Book Title: Uccha Shikshanni Bodh Bhasha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249254/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા [૩૧] બુદ્ધિપ્રકાશ ના જાન્યુઆરી ૧૯૪૯ના અંકમાં “ઉચ્ચ શિક્ષણની બધભાવાને પ્રમ' એ શીર્ષકે મારે એક લેખ પ્રગટ થયું હતું. તેમાંના કેટલાક મુદ્દાઓ પર આણંદથી પ્રગટ થતા “વાણું” માસિકના સં. ૨૦૦૫ના મહા ફાગણ-ચૈત્રના સંયુક્ત અંકમાં આચાર્ય ડોલરરાય માંકડે પિતાને મતભેદ પ્રગટ કર્યો છે. ત્રણ મુદ્દાઓ તરફ એમણે મારું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જે માટે હું તેમને આભારી છું. એમને લેખ સાંભળ્યા પછી “બુદ્ધિપ્રકાશમાં મારે ઉપર્યુક્ત લેખ હું ફરીથી તપાસી ગયા, પણ એમાં એવું કશું ન જણાયું જેમાં વિચારપરિવર્તનને અવકાશ હોય. તેમ છતાં આ માંકડે રજૂ કરેલા મુક્ષઓને એક પછી એક વિચારું. ૧. એમને પહેલે મુદ્દો એમ છે કે આપણે ઉચ્ચ શિક્ષણની અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિક્ષણની વાત કરીએ ત્યારે સામાન્ય જનસમાજની એટલે કે નીચલા થરે (masses)ની વાત નહિ કરવી જોઈએ, કેમકે એ પ્રકારનું શિક્ષણ એટલું વ્યાપક થવાનું જ નહિ. આથી નીચલા થરે સમજી શકે એ ભાષા ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ તરીકે રહેવી જોઈએ એ દલીલ એમને ઠીક લાગતી નથી. આશ્ચર્યની વાત છે કે આ. માંકડે આ પ્રશ્નને કેવળ મહાવિદ્યાલયોમાં દાખલ થઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને વિચાર્યો ! એવાઓની સંખ્યા ઓછી જ હેય એ હકીકત તરત સ્વીકારી લેવાય એવી છે, પણ સવાલ એ નથી. સવાલ તે જ્ઞાન શી રીતે પ્રજાવ્યાપી થાય તેને છે, અને શી રીતે પ્રજાવ્યાપી થતું હોય છે તેનો પણ છે. પ્રજામાં કક્ષાના ભેદે તે હોય છે, પણ પ્રત્યેક કક્ષાને સુગમ પડે તે રીતે જ્ઞાનનું વિતરણ કરવું રહે છે.. હવે જે ઉચ્ચ શિક્ષણની બેધભાષા સ્વભાષા કરતાં જુદી હોય તે વિદ્વાને એ ભાષામાં જ લખતા–વિચારતા થાય. એને પરિણામે સામાન્ય જનને સુગમ એવી શબ્દાવલી એમને ઝટ સૂઝે નહિ, જેથી પિતાની ભાષામાં લખે-બોલે ત્યારે પણ એમની ભાષામાં સ્વાભાવિક ખૂબીઓ ઊતરી આવી શકે નહિ. આપણે ત્યાં જયારે શિક્ષણનું વાહન અંગ્રેજી ભાષા હતી ત્યારે શાળામાં Page #2 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] દૃન અને ચિંતન જઈને અંગ્રેજી શિક્ષણ નહિ લઈ શકનારા વિશાળ આમ વર્ગ અને અ ંગ્રેજી ભણેલા વચ્ચે તે અંતર પડી જતું હતું જ, પણ એક જ કુટુંબમાં અંગ્રેજી ભણેલી અને નહિ ભણેલી વ્યક્તિએ વચ્ચે પશુ વિચારવિનિમયતે અવકાશ રહેતા નહોતા. સામાન્ય વાતચીતથી, સંસર્ગથી, વ્યવહારથી કે અમસ્તા બે શબ્દો કાને પડી જવાથી જે જ્ઞાનલાભ મળે છે તેનાથી ધરના અંગ્રેજી નહિ ભણેલા વર્ગ વાચિત રહેતા. આથી ઊલટુ, જે દેશમાં ઉચ્ચતમ શિક્ષણ પણ સ્વભાષામાં જ અપાય છે તેનો દાખલે લેા. ત્યાં કાઈ પણ વિચાર-અધરામાં અધરા .