Book Title: Uccha Shikshanni Bodh Bhasha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા [૩૧] બુદ્ધિપ્રકાશ ના જાન્યુઆરી ૧૯૪૯ના અંકમાં “ઉચ્ચ શિક્ષણની બધભાવાને પ્રમ' એ શીર્ષકે મારે એક લેખ પ્રગટ થયું હતું. તેમાંના કેટલાક મુદ્દાઓ પર આણંદથી પ્રગટ થતા “વાણું” માસિકના સં. ૨૦૦૫ના મહા ફાગણ-ચૈત્રના સંયુક્ત અંકમાં આચાર્ય ડોલરરાય માંકડે પિતાને મતભેદ પ્રગટ કર્યો છે. ત્રણ મુદ્દાઓ તરફ એમણે મારું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જે માટે હું તેમને આભારી છું. એમને લેખ સાંભળ્યા પછી “બુદ્ધિપ્રકાશમાં મારે ઉપર્યુક્ત લેખ હું ફરીથી તપાસી ગયા, પણ એમાં એવું કશું ન જણાયું જેમાં વિચારપરિવર્તનને અવકાશ હોય. તેમ છતાં આ માંકડે રજૂ કરેલા મુક્ષઓને એક પછી એક વિચારું. ૧. એમને પહેલે મુદ્દો એમ છે કે આપણે ઉચ્ચ શિક્ષણની અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિક્ષણની વાત કરીએ ત્યારે સામાન્ય જનસમાજની એટલે કે નીચલા થરે (masses)ની વાત નહિ કરવી જોઈએ, કેમકે એ પ્રકારનું શિક્ષણ એટલું વ્યાપક થવાનું જ નહિ. આથી નીચલા થરે સમજી શકે એ ભાષા ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ તરીકે રહેવી જોઈએ એ દલીલ એમને ઠીક લાગતી નથી. આશ્ચર્યની વાત છે કે આ. માંકડે આ પ્રશ્નને કેવળ મહાવિદ્યાલયોમાં દાખલ થઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને વિચાર્યો ! એવાઓની સંખ્યા ઓછી જ હેય એ હકીકત તરત સ્વીકારી લેવાય એવી છે, પણ સવાલ એ નથી. સવાલ તે જ્ઞાન શી રીતે પ્રજાવ્યાપી થાય તેને છે, અને શી રીતે પ્રજાવ્યાપી થતું હોય છે તેનો પણ છે. પ્રજામાં કક્ષાના ભેદે તે હોય છે, પણ પ્રત્યેક કક્ષાને સુગમ પડે તે રીતે જ્ઞાનનું વિતરણ કરવું રહે છે.. હવે જે ઉચ્ચ શિક્ષણની બેધભાષા સ્વભાષા કરતાં જુદી હોય તે વિદ્વાને એ ભાષામાં જ લખતા–વિચારતા થાય. એને પરિણામે સામાન્ય જનને સુગમ એવી શબ્દાવલી એમને ઝટ સૂઝે નહિ, જેથી પિતાની ભાષામાં લખે-બોલે ત્યારે પણ એમની ભાષામાં સ્વાભાવિક ખૂબીઓ ઊતરી આવી શકે નહિ. આપણે ત્યાં જયારે શિક્ષણનું વાહન અંગ્રેજી ભાષા હતી ત્યારે શાળામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7