Book Title: Uccha Shikshanni Bodh Bhasha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા [૯૭૫ અને સહેજે ભૂતકાળને પણ વિચાર કરતે. આ બધા અધૂરા ગણે કે પૂરા ગણે, તે અવકનને આધારે જ મેં મારું વિધાન કર્યું છે. મેં જોયું છે કે જ્યાં વિદ્યાર્થી અને અધ્યાપકની ભાષા સમાન હોય છે ત્યાં ઉચ્ચતમ વિષયને શીખવતી વખતે પણ અધ્યાપક માતૃભાષા જેવી સંસ્કૃતભિન્ન ભાષાનો જ મુખ્યપણે આશ્રય લેતે હોય છે, કેમકે શીખનાર વિદ્યાથી એ રીતે વિષયને બહુ જ સરળતાથી ગ્રહણ કરી લેતો હોય છે. એટલે જે અધ્યાપકે વિદ્યાર્થીના હિતની દષ્ટિએ જ શીખવતા હોય છે તે સીધી રીતે વિદ્યાર્થીને સમજાય એ જ ભાષાને આશ્રય લેતા હોય છે. એવો એક પણ દ્રવિડિયન કે બંગાળી મેટો અધ્યાપક મેં નથી જો કે જે પિતાના પુત્ર કે સ્વભાષાભાષી વિશાર્થીઓને શીખવતી વખતે માતૃભાષા છોડી માત્ર સંસ્કૃતને આશ્રય લેતે હેય. જ્યાં વિદ્યાથી અધ્યાપકની પરિચિત ભાષા ન જાણુ હોય, અગર વિદ્યાર્થીની પરિચિત ભાષા અધ્યાપક બિલકુલ ન જાણુતા હોય, તેવા દાખલાઓમાં અધ્યાપક ન કે સંસ્કૃત ભાષાને આશ્રય લઈ ગમે તેવા વિષયોને પણ શીખવે છે એની ના નથી, પણ ક્રમે ક્રમે સ્થિતિ બદલાતી આવે છે. જો અધ્યાપક કરતાં વિદ્યાર્થી જ વધારે ગરજુ અને જિજ્ઞાસુ હોય છે તે તે અધ્યાપકની પરિચિત ભાષા જાણું લે છે. કેટલાક પ્રસંગોમાં વિદ્યાથી કરતાં અધ્યાપક અમુક કારણુસર વધારે ગરજ હોય છે. એવી સ્થિતિમાં અધ્યાપક વહેલું કે મેડા શીખનાર વિદ્યાથીની પરિચિત ભાષાથી કામ પૂરતે પરિચિત થઈ જાય છે. એટલે એકંદરે ભણવા–ભણાવવાનું ગાડું મુખ્યપણે સંસ્કૃતભિન્ન ભાષાને માર્ગે ચાલે છે. ગીર્વાણ ગિરાને જે મહિમા વિદ્યાથી, અધ્યાપક કે અમુક કોટિના સમાજમાં પ્રતિષ્ઠિત થયો હોય તેની સાથે ઉપર વર્ણવી તે વસ્તુસ્થિતિને ભેળવી દેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એ મહિમાને લીધે સંસ્કૃતમાં વ્યાખ્યાને અપાય કે બીજ–ત્રીજી રીતે એ પ્રજાય એમ બને, પણ ભણવાભણાવવાની સ્વાભાવિક રીત તો ઉપર બતાવી તે જ હતી, છે અને હોઈ શકે, એમ હું સમજું છું . તે પછી પ્રશ્ન થશે કે સંસ્કૃતના અસાધારણ વિદ્વાને સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચતમ વિષને બહુ જ ઊંડાણથી લખી ગયા તે કેમ સંભવ્યું? ઉત્તર અહીં વિસ્તારથી આપવાની જરૂર નથી, પણ સંક્ષેપમાં એટલું કહેવું પૂરતું થશે કે બીજી ભાષાને આશ્રય લેવા છતાં મુખ્યપણે શીખવાના છે તે સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે–વેદના વારાથી; અને એ પ્રથાને ભાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7