________________
ઉચ્ચ શિક્ષર્થીની બોધભાષા
[ ૯૭૩
7
રૂપ જે ગ્રંથા રચાયા હોય, જે વ્યાખ્યાના થતાં હોય, જે વિચારચર્ચા ચાલતી હાય તેને લાભ લઈ ને પોતાના બુદ્ધિવિકાસ સાધનારી વ્યક્તિ અને સર્વત્ર પાકતી રહેવાની. એમને શું કરવાથી માકળાશ મળે?
સદાકાળ
એની સાથે એક મીજો પ્રશ્ન પણ વિચારવા જેવે છે : જો પ્રજાના થથરમાં જ્ઞાન પચે એ માટે પદ્ધતિસરની પ્રકાશિશ ન થાય તે શું પરિણામ આવે તેને વિચાર કર્યો ? ખુદ ઉચ્ચ શિક્ષણના વિકાસને જ તેથી વિદ્ન નડે, જ્યાં અનેક જણ કેળવાયેલાં હાય છે ત્યાં અનેકની ભિન્ન ભિન્ન શક્તિનું સહિયારું સમસ્ત વિદ્યાપ્રવૃત્તિને ઉપકારક નીવડે છે. એટલે આ પ્રશ્ન કેવળમહાવિદ્યાલયામાં જઈ ને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને નહિ, પણ આખી પ્રજાના લાભને વિચાર કરીને ઉકેલવા જોઈએ.
ગુજરાતી ભાષાનું થવાનું હોય છે થાય, એવા નિર્દય મત આ. માંકડ ધરાવતા નથી. એવે મત ધરાવનારા પણ હોઈ શકે અને વસ્તુસ્થિતિને જોયાજાણ્યા વિના અમુક ઇષ્ટ પરિસ્થિતિ કલ્પીને જ વિચારનારા આ પ્રકારના લોકાને સમજાવવું પણ મુશ્કેલ, સુભાગ્યે આ. માંકડ એ કાટિના નથી. એમના લેખ પરથી હું સમજ્યા છું કે ગુજરાતી ભાષાના વિકાસ એમને ખ્રુષ્ટ છે. એટલે તો પછી શું કરવાથી એ વિકાસ સધાય એને જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. વિચિત્ર વાત એ છે કે પેાતાના લેખમાં એમણે ખાધભાષા થવાને પાત્ર દેશવ્યાપી ભાષા, જે સાહિત્યભાષા અને સંસ્કારભાષા અને એવા એમને આગ્રહ છે, એને વિકસાવવાને અને સ્વભાષાને વિકસાવવાને ઉપાય જુદો જુદો સૂચવ્યા છે. રાષ્ટ્રભાષા પરત્વે તે કહે છે, “ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જો એ ભાષા વપરાય તો એના ઘડતરને ઘણા જ વેગ મળે.” અને સ્વભાષા પરત્વે તેઓ કહે છે, “ આપણે માધ્યમ ગમે તે રાખીએ, પણ પરિભાષા તે સમસ્ત દેશવ્યાપી એક જ હાવી જોઈ એ...એટલે પારિભાષિક શબ્દોની સમૃદ્ધિ ગુજરાતીને, ગમે તે માધ્યમ હશે તેાપણુ... પૂરતાં પ્રમાણુમાં મળી રહેશે એમાં શ’કા નથી. આમ બિનગુજરાતી માધ્યમ ઉચ્ચ શિક્ષણ માટે રાખવાથી, ગુજરાતી ભાષાના વિકાસને કટ લાગશે એમ અમને જરાય લાગતું નથી. ”
હવે પરિભાષા સમસ્ત દેશવ્યાપી એક હોય એવા તે અમારા પુણ્ આગ્રહ છે; અને જો એમ જ હોય અથવા થાય તે તો પછી ઉપર જે ચર્ચા કરી છે તે કારણે આ. માંકડે સૂચવેલા વિકાસના એ માર્ગો પૈકી પહેલા માગના લાભ સ્વભાષાને મળવે જોઈએ, અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org