________________
૯૬ ]
દૃન અને ચિંતન
જઈને અંગ્રેજી શિક્ષણ નહિ લઈ શકનારા વિશાળ આમ વર્ગ અને અ ંગ્રેજી ભણેલા વચ્ચે તે અંતર પડી જતું હતું જ, પણ એક જ કુટુંબમાં અંગ્રેજી ભણેલી અને નહિ ભણેલી વ્યક્તિએ વચ્ચે પશુ વિચારવિનિમયતે અવકાશ રહેતા નહોતા. સામાન્ય વાતચીતથી, સંસર્ગથી, વ્યવહારથી કે અમસ્તા બે શબ્દો કાને પડી જવાથી જે જ્ઞાનલાભ મળે છે તેનાથી ધરના અંગ્રેજી નહિ ભણેલા વર્ગ વાચિત રહેતા. આથી ઊલટુ, જે દેશમાં ઉચ્ચતમ શિક્ષણ પણ સ્વભાષામાં જ અપાય છે તેનો દાખલે લેા. ત્યાં કાઈ પણ વિચાર-અધરામાં અધરા .વિચાર પણ-ભાષાને કારણે અધરા રહેતે નથી. આથી ભિન્ન ભિન્ન સમજશક્તિ ધરાવનારાઓને ભિન્ન ભિન્ન રીતે સમજાવવાના પ્રયાસ પણ એવા દેશમાં શકય બન્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રને જ આ વિસ્તાર છે, અને ઈંગ્લેડ, ફ્રાન્સ, જર્મની આદિ દેશની પ્રજાનું સામાન્ય ધારણ આ રીતે જ ઊંચે જવા પામ્યું છે. ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં અપાતું હોય છે તે જ ભાષામાં શ્રમની કરકસરના નિયમને અનુસરીને ચર્ચો, વિચારવિનિમય આદિ થતાં રહે છે. એટલે જો નીચલા થરાને કાયમ નીચલા રાખવા હાય તો જ સ્વાભાવિક મેધભાષા બલવાની ભલામણ કરવી જોઈએ, કેમ કે સામાન્ય જતે જે સુલભ અને સુગમ હોય તે જ ગ્રહણ કરી શકતા હૈાય છે. એ હકીકત પ્રમાણીને જ તેમનું બૌદ્ધિક ધારણ ઊંચે લઈ જવાની કેાશિશ કરવી જોઈ એ. જો એમને માટે ઉચ્ચ કોટિનું જ્ઞાન ભાષાને કારણે દુČમ બને, તો એનું પરિણામ એ આવે કે ઉચ્ચ જ્ઞાન અમુક ખાસ વર્ગના ઇજારા બની રહે. લેક લાભ લે * ન લે, પણ જ્ઞાનને સર્વસુલભ બનાવવાની સગવડ આપણે કરવી જ રહી.
ગહન વિષયે પણ સ્વભાષામાં ઘૂંટાતાં ઘૂંટાતાં સાદું પક્ષમ રૂપ પામતા જાય છે અને એમ થતાં સાદી ભાષા પણ સૂક્ષ્મ અર્થના એધ કરાવવાની શક્તિ મેળવતી જાય છે. આ હુકીકત આ. માંકડની નજરખહાર્ નથી, પણ અનેા લાભ તે સ્વભાષાને નહિ પણ એમના માનેલા માધ્યમને-રાષ્ટ્રભાષા કે સાંસ્કૃતિક ભાષાને—આપવા માગે છે. પોતાના લેખમાં અન્યત્ર એમણે કહ્યુ છે કે, “ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જે એ ભાષા વપરાય તેા એના ઘડતરને ઘણા જ વેગ મળે. ” પણ એની પાછળ નિયમ તો ઉપર અતાનો એ જ પ્રવર્તે છે ને ?
પ્રજામાં જ્ઞાન અસ`ખ્ય વાટે પ્રસરે છે જો એના પ્રસરણના મુખ્ય માર્ગોમાં અંતરાય મૂકવામાં ન આવે તો. એક દાખલેા લઈ એ. પ્રજાના માણસા ખધા કઈ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પામી શકે નહિ, પણ એ શિક્ષણના પરિપાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org