Page #1
--------------------------------------------------------------------------
________________
ત્રિવેણીસ્નાન
[ ૨૨ ]
આ પુસ્તકનું ત્રિવેણી” નામ અનેક દૃષ્ટિએ અર્થવાહી છે. જ્યાં ત્રણે વહેણ મળે અને તેને લીધે જે સ્થાન તીર્થ બને તે ત્રિવેણી, વહેણ શબ્દનું સંસ્કૃત મૂળ વહન છે. વહન એટલે સતત વહેતે સલિલપ્રવાહ. જે પ્રવાહ સતત વહેતે હૈય છે તે સ્વાભાવિકપણે જ સ્વચ્છ હોય છે. આવા ત્રણ જલપ્રવાહે તે દુનિયાની ભૂગોળમાં અનેક સ્થળે મળતા હશે, પણ ત્રિવેણી શબ્દ ભારતીય પરંપરામાં રૂઢ થઈ ગયો છે અને તે પ્રયાગમાં થતા નદીસંગમને ખાસ બોધક છે. આમ તે અત્યારે દેખીતી રીતે એ સંગમમાં ગંગા અને યમુનાનાં જળ મળે છે, પણ પૌરાણિક અને કાંઈક એતિહાસિક માન્યતા એવી છે કે તેમાં સરસ્વતીનાં જળ પણ ભળતાં. તેથી જ કાલિદાસે દિલીપની સસન્ધા પત્ની સુદક્ષિણાને અન્તઃસલિલા સરસ્વતી નદી સાથે સરખાવી સૂચવ્યું છે કે સરસ્વતીને પ્રવાહ ભૂમિઅન્તર્ગત છે.
આમ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણ જલપ્રવાહ-વહન-વહેણુ-વેણુના સંગમને ત્રિવેણી કહેવાય છે. જલ, જલરાશિ અને તેમાંયે સતત વહેતા જલરાશિએ પ્રાણીમાત્રને આશ્રય આપે છે. માનવજાતિ તે એના પ્રત્યે મુગ્ધ જ છે. જલરાશિ અને સતત વહેતે જલરાશિ હેાય ત્યાં માનવ અનેક પ્રકારના અહિક ઉપયોગને કારણે વસે છે, ઠરીઠામ થાય છે. પણ કેટલીક વાર એવાં સ્થાનેને માનવજાતિએ “તીર્થ' પદ અપ અસાધારણ મહત્વ આપ્યું છે. આર્યજાતિ આવાં તીર્થોમાં બહુ રાચતી, તેથી જ તેણે જલાશ, ખાસ કરી નદીઓ, મહાનદીઓ અને તેના સંગમને પવિત્ર ભાવે પૂજ્યા છે, અને આજે પણ એ શ્રદ્ધા અટ્રટ છે, કદાચ પ્રવર્ધમાન પણ છે.
આવાં સંગમસ્થાને કુદરતી શોભા-સૌંદર્ય અને સગવડને કારણે જ માત્ર આકર્ષક કે તીર્થ નથી બન્યાં, પણ તેના તીર્થપદ સાથે સાંસ્કૃતિક અને ખાસ કરી આધ્યાત્મિક ભાવને જીવતાજાગતે ઈતિહાસ પણ સંકળાયેલ છે. આર્યજાતિએ આવાં જે જે તીર્થો કયાં છે તે તે સ્થાનમાં વિદ્વાને સંતે અને વિશિષ્ટ ત્યાગીઓની એક અખંડ હારમાળા પરાપૂર્વથી ચાલી
Page #2
--------------------------------------------------------------------------
________________
વિવેણુનાન
[ ૮૫ આવે છે. આ રીતે ત્રિવેણી જેવાં તીર્થોનું તીર્થપણું–તારકપણું એ મુખ્યપણે વિદ્યા, ભક્તિ અને આધ્યાત્મિકતાને લીધે જ પોષાયેલું છે.
જેમ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વ્યક્તિઓનું અને ત્રણ ભાવનું મિલન છે. ત્રણ વ્યક્તિએ એટલે સોક્રેટીસ, રામકૃષ્ણ પરમહંસ અને ગાંધી બાવા. ત્રણ ભાવ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ તેમ જ શીલ, સમન્વય અને સત્યાગ્રહ.
સેક્રેટીસ એ શીલનું પ્રતીક છે, પરમહંસદેવ શીલ અને સમન્વયનું પ્રતીક છે તે ગાંધીજી એ શીલ, સમન્વય અને સત્યાગ્રહનું પ્રતીક છે. બીજી પરિભાષામાં કહીએ તે સોક્રેટીસ જ્ઞાન અને સમજણની મૂર્તિ છે, તે પરમહંસદેવ ભક્તિની પ્રતિમા છે, અને ગાંધીજી એ સદેહ કર્મયોગ છે. આ બધું કેવી રીતે છે એને સચોટ ખ્યાલ આ લધુ પુસ્તક વિશદ રીતે પૂરો પાડે છે.
વિજ્ઞાનના વિકાસે અત્યારે તે ભૂમિના કેઈ પણ એક છેડાને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં આવેલ દૂરવતી બીજા છેડા પાસે લાવી મૂક્યો છે. આજે અહીં ઘરખૂણે બેસી ઉત્તરધ્રુવમાં થતા વાર્તાલાપને આપણે સાંભળી શકીએ છીએ. યેગશાસ્ત્રના વિભૂતિપાદમાં એવી વિભૂતિ, લબ્ધિ યા અભિજ્ઞાની વાત છે કે યોગી અમુક વિભૂતિથી દૂર દૂરનાં, ઠેઠ સ્વર્ગ સુધીનાં શબ્દો અને ગીત સાંભળી શકે છે; દૂર દૂરનાં રૂપને નિહાળી પણ શકે છે. તે વિભૂતિ જુદી રીતે પણ કેટલેક અંશે વૈજ્ઞાનિક વિકાસે આપણી સામે સાકાર કરી છે. યંત્રયુગને વિકાસ સાથે જ પૂર્વ-પશ્ચિમનું મિલન વધારે ને વધારે વ્યાપક તેમ જ સર્વસાધારણું બનતું ગયું. પૂર્વને પશ્ચિમને અને પશ્ચિમને પૂર્વને પરિચય વધારે પ્રમાણમાં અને તે પણ વિશેષ પ્રમાણભૂત રૂપે થતો ચાલે. આમાં અંગ્રેજી ભાષાએ ભારે મદદ કરી. ભાષાનો અંતરાય તૂટયા વિના દૂર દૂરનાં અંતરે ખસી જતાં નથી. અંગ્રેજી ભાષા અને તેના અનેકવિધ સાહિત્યના અભ્યાસ પૂર્વનાં નેત્ર ખેલ્યાં. એ જ રીતે સંસ્કૃત આદિ પૌરસ્ય ભાષાઓના અધ્યયને વિદ્વાનનાં નેત્રોમાં અંજનશલાકાનું કામ કર્યું. બંને પ્રજાઓ એકબીજાના આત્માને ઓળખવા લાગી. અંગ્રેજી સાહિત્યના અનુશીલન પહેલાં કોઈ પરસ્યને, ખાસ કરી સર્વસાધારણ ભારતવાસીને, સોક્રેટીસ આટલે બધે જાણીતું ન હતું. સોક્રેટીસ જે ભારતમાં જન્મે હેત અને તેનું જન્મકૃત્ય ભારતમાં સમ્પન્ન થયું હતું તે તેણે ભારતીય અવતારમાળાઓમાં ચોક્કસ સ્થાન મેળવ્યું હેત એવી એની શીલમૂતિ છે. આજે તે ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં ભાગ્યે જ એવી કોઈ હશે કે,
Page #3
--------------------------------------------------------------------------
________________
૮૪૬ ]
દર્શન અને ચિંતન
જેમાં સીક્રેટીસનુ જીવન સક્ષેપ કે વિસ્તારથી આલેખાયેલું ન હેાય. મે' હિંદી આદિ ભાષાઓમાં જે જે સાક્રેટીસ વિશે વાંચ્યું કે સાંભળ્યું છે તે બધા કરતાં પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલ સોક્રેટીસનું રેખાચિત્ર ભારે ઉડાવદાર અને વાચકને ઊપ્રેરણા આપે તેવું મને લાગ્યું છે. એના લેખકે સોક્રેટીસ વિશે એટલું બધું વાંચ્યું-વિચાયું લાગે છે કે એ રેખાચિત્રના વાકયે વારું, કડિકાએ કડિકાએ વાચક વધારે તે વધારે ઊધ્વગામી બનતા જાય છે. ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટીના ઇતિહાસ ટૂંકમાં પણ મળી જાય છે. ગ્રીસનાં વિચાર, વાણી, કળા, સ્વાતંત્ર્ય આદિની સમૃદ્ધિનું ચિત્ર ઊપસી આવે છે. ઍથેન્સ અને સ્પાર્ટીના સૌંતે પરિણામે સોક્રેટીસને અંતરાત્મા કેવી રીતે જાગી ઊઠે છે અને તેની વ્યદિશા કેવી અદલાઈ જાય છે એનું અર્ મનેહર ચિત્ર આ કથામાં મળી આવે છે. કાલિય અને શાકયના સંધર્ષે અહિંસા અને નિવૈરની ભાવના વિકસાવવા જેમ મુદ્દને જગાયા, અને યુદ્ધ ભારત જગતને એક નવા જ સંદેશ મળ્યો, તેમ સીક્રેટીસના જાગેલા અંતરાત્માએ ઍથેન્સવાસીઓને અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક ક્રાન્તિકારી નવા પાઠ શીખવ્યા. તે પાર્ડ એટલે સાચી સમજણ. જેને આયલા સભ્યષ્ટિ યા વિવેકખ્યાતિ કહે છે તેને જ સોક્રેટીસ સાચી સમજણું કહે છે. સોક્રેટીસની સાચી સમજણ એ પરાક્ષ સમજણુ નથી, પણ અન્તઃપ્રજ્ઞારૂપ પ્રત્યક્ષ સમજણુ છે. એટલે તેની સાથે અનિવાર્ય પણે અનુરૂપ શીલ આવે જ છે, તેથી જ સૂત્રતાંળમાં ભગવાન મહાવીરને અનુભવ નોંધાયેલ છે કે- સમ્મત્તમર તું મોળ, મોળું સમ્મતમેવ ચ' એટલે સાચી દષ્ટિ ય સાચી સમજણ એ જ · મૌન યા મુનિત્વ એટલે સદાચાર છે અને સદાચાર એ જ સાચી સમજણુ છે. બંનેના અભેદ છે. સાચા અંતર્મુખ સામાં સમજણુ અને શીલ એ ખે વચ્ચેનુ અંતર માત્ર શાબ્દિક હેાય છે, તાત્ત્વિક નહિ. આંખ ને જીભ જેવી જુદી જુદી ઇન્દ્રિયાથી ગ્રહણ થતાં રૂપ અને સ્વાદ બને જુદાં છે, એમ આપણે કહીએ છીએ. તેતેા અર્થ એ નથી કે દૂધમાં રહેલ સફેદી અને મીહાશ એ. અંતે તત્ત્વતઃ જુદાં છે. જેમ એ અને તત્ત્વતઃ એક છે, માત્ર ઇન્દ્રિયજ્ઞાનના ભેદથી વ્યવહારગત ભેદ છે તેમ જ અંદરથી ઊગેલ સાચી સમજણ અને શીલ એ બંને તાત્ત્વિક રીતે એક જ છે. સોક્રેટીસ સાચી સમજણુ ફેલાવવા માટે કાંઈ પણ કરવું ચૂકતા નહિ. એને પરિણામે એની સામે ક્રાઇસ્ટની જેમ મૃત્યુ આવ્યુ. એણે એને અમરપદ માની વધાવી લીધું. આ તેના શીલની અંતિમ કસેટી. આવી રોમાંચક, મેધક અને ઊષ્ણ પ્રેરણા આપતી સોક્રેટીસની જીવનગાથા એ પ્રસ્તુત પુસ્તકનુ' પહેલું વહેણ છે.
ઃ
Page #4
--------------------------------------------------------------------------
________________
ત્રિવેણી સ્નાન
[ ૮૪૭ આ પુસ્તકનું બીજું વહેણ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ ગઈ શતાબદીની એક અસાધારણ ભારતીય વિભૂતિ છે. પણ જેમ સેક્રેટીસ એના અંતર્બળને કારણે માત્ર ગ્રીસને ન રહેતાં માનવજાતને માન્ય પુરુષ બન્ય, તેમ પરમહંસ એ મૂળે બંગાળી છતાં સમગ્રપણે ભારતીય બનવા ઉપરાંત એક વિશ્વવિભૂતિ પણ બન્યા. સેક્રેટીસને વિશ્વમાન્ય થતાં વખત ઘણે લાગે, કેમ કે વચલા સમયમાં એક એવું વિશ્વવ્યાપી ભાષામાધ્યમ અસ્તિત્વમાં ન હતું,
જ્યારે પરમહંસદેવ તે ચેડા જ વખતમાં વિશ્વવંદ્ય વિભૂતિઓમાં સ્થાન પામ્યા, તે એવા વિશ્વવ્યાપી ભાષા માધ્યમની સુલભતાને કારણે. જે સ્વામી વિવેકાનંદ જેવો સમર્થ સંન્યાસી પણ અંગ્રેજી ભાષા જાણતા ન હોત તે પરમહંસદેવની આખા ભારતમાં જાણ થવામાં પણ વધારે વિલંબ થાત. રોમાં રેલાં જેવાએ પરમહંસ વિશે ઉદાભાવે લખ્યું તે પણ એવી જ ભાષામાધ્યમની સુલભતાને આભારી છે. પણ સવાલ તે એ છે એક આવો અભણ, ગામડિયો બ્રાહ્મણ, અને તે પણ પૂજારી, એટલે એ સ્થાને પહેઓ તેની પાછળ શું રહસ્ય છે ? આને ઉત્તર પ્રસ્તુત પુસ્તકના લેખકે પરમહંસના રેખાચિત્રમાં અનેક દૃષ્ટિએ આપ્યો છે. પરમહંસદેવનું આધ્યાત્મિક ખમીર કેવું હતું, એમને કાળીમાતા પ્રત્યેને ભક્તિભાવ કે સર્વાગીણ અને વિવેકપૂત હતા, એમની દૃષ્ટિ અને વાણી કેવી અમૃતવર્ષિણ તથા અમોધ હતી, એ બધું લેખકે ગંભીરભાવે આલેખ્યું છે અને પ્રસંગે પ્રસંગે ઉપનિષદે તેમ જ સંતોનાં માર્મિક વચનેને આધારે રહસ્ય પણ પ્રગટ કર્યું છે.
પરમહંસ જાણીતા છે એમના ભક્તિમાર્ગને લીધે; પણ ભક્તિમાર્ગમાં સાચી સમજણ અને સત્કર્મ કે મેળ હતું એ પણ એમના શિષ્ણ સાથેના કે ઇતર સાથેના વાર્તાલાપથી જણાઈ આવે છે. પરમહંસદેવનાં ઉપમા અને દષ્ટાંત અગર ટુચકા એ તે એમની જ વિશેષતા છે. આ વિશેષતાઓ અને કેને આકર્ષ્યા, અનેક વિદ્વાનને જીત્યા. એણે જ નરેન્દ્રમાંથી વિવેકાનંદ પ્રગટાવ્યો. વિવેકાનંદે પરમહંસદેવની ભક્તિમાં રહેલાં જ્ઞાન અને કર્મનાં બીજને એવાં વિકસાવ્યાં કે આજે રામકૃષ્ણ મિશન એટલે એક રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનું મિશન એ અર્થ થાય છે. વિવેકાનંદ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંપત્તિની સુવાસ પશ્ચિમના અનેક ખૂણામાં પ્રસરી હતી, પરંતુ એ પ્રસારને વિવેકાનંદે બહુ મેટે વેગ આપ્યો. પછી તે ટાગેર, ગાંધીજી અને અરવિંદ પણ ફલક ઉપર આવ્યા અને એમના વિચાર તેમ જ વર્તને પૂર્વ-પશ્ચિમના દષ્ટિકોણને સમીપે આણવામાં બહુ મોટે ફાળો આપે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૮૪૮]
દર્શન અને ચિંતન પરમહંસદેવમાં જેમ શલનું તત્ત્વ તરી આવે છે તેમ સર્વધર્મ સમભાવ અને સર્વગુણસંગ્રહનું સમન્વયતત્વ પણ તરી આવે છે. તેથી જ લેખકે એમને શીલ અને સમન્વયની મૂર્તિરૂપે આલેખ્યા છે. રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગે અનેક ભાષામાં આલેખાયેલા મળે છે. ગુજરાતીમાં પણ આ પહેલાં છપાયેલ છે. પરંતુ લેખકે આ પુસ્તકમાં તેનું જે સ્પષ્ટ સમજણ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ભૂમિકાથી તટસ્થભાવે નિરૂપણ કર્યું છે તે વાચકને ઊર્વભૂમિકા ભણું પ્રેરે એવું છે.
પુસ્તકનું ત્રીજું વહેણ છે ગાંધીજી. લેખકે સેક્રેટીસ તેમ જ રામકૃષ્ણ પરમહંસ વિશે જે લખ્યું છે તે પ્રામાણિક લેખકે અને લેખોને આધારે, છતાં એ લખાણ એકંદર પરાક્ષ જ્ઞાનની કોટિમાં આવે. સેક્રેટીસ લગભગ પચીસસો વર્ષ પહેલાં થયેલ. તેટલા દૂર ભૂતકાળની અને ગ્રીસ જેવા સુદૂરવર્તી દેશની પૂરેપૂરી તાદશ માહિતી તો સુલભ જ નથી. જે કાંઈ મળે છે તે અનેક સાધનો વાટે ચળાતું અને પ્રમાણમાં થોડું. સ્વામી રામકૃષ્ણ થઈ ગયાને એ કઈ લાંબે ગાળે વીત્યો નથી, પણ લેખકે તેમને જાતપરિચય સાથે નથી એ તે હકીકત છે. પરંતુ ગાંધીજી વિશે લેખક જે લખે છે તેની ભૂમિકા જુદી છે. લેખકે ગાંધીજીનો સહવાસ ઠીક ઠીક સાધે, એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમના જીવનકાળ દરમિયાન જ પ્રત્યક્ષ ભાગ લીધેલ અને ગાંધીછની જીવનદષ્ટિને પોતાની રીતે અમલમાં મૂકનાર તપસ્વી નાનાભાઈ ભટ જેવાની દીર્ધકાલીન શીતલ છાયાને આશ્રયે ચાલતી પ્રજા-ઉત્થાનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પહેલેથી અત્યાર લગી સતત જોડાયેલા રહ્યા છે. અને શિક્ષણ તેમ જ વ્યવહારમાં ગાંધીજીની જીવનદષ્ટિ, વિચારસરણ તેમ જ વ્યવહારપદ્ધતિઓને તટસ્થ અને વિવેકી અધ્યાપકની અદાથી કસોટી ઉપર ચઢાવતા રહ્યા છે. તેથી જ્યારે લેખક ગાંધીજી વિશે લખે છે ત્યારે તેમાં પ્રત્યક્ષ પરિચય અને સ્વાનુભવનું પૂરેપૂરું બળ છે. આ વસ્તુની પ્રતીતિ લેખકના એકેએક વિચાર અને વિધાનમાંથી મળી રહે છે.
ગાંધીજીના જીવનના એકેએક પાસાને લઈ લેખકે તેનું સ્પષ્ટીકરણ અને વ્યાકરણ કર્યું છે. જેમ હું પિતે મકકમપણે માનું છું કે ગાંધીજી એટલે જીવતી ગીત અથવા ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મને સુગમ સમન્વય, તેમ લેખક પણ એવી જ કોઈ વિવેકપૂત શ્રદ્ધાને બળે ગાંધીજી વિશે સર્વગ્રાહી નિરૂપણ કરવામાં મારી દૃષ્ટિએ પૂરેપૂરા સફળ થયા છે.
Page #6
--------------------------------------------------------------------------
________________ ત્રિવેણી સ્નાન [ 849 માતૃભાષાનું માધ્યમ, ગ્રામરચના, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિકેન્દ્રીકરણ, યંત્રવાદ, ગ્રેસ અને રાજકીય પક્ષોના સંબધે, યુદ્ધનાબૂદી, પાયાની કેળવણી વગેરે જે જે સેરે ગાંધીજીની અહિંસાના પાતાળકૂવામાંથી કદી ન સુકાય એવી રીતે ફૂટી અને વહેવા લાગી છે તેના સ્પષ્ટીકરણમાં લેખકે વાચનચિન્તન ઉપરાંત સ્વાનુભવને પણ ઉપયોગ કર્યો છે. તેથી ગાંધીજી વિશેનું આખું નિરૂપણ હરકોઈને માર્ગદર્શક થઈ પડે તેવું છે. ગાંધીજી પછી કર્મયોગપર્યાવસાયી અહિંસાની જીવંતતિ સભા આજે સૌની નજરે વિનોબા આવે છે. આમ તે વિનેબા અનેકવિધ પ્રવૃત્તિ કરતા જ રહ્યા છે, પણ આજે એમની પ્રવૃત્તિઓને સરવાળે એકમાત્ર " ભૂમિદાન " શબ્દમાં સમાઈ જાય છે. લેખકની કર્મશીલ અને ઉદાર દૃષ્ટિ વિનબાને બરાબર પારખી ગઈ છે. તેથી તેમણે ભૂમિદાનમાં પણ વેગ આપ્યો છે અને આપે છે. ભૂમિદાનયાત્રા પ્રસંગે તેમણે જે કાંઈ કહ્યું હશે તેને સંક્ષેપ પૂર્તિરૂપે આ પુસ્તકમાં મૂક્યું છે, તે એક રીતે સુસંગત છે. જે વ્યકિત ગાંધીજીની જીવનદષ્ટિને બરાબર સમજી તેને અમલમાં મૂકવાનો સતત પ્રયત્ન કરતી આવી હોય, અને જે નવાં નવાં માંગલિક બળને ઝીલવા જેટલી ઉદારવૃત્તિ પણ ધરાવતી હોય તે વ્યકિત વિનોબાજીની વિચારસરણી અને પ્રવૃત્તિથી કદી અલિપ્ત રહી જ ન શકે એમ હું સમજું છું. એટલે પ્રસ્તુત પૂર્તિ એ પણ ગાંધીજીના જ જીવનસ્ત્રોતને એક ભાગ ગણવો જોઈએ. પ્રસ્તુત પુસ્તકના લેખક છે શ્રી. મનુભાઈ. તેઓ “દર્શક” અને મનુભાઈ પાળીના નામે જાણીતા છે. તેમનાં લખાણે વાચકોમાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે એક વાર તેમનું કાંઈ લખાણ વાગ્યે તે ફરી તેમનાં બીજાં અને નવાં લખાણની ધમાં રહે છે. તેમનાં લખાણની ઘણું વિશેષતાઓ છે, પણ તેમાંથી મુખ્ય મુખ્ય ગણાવવી હોય તે તે આ રહી: વાક્યો યથાસંભવ ટૂંકાં, ભાષા ઘરગથ્થુ છતાં સંસ્કારી, વાચનની વિશાળતા અને ચિંતનનું ઊંડાણ, અનેકવિધ પ્રજાઉત્થાનની પ્રવૃત્તિઓને જાતઅનુભવ અને નિર્વેર સ્પષ્ટભાષિતા. આવી વિશેષતાવાળા લેખકનું ત્રિવેણી પરતક એ વાસ્તવમાં ત્રિવેણુતીર્થ” જ બની રહે છે. મેં એમાં સ્વસ્થ મનથી સ્નાન કર્યું છે, શીતળતા અનુભવી છે. જેઓ આમાં સ્નાન કરશે તેઓ મારા અનુભવની સત્યતાને ભાગ્યે જ ઇન્કારશે. * શ્રી. “દર્શક'ના પુસ્તક “વિણતીર્થ ની પ્રસ્તાવના. 54