વિચાર પણ-ભાષાને કારણે અધરા રહેતે નથી. આથી ભિન્ન ભિન્ન સમજશક્તિ ધરાવનારાઓને ભિન્ન ભિન્ન રીતે સમજાવવાના પ્રયાસ પણ એવા દેશમાં શકય બન્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રને જ આ વિસ્તાર છે, અને ઈંગ્લેડ, ફ્રાન્સ, જર્મની આદિ દેશની પ્રજાનું સામાન્ય ધારણ આ રીતે જ ઊંચે જવા પામ્યું છે. ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં અપાતું હોય છે તે જ ભાષામાં શ્રમની કરકસરના નિયમને અનુસરીને ચર્ચો, વિચારવિનિમય આદિ થતાં રહે છે. એટલે જો નીચલા થરાને કાયમ નીચલા રાખવા હાય તો જ સ્વાભાવિક મેધભાષા બલવાની ભલામણ કરવી જોઈએ, કેમ કે સામાન્ય જતે જે સુલભ અને સુગમ હોય તે જ ગ્રહણ કરી શકતા હૈાય છે. એ હકીકત પ્રમાણીને જ તેમનું બૌદ્ધિક ધારણ ઊંચે લઈ જવાની કેાશિશ કરવી જોઈ એ. જો એમને માટે ઉચ્ચ કોટિનું જ્ઞાન ભાષાને કારણે દુČમ બને, તો એનું પરિણામ એ આવે કે ઉચ્ચ જ્ઞાન અમુક ખાસ વર્ગના ઇજારા બની રહે. લેક લાભ લે * ન લે, પણ જ્ઞાનને સર્વસુલભ બનાવવાની સગવડ આપણે કરવી જ રહી. ગહન વિષયે પણ સ્વભાષામાં ઘૂંટાતાં ઘૂંટાતાં સાદું પક્ષમ રૂપ પામતા જાય છે અને એમ થતાં સાદી ભાષા પણ સૂક્ષ્મ અર્થના એધ કરાવવાની શક્તિ મેળવતી જાય છે. આ હુકીકત આ. માંકડની નજરખહાર્ નથી, પણ અનેા લાભ તે સ્વભાષાને નહિ પણ એમના માનેલા માધ્યમને-રાષ્ટ્રભાષા કે સાંસ્કૃતિક ભાષાને—આપવા માગે છે. પોતાના લેખમાં અન્યત્ર એમણે કહ્યુ છે કે, “ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જે એ ભાષા વપરાય તેા એના ઘડતરને ઘણા જ વેગ મળે. ” પણ એની પાછળ નિયમ તો ઉપર અતાનો એ જ પ્રવર્તે છે ને ? પ્રજામાં જ્ઞાન અસ`ખ્ય વાટે પ્રસરે છે જો એના પ્રસરણના મુખ્ય માર્ગોમાં અંતરાય મૂકવામાં ન આવે તો. એક દાખલેા લઈ એ. પ્રજાના માણસા ખધા કઈ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પામી શકે નહિ, પણ એ શિક્ષણના પરિપાક Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષર્થીની બોધભાષા [ ૯૭૩ 7 રૂપ જે ગ્રંથા રચાયા હોય, જે વ્યાખ્યાના થતાં હોય, જે વિચારચર્ચા ચાલતી હાય તેને લાભ લઈ ને પોતાના બુદ્ધિવિકાસ સાધનારી વ્યક્તિ અને સર્વત્ર પાકતી રહેવાની. એમને શું કરવાથી માકળાશ મળે? સદાકાળ એની સાથે એક મીજો પ્રશ્ન પણ વિચારવા જેવે છે : જો પ્રજાના થથરમાં જ્ઞાન પચે એ માટે પદ્ધતિસરની પ્રકાશિશ ન થાય તે શું પરિણામ આવે તેને વિચાર કર્યો ? ખુદ ઉચ્ચ શિક્ષણના વિકાસને જ તેથી વિદ્ન નડે, જ્યાં અનેક જણ કેળવાયેલાં હાય છે ત્યાં અનેકની ભિન્ન ભિન્ન શક્તિનું સહિયારું સમસ્ત વિદ્યાપ્રવૃત્તિને ઉપકારક નીવડે છે. એટલે આ પ્રશ્ન કેવળમહાવિદ્યાલયામાં જઈ ને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને નહિ, પણ આખી પ્રજાના લાભને વિચાર કરીને ઉકેલવા જોઈએ. ગુજરાતી ભાષાનું થવાનું હોય છે થાય, એવા નિર્દય મત આ. માંકડ ધરાવતા નથી. એવે મત ધરાવનારા પણ હોઈ શકે અને વસ્તુસ્થિતિને જોયાજાણ્યા વિના અમુક ઇષ્ટ પરિસ્થિતિ કલ્પીને જ વિચારનારા આ પ્રકારના લોકાને સમજાવવું પણ મુશ્કેલ, સુભાગ્યે આ. માંકડ એ કાટિના નથી. એમના લેખ પરથી હું સમજ્યા છું કે ગુજરાતી ભાષાના વિકાસ એમને ખ્રુષ્ટ છે. એટલે તો પછી શું કરવાથી એ વિકાસ સધાય એને જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. વિચિત્ર વાત એ છે કે પેાતાના લેખમાં એમણે ખાધભાષા થવાને પાત્ર દેશવ્યાપી ભાષા, જે સાહિત્યભાષા અને સંસ્કારભાષા અને એવા એમને આગ્રહ છે, એને વિકસાવવાને અને સ્વભાષાને વિકસાવવાને ઉપાય જુદો જુદો સૂચવ્યા છે. રાષ્ટ્રભાષા પરત્વે તે કહે છે, “ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જો એ ભાષા વપરાય તો એના ઘડતરને ઘણા જ વેગ મળે.” અને સ્વભાષા પરત્વે તેઓ કહે છે, “ આપણે માધ્યમ ગમે તે રાખીએ, પણ પરિભાષા તે સમસ્ત દેશવ્યાપી એક જ હાવી જોઈ એ...એટલે પારિભાષિક શબ્દોની સમૃદ્ધિ ગુજરાતીને, ગમે તે માધ્યમ હશે તેાપણુ... પૂરતાં પ્રમાણુમાં મળી રહેશે એમાં શ’કા નથી. આમ બિનગુજરાતી માધ્યમ ઉચ્ચ શિક્ષણ માટે રાખવાથી, ગુજરાતી ભાષાના વિકાસને કટ લાગશે એમ અમને જરાય લાગતું નથી. ” હવે પરિભાષા સમસ્ત દેશવ્યાપી એક હોય એવા તે અમારા પુણ્ આગ્રહ છે; અને જો એમ જ હોય અથવા થાય તે તો પછી ઉપર જે ચર્ચા કરી છે તે કારણે આ. માંકડે સૂચવેલા વિકાસના એ માર્ગો પૈકી પહેલા માગના લાભ સ્વભાષાને મળવે જોઈએ, અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક Page #4 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] દર્શન અને ચિ’તન વર્ગોમાં એને માધ્યમ તરીકે પ્રયોજીને એના ઘડતરને વેગ મળે તેમ કરવું જોઈ એ, જેથી ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી જનતાના થથરમાં પચવા માટે, અને પરિભાષા એક થવાથી, વળી શાળા-મહાવિદ્યાલયમાં ભણનાર વિદ્યાથી તે ફરજિયાત ખીજું ભાષા તરીકે રાષ્ટ્રભાષાનું શિક્ષણ ડે સુધી મળતું રહેવાનું તેથી સાંસ્કૃતિક સંપર્ક માં જરાય વિઘ્ન નહિ આવે અને પ્રાન્તીય વિશેષતા દ્વારા રાષ્ટ્રભાષાની સમૃદ્ધિ પણ વધશે. વિદ્યાર્થી ના મનેવિકાસને અને પ્રજાના ભાષાવિકાસને નિષ્કા રણ હાનિ પહોંચાડયા વિના જે પ્રશ્નના ઉકેલ આણુવા હોય તો આ રીતે જ આણી શકાશે. ૨. મેં લખ્યું છે કે સંસ્કૃત ખેધભાષા પ્રાચીન કાળમાં નહોતી અને અત્યારે પણ નથી. તેની વિરુદ્ધ આ. માંકડે મુખ્યપણે એમ કહ્યું છે કે પ્રવેશ પત્ર, પ્રશ્નપત્ર અને ઉચ્ચ વિષયાના જવાખે। સંસ્કૃતમાંજ અત્યારે પણ લખાય છે, તે સંસ્કૃત આધભાષા નથી એમ કેમ કહી શકાય ? મારા જવાબ એમ છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર અને ઉત્તરા સસ્કૃતમાં લખાય છે એટલા જ માત્રથી જે સસ્કૃતને એધભાષા કાઈ કહે તો તેની સામે મારા લેશ પણ વાંધો નથી; પણ ખાધલાષાના એટલા જ અર્થ હું નથી લેતા. એકધભાષાને એટલેા જ અય કરવા તે કાઇ પણ રીતે યોગ્ય નથી, એમ પણ હું માનું છું. મેષભાષાના અર્થ હું એ કરું છું કે નૈ મા દ્વારા મળનાર સહેજાથી વિષન સમની છે અને કાચાપ સહેજાદ્દેથી સબનાવી શકે તે વૈષમા. આ અર્થમાં અત્યારે પણ સસ્કૃત મેાધભાષા નથી અને પહેલાં પણ નહેાતી, એમ મારું નિરીક્ષણ અને ચિન્તન મને કહે છે. આ. માંકડે જ્યારે એમ કહ્યું છે કે સંસ્કૃત માધભાષા ન હતી તે મારે જ સાબિત કરવું, તે હવે આ વિરો કાંઇક વિસ્તારથી લખુ તા અસ્થાને નહિ ગણાય. અધ્યયન અને અધ્યાપનનાં બાવીસ વર્ષ લગભગ મેં કાશીમાં ગાળ્યાં છે અને જૂની ઢબે ચાલતી તેમ જ જુદા જુદા પ્રાન્તના ઉચ્ચતમ વિદ્રાના જેમાં શીખવે છે એવી પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોના શીખવા અને શીખવવાની દૃષ્ટિએ મે પરિચય સાધ્યા છે. તે ઉપરાંત મિથિલા અને બંગાળનાં વિશિષ્ટ સંસ્કૃત કેન્દ્રોને પણ અધ્યયનની દૃષ્ટિએ તેમ જ અવલેાકનની દષ્ટિએ થોડાક જાતઅનુભવ મને છે. દૂર દક્ષિણમાં નથી ગયે, છતાં ત્યાંના વિશિષ્ટતમ અધ્યાપકોનો પણ કાશી, કલકત્તા અને મુંબઈ જેવાં સ્થાનામાં આ દૃષ્ટિએ થ્રેડેક પરિચય સાધ્યા છે, હું પોતે જે રીતે શીખતે, બીજાને શીખતા જોતા અને શીખવતા તે વખતે પણ આ દૃષ્ટિએ હું હંમેશાં વિચાર કરના Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા [૯૭૫ અને સહેજે ભૂતકાળને પણ વિચાર કરતે. આ બધા અધૂરા ગણે કે પૂરા ગણે, તે અવકનને આધારે જ મેં મારું વિધાન કર્યું છે. મેં જોયું છે કે જ્યાં વિદ્યાર્થી અને અધ્યાપકની ભાષા સમાન હોય છે ત્યાં ઉચ્ચતમ વિષયને શીખવતી વખતે પણ અધ્યાપક માતૃભાષા જેવી સંસ્કૃતભિન્ન ભાષાનો જ મુખ્યપણે આશ્રય લેતે હોય છે, કેમકે શીખનાર વિદ્યાથી એ રીતે વિષયને બહુ જ સરળતાથી ગ્રહણ કરી લેતો હોય છે. એટલે જે અધ્યાપકે વિદ્યાર્થીના હિતની દષ્ટિએ જ શીખવતા હોય છે તે સીધી રીતે વિદ્યાર્થીને સમજાય એ જ ભાષાને આશ્રય લેતા હોય છે. એવો એક પણ દ્રવિડિયન કે બંગાળી મેટો અધ્યાપક મેં નથી જો કે જે પિતાના પુત્ર કે સ્વભાષાભાષી વિશાર્થીઓને શીખવતી વખતે માતૃભાષા છોડી માત્ર સંસ્કૃતને આશ્રય લેતે હેય. જ્યાં વિદ્યાથી અધ્યાપકની પરિચિત ભાષા ન જાણુ હોય, અગર વિદ્યાર્થીની પરિચિત ભાષા અધ્યાપક બિલકુલ ન જાણુતા હોય, તેવા દાખલાઓમાં અધ્યાપક ન કે સંસ્કૃત ભાષાને આશ્રય લઈ ગમે તેવા વિષયોને પણ શીખવે છે એની ના નથી, પણ ક્રમે ક્રમે સ્થિતિ બદલાતી આવે છે. જો અધ્યાપક કરતાં વિદ્યાર્થી જ વધારે ગરજુ અને જિજ્ઞાસુ હોય છે તે તે અધ્યાપકની પરિચિત ભાષા જાણું લે છે. કેટલાક પ્રસંગોમાં વિદ્યાથી કરતાં અધ્યાપક અમુક કારણુસર વધારે ગરજ હોય છે. એવી સ્થિતિમાં અધ્યાપક વહેલું કે મેડા શીખનાર વિદ્યાથીની પરિચિત ભાષાથી કામ પૂરતે પરિચિત થઈ જાય છે. એટલે એકંદરે ભણવા–ભણાવવાનું ગાડું મુખ્યપણે સંસ્કૃતભિન્ન ભાષાને માર્ગે ચાલે છે. ગીર્વાણ ગિરાને જે મહિમા વિદ્યાથી, અધ્યાપક કે અમુક કોટિના સમાજમાં પ્રતિષ્ઠિત થયો હોય તેની સાથે ઉપર વર્ણવી તે વસ્તુસ્થિતિને ભેળવી દેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એ મહિમાને લીધે સંસ્કૃતમાં વ્યાખ્યાને અપાય કે બીજ–ત્રીજી રીતે એ પ્રજાય એમ બને, પણ ભણવાભણાવવાની સ્વાભાવિક રીત તો ઉપર બતાવી તે જ હતી, છે અને હોઈ શકે, એમ હું સમજું છું . તે પછી પ્રશ્ન થશે કે સંસ્કૃતના અસાધારણ વિદ્વાને સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચતમ વિષને બહુ જ ઊંડાણથી લખી ગયા તે કેમ સંભવ્યું? ઉત્તર અહીં વિસ્તારથી આપવાની જરૂર નથી, પણ સંક્ષેપમાં એટલું કહેવું પૂરતું થશે કે બીજી ભાષાને આશ્રય લેવા છતાં મુખ્યપણે શીખવાના છે તે સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે–વેદના વારાથી; અને એ પ્રથાને ભાષા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦૭૬ ] દર્શન અને ચિંતન તેમ જ વિષયની દૃષ્ટિએ શીખવા ને શીખવવા માટે એવું એક સંસ્કૃતમય. માનસિક ઘડતર ઊભું થાય છે કે તેને લીધે એવા ગદ્યગ્રંથો જ નહિ, પણ પદરચનાઓ પણ કરવી તેમને સરળ બને છે. ૩. મારા ઉપર્યુક્ત લેખમાં મેં ગાંધીજી વગેરેના મતે છાપેલા તે આ.. માંડકને ભ્રામક લાગ્યા છે. તેઓ કહે છે, “એ મતે જ્યારે ગાંધીજી વગેરેએ ઉચ્ચાર્યા હતા ત્યારે આ પ્રશ્ન આ રૂપમાં એમની પાસે હતે જ નહિ; એ વખતે તે અંગ્રેજીનું જ સાર્વત્રિક સામ્રાજ્ય હતું અને એને ટાળવું એ જ મુખ્ય પ્રશ્ન હતું. એ પ્રશ્ન આજના રૂપમાં ગાંધીજી પાસે હેત તે એ છે મત આપત તેના વિશે કશું જ કહેવું અપ્રસ્તુત છે.” આ સંબંધમાં મારે એટલું જ કહેવાનું છે કે ગાંધીજીના અવસાનને ફક્ત દોઢ જ વર્ષ વીત્યું છે. એટલા ટૂંકા ગાળામાં પરિસ્થિતિ કે પ્રશ્નનું રૂપ એકદમ એવું તે કેવું બદલાયું છે તે મારી સમજમાં આવતું નથી. પરિસ્થિતિ બદલાયાની દલીલ ભારે મતે નકામી છે. ઊલટું, સ્વરાજ્ય મળ્યાથી તે જે પરિસ્થિતિ ગાંધીજી વગેરેએ કલ્પેલી તે ઉપસ્થિત થઈ છે, કેમ કે અંગ્રેજોના જવાની સાથે અંગ્રેજીની ઉપાધિ પણ ગઈ છે. આ પરિસ્થિતિ આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવતાં આપણને એ નવી લાગે, પણ નિત્યના પરામર્શથી ગાંધીજી વગેરેને એ નવી ભાગ્યે જ હેય. વળી, વર્ષો સુધી સ્વાભાવિક ક્રમે ગાંધીજીએ પ્રજાની કેળવણીમાં પ્રયોજવા માટેની ભાષાને જે વિચાર સે તે જ પં. જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર બાબુ, શ્રી. કિશોરલાલ મશરૂવાળા, પં. રાહુલ સાંકૃત્યાયન વગેરેના મસ્તિષ્કમાંથી વહે છે, તે પણ આકસ્મિક યોગ તો ન જ હાઈ શકે. પરિસ્થિતિના સમ્યક્ દર્શનને જ એ પરિપાક છે. વળી, પરિસ્થિતિ બદલાયા જેવો અનુભવ આ. માંકડને થયું છે તે આ વિધાનને થયે હત તે એમણે જરૂર પોતાના વિચાર-પરિવર્તનની પ્રજાને જાણ કરી હતી ગાંધીજી સિવાયના વિદ્વાનો આપણે સદ્ભાગ્યે હજી આપણી વચ્ચે છે. તેમણે કંઈ વિચાર બદલાયાની જાહેરાત કરી નથી. અને ગાંધીજીએ પિતાને વિચાર ઉતાવળમાં કે અધીરાઈમાં કે અંગ્રેજીના દ્વેષથી પ્રેરાઈને એ છે જ ઘડ્યો હતો? ગાંધીજી કેવળ વિવંસને વિચાર કરતા નહેતા, સાથે રચનાને પણ વિચાર કરતા હતા. જેમ વિલાયતી કાપડની હોળી કરવાનું કહીને પ્રજાને કાંતવાને માર્ગ એમણે બતાવ્યો તેમ અંગ્રેજી જેવી પરભાષાની ઉપાધિને કાઢ્યા પછી એના સ્થાનમાં કઈ ભાષા કઈ કક્ષામાં હોય તે સંબધી એમની પાસે સ્પષ્ટ નિશ્ચય હતે. ઠેઠ આફ્રિકામાં રહેતા હતા તે કાળથી તે ભરણપત એ નિશ્ચય એમણે ટકાવેલ. એમને મતે હિંદી રાષ્ટ્રભાષા હતી અને Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા [977 કેળવણીનું સ્વાભાવિક વાહન પ્રાન્તભાષા હતી. “હિંદ સ્વરાજ્ય” લખ્યું તે વખતથી (શ્રી. પ્રભુદાસ ગાંધીના જીવનનું પરેઢ” એ પુસ્તકને આધાર લઈએ તે તેની પણ પહેલાંથી એટલે કે 1908 પહેલાંથી) તે ૧૯૪૮ના જાન્યુઆરી સુધી આગ્રહપૂર્વક અને વારંવાર એક જ પ્રકારને મત એ પ્રગટ કરતા રહ્યા હતા. ૧૯૨૭માં એમણે લખેલું, “મેં ઘણું વાર કહ્યું છે તે ફરીને કહું છું કે હિંદી વાટે પ્રાન્તભાષાઓને દબાવવાને મારે ઈરાદે નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું કે જેથી પ્રતિ એકમેકને જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે પ્રાંતભાષાઓ ને હિંદી બેઉ એથી સમૃદ્ધ બને.” * જો આમ છે તે પછી પૂ. ગાંધીજી નથી એટલી જ હકીકતને લાભ લઈ આ પ્રશ્ન પૂરતી પરિસ્થિતિ બદલાયાની દલીલ કરી બુદ્ધિભેદ ઊભો કરવાનું પ્રજન રહેતું નથી–-જોકે આગળ વધીને હું એમ પણ કહ્યું કે આપણને જે સાચું લાગતું હોય તે સમર્થોના વિરોધનું જોખમ વહારીને પણ કહેવું જ જોઈએ. ગાંધીજી વગેરેના ઉતારા મેં મારા લેખમાં આપેલા તે બીજાઓને આંજીને તેમની વિચારશક્તિને કુંઠિત કરવા માટે નહિ જ, પણ પરિસ્થિતિના એકસરખા દર્શનમાંથી જે એકસરખી વિચારસરણું પ્રગટી રહેલી તેને ઉપયોગ મારા વક્તવ્યને પુષ્ટ કરવા માટે મેં કર્યો હતો. આટલે ખુલાસે પૂરતો થશે એમ માનું છું. –બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ 1949,