Book Title: Triveni Snan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ત્રિવેણી સ્નાન [ ૮૪૭ આ પુસ્તકનું બીજું વહેણ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ ગઈ શતાબદીની એક અસાધારણ ભારતીય વિભૂતિ છે. પણ જેમ સેક્રેટીસ એના અંતર્બળને કારણે માત્ર ગ્રીસને ન રહેતાં માનવજાતને માન્ય પુરુષ બન્ય, તેમ પરમહંસ એ મૂળે બંગાળી છતાં સમગ્રપણે ભારતીય બનવા ઉપરાંત એક વિશ્વવિભૂતિ પણ બન્યા. સેક્રેટીસને વિશ્વમાન્ય થતાં વખત ઘણે લાગે, કેમ કે વચલા સમયમાં એક એવું વિશ્વવ્યાપી ભાષામાધ્યમ અસ્તિત્વમાં ન હતું, જ્યારે પરમહંસદેવ તે ચેડા જ વખતમાં વિશ્વવંદ્ય વિભૂતિઓમાં સ્થાન પામ્યા, તે એવા વિશ્વવ્યાપી ભાષા માધ્યમની સુલભતાને કારણે. જે સ્વામી વિવેકાનંદ જેવો સમર્થ સંન્યાસી પણ અંગ્રેજી ભાષા જાણતા ન હોત તે પરમહંસદેવની આખા ભારતમાં જાણ થવામાં પણ વધારે વિલંબ થાત. રોમાં રેલાં જેવાએ પરમહંસ વિશે ઉદાભાવે લખ્યું તે પણ એવી જ ભાષામાધ્યમની સુલભતાને આભારી છે. પણ સવાલ તે એ છે એક આવો અભણ, ગામડિયો બ્રાહ્મણ, અને તે પણ પૂજારી, એટલે એ સ્થાને પહેઓ તેની પાછળ શું રહસ્ય છે ? આને ઉત્તર પ્રસ્તુત પુસ્તકના લેખકે પરમહંસના રેખાચિત્રમાં અનેક દૃષ્ટિએ આપ્યો છે. પરમહંસદેવનું આધ્યાત્મિક ખમીર કેવું હતું, એમને કાળીમાતા પ્રત્યેને ભક્તિભાવ કે સર્વાગીણ અને વિવેકપૂત હતા, એમની દૃષ્ટિ અને વાણી કેવી અમૃતવર્ષિણ તથા અમોધ હતી, એ બધું લેખકે ગંભીરભાવે આલેખ્યું છે અને પ્રસંગે પ્રસંગે ઉપનિષદે તેમ જ સંતોનાં માર્મિક વચનેને આધારે રહસ્ય પણ પ્રગટ કર્યું છે. પરમહંસ જાણીતા છે એમના ભક્તિમાર્ગને લીધે; પણ ભક્તિમાર્ગમાં સાચી સમજણ અને સત્કર્મ કે મેળ હતું એ પણ એમના શિષ્ણ સાથેના કે ઇતર સાથેના વાર્તાલાપથી જણાઈ આવે છે. પરમહંસદેવનાં ઉપમા અને દષ્ટાંત અગર ટુચકા એ તે એમની જ વિશેષતા છે. આ વિશેષતાઓ અને કેને આકર્ષ્યા, અનેક વિદ્વાનને જીત્યા. એણે જ નરેન્દ્રમાંથી વિવેકાનંદ પ્રગટાવ્યો. વિવેકાનંદે પરમહંસદેવની ભક્તિમાં રહેલાં જ્ઞાન અને કર્મનાં બીજને એવાં વિકસાવ્યાં કે આજે રામકૃષ્ણ મિશન એટલે એક રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનું મિશન એ અર્થ થાય છે. વિવેકાનંદ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંપત્તિની સુવાસ પશ્ચિમના અનેક ખૂણામાં પ્રસરી હતી, પરંતુ એ પ્રસારને વિવેકાનંદે બહુ મેટે વેગ આપ્યો. પછી તે ટાગેર, ગાંધીજી અને અરવિંદ પણ ફલક ઉપર આવ્યા અને એમના વિચાર તેમ જ વર્તને પૂર્વ-પશ્ચિમના દષ્ટિકોણને સમીપે આણવામાં બહુ મોટે ફાળો આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6