Book Title: Triveni Snan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ વિવેણુનાન [ ૮૫ આવે છે. આ રીતે ત્રિવેણી જેવાં તીર્થોનું તીર્થપણું–તારકપણું એ મુખ્યપણે વિદ્યા, ભક્તિ અને આધ્યાત્મિકતાને લીધે જ પોષાયેલું છે. જેમ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વ્યક્તિઓનું અને ત્રણ ભાવનું મિલન છે. ત્રણ વ્યક્તિએ એટલે સોક્રેટીસ, રામકૃષ્ણ પરમહંસ અને ગાંધી બાવા. ત્રણ ભાવ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ તેમ જ શીલ, સમન્વય અને સત્યાગ્રહ. સેક્રેટીસ એ શીલનું પ્રતીક છે, પરમહંસદેવ શીલ અને સમન્વયનું પ્રતીક છે તે ગાંધીજી એ શીલ, સમન્વય અને સત્યાગ્રહનું પ્રતીક છે. બીજી પરિભાષામાં કહીએ તે સોક્રેટીસ જ્ઞાન અને સમજણની મૂર્તિ છે, તે પરમહંસદેવ ભક્તિની પ્રતિમા છે, અને ગાંધીજી એ સદેહ કર્મયોગ છે. આ બધું કેવી રીતે છે એને સચોટ ખ્યાલ આ લધુ પુસ્તક વિશદ રીતે પૂરો પાડે છે. વિજ્ઞાનના વિકાસે અત્યારે તે ભૂમિના કેઈ પણ એક છેડાને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં આવેલ દૂરવતી બીજા છેડા પાસે લાવી મૂક્યો છે. આજે અહીં ઘરખૂણે બેસી ઉત્તરધ્રુવમાં થતા વાર્તાલાપને આપણે સાંભળી શકીએ છીએ. યેગશાસ્ત્રના વિભૂતિપાદમાં એવી વિભૂતિ, લબ્ધિ યા અભિજ્ઞાની વાત છે કે યોગી અમુક વિભૂતિથી દૂર દૂરનાં, ઠેઠ સ્વર્ગ સુધીનાં શબ્દો અને ગીત સાંભળી શકે છે; દૂર દૂરનાં રૂપને નિહાળી પણ શકે છે. તે વિભૂતિ જુદી રીતે પણ કેટલેક અંશે વૈજ્ઞાનિક વિકાસે આપણી સામે સાકાર કરી છે. યંત્રયુગને વિકાસ સાથે જ પૂર્વ-પશ્ચિમનું મિલન વધારે ને વધારે વ્યાપક તેમ જ સર્વસાધારણું બનતું ગયું. પૂર્વને પશ્ચિમને અને પશ્ચિમને પૂર્વને પરિચય વધારે પ્રમાણમાં અને તે પણ વિશેષ પ્રમાણભૂત રૂપે થતો ચાલે. આમાં અંગ્રેજી ભાષાએ ભારે મદદ કરી. ભાષાનો અંતરાય તૂટયા વિના દૂર દૂરનાં અંતરે ખસી જતાં નથી. અંગ્રેજી ભાષા અને તેના અનેકવિધ સાહિત્યના અભ્યાસ પૂર્વનાં નેત્ર ખેલ્યાં. એ જ રીતે સંસ્કૃત આદિ પૌરસ્ય ભાષાઓના અધ્યયને વિદ્વાનનાં નેત્રોમાં અંજનશલાકાનું કામ કર્યું. બંને પ્રજાઓ એકબીજાના આત્માને ઓળખવા લાગી. અંગ્રેજી સાહિત્યના અનુશીલન પહેલાં કોઈ પરસ્યને, ખાસ કરી સર્વસાધારણ ભારતવાસીને, સોક્રેટીસ આટલે બધે જાણીતું ન હતું. સોક્રેટીસ જે ભારતમાં જન્મે હેત અને તેનું જન્મકૃત્ય ભારતમાં સમ્પન્ન થયું હતું તે તેણે ભારતીય અવતારમાળાઓમાં ચોક્કસ સ્થાન મેળવ્યું હેત એવી એની શીલમૂતિ છે. આજે તે ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં ભાગ્યે જ એવી કોઈ હશે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6