેરાત કરી નથી. અને ગાંધીજીએ પિતાને વિચાર ઉતાવળમાં કે અધીરાઈમાં કે અંગ્રેજીના દ્વેષથી પ્રેરાઈને એ છે જ ઘડ્યો હતો? ગાંધીજી કેવળ વિવંસને વિચાર કરતા નહેતા, સાથે રચનાને પણ વિચાર કરતા હતા. જેમ વિલાયતી કાપડની હોળી કરવાનું કહીને પ્રજાને કાંતવાને માર્ગ એમણે બતાવ્યો તેમ અંગ્રેજી જેવી પરભાષાની ઉપાધિને કાઢ્યા પછી એના સ્થાનમાં કઈ ભાષા કઈ કક્ષામાં હોય તે સંબધી એમની પાસે સ્પષ્ટ નિશ્ચય હતે. ઠેઠ આફ્રિકામાં રહેતા હતા તે કાળથી તે ભરણપત એ નિશ્ચય એમણે ટકાવેલ. એમને મતે હિંદી રાષ્ટ્રભાષા હતી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7