Book Title: Triveni Snan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ત્રિવેણીસ્નાન [ ૨૨ ] આ પુસ્તકનું ત્રિવેણી” નામ અનેક દૃષ્ટિએ અર્થવાહી છે. જ્યાં ત્રણે વહેણ મળે અને તેને લીધે જે સ્થાન તીર્થ બને તે ત્રિવેણી, વહેણ શબ્દનું સંસ્કૃત મૂળ વહન છે. વહન એટલે સતત વહેતે સલિલપ્રવાહ. જે પ્રવાહ સતત વહેતે હૈય છે તે સ્વાભાવિકપણે જ સ્વચ્છ હોય છે. આવા ત્રણ જલપ્રવાહે તે દુનિયાની ભૂગોળમાં અનેક સ્થળે મળતા હશે, પણ ત્રિવેણી શબ્દ ભારતીય પરંપરામાં રૂઢ થઈ ગયો છે અને તે પ્રયાગમાં થતા નદીસંગમને ખાસ બોધક છે. આમ તે અત્યારે દેખીતી રીતે એ સંગમમાં ગંગા અને યમુનાનાં જળ મળે છે, પણ પૌરાણિક અને કાંઈક એતિહાસિક માન્યતા એવી છે કે તેમાં સરસ્વતીનાં જળ પણ ભળતાં. તેથી જ કાલિદાસે દિલીપની સસન્ધા પત્ની સુદક્ષિણાને અન્તઃસલિલા સરસ્વતી નદી સાથે સરખાવી સૂચવ્યું છે કે સરસ્વતીને પ્રવાહ ભૂમિઅન્તર્ગત છે. આમ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણ જલપ્રવાહ-વહન-વહેણુ-વેણુના સંગમને ત્રિવેણી કહેવાય છે. જલ, જલરાશિ અને તેમાંયે સતત વહેતા જલરાશિએ પ્રાણીમાત્રને આશ્રય આપે છે. માનવજાતિ તે એના પ્રત્યે મુગ્ધ જ છે. જલરાશિ અને સતત વહેતે જલરાