SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવેણી સ્નાન [ 849 માતૃભાષાનું માધ્યમ, ગ્રામરચના, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિકેન્દ્રીકરણ, યંત્રવાદ, ગ્રેસ અને રાજકીય પક્ષોના સંબધે, યુદ્ધનાબૂદી, પાયાની કેળવણી વગેરે જે જે સેરે ગાંધીજીની અહિંસાના પાતાળકૂવામાંથી કદી ન સુકાય એવી રીતે ફૂટી અને વહેવા લાગી છે તેના સ્પષ્ટીકરણમાં લેખકે વાચનચિન્તન ઉપરાંત સ્વાનુભવને પણ ઉપયોગ કર્યો છે. તેથી ગાંધીજી વિશેનું આખું નિરૂપણ હરકોઈને માર્ગદર્શક થઈ પડે તેવું છે. ગાંધીજી પછી કર્મયોગપર્યાવસાયી અહિંસાની જીવંતતિ સભા આજે સૌની નજરે વિનોબા આવે છે. આમ તે વિનેબા અનેકવિધ પ્રવૃત્તિ કરતા જ રહ્યા છે, પણ આજે એમની પ્રવૃત્તિઓને સરવાળે એકમાત્ર " ભૂમિદાન " શબ્દમાં સમાઈ જાય છે. લેખકની કર્મશીલ અને ઉદાર દૃષ્ટિ વિનબાને બરાબર પારખી ગઈ છે. તેથી તેમણે ભૂમિદાનમાં પણ વેગ આપ્યો છે અને આપે છે. ભૂમિદાનયાત્રા પ્રસંગે તેમણે જે કાંઈ કહ્યું હશે તેને સંક્ષેપ પૂર્તિરૂપે આ પુસ્તકમાં મૂક્યું છે, તે એક રીતે સુસંગત છે. જે વ્યકિત ગાંધીજીની જીવનદષ્ટિને બરાબર સમજી તેને અમલમાં મૂકવાનો સતત પ્રયત્ન કરતી આવી હોય, અને જે નવાં નવાં માંગલિક બળને ઝીલવા જેટલી ઉદારવૃત્તિ પણ ધરાવતી હોય તે વ્યકિત વિનોબાજીની વિચારસરણી અને પ્રવૃત્તિથી કદી અલિપ્ત રહી જ ન શકે એમ હું સમજું છું. એટલે પ્રસ્તુત પૂર્તિ એ પણ ગાંધીજીના જ જીવનસ્ત્રોતને એક ભાગ ગણવો જોઈએ. પ્રસ્તુત પુસ્તકના લેખક છે શ્રી. મનુભાઈ. તેઓ “દર્શક” અને મનુભાઈ પાળીના નામે જાણીતા છે. તેમનાં લખાણે વાચકોમાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે એક વાર તેમનું કાંઈ લખાણ વાગ્યે તે ફરી તેમનાં બીજાં અને નવાં લખાણની ધમાં રહે છે. તેમનાં લખાણની ઘણું વિશેષતાઓ છે, પણ તેમાંથી મુખ્ય મુખ્ય ગણાવવી હોય તે તે આ રહી: વાક્યો યથાસંભવ ટૂંકાં, ભાષા ઘરગથ્થુ છતાં સંસ્કારી, વાચનની વિશાળતા અને ચિંતનનું ઊંડાણ, અનેકવિધ પ્રજાઉત્થાનની પ્રવૃત્તિઓને જાતઅનુભવ અને નિર્વેર સ્પષ્ટભાષિતા. આવી વિશેષતાવાળા લેખકનું ત્રિવેણી પરતક એ વાસ્તવમાં ત્રિવેણુતીર્થ” જ બની રહે છે. મેં એમાં સ્વસ્થ મનથી સ્નાન કર્યું છે, શીતળતા અનુભવી છે. જેઓ આમાં સ્નાન કરશે તેઓ મારા અનુભવની સત્યતાને ભાગ્યે જ ઇન્કારશે. * શ્રી. “દર્શક'ના પુસ્તક “વિણતીર્થ ની પ્રસ્તાવના. 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249245
Book TitleTriveni Snan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Society
File Size123 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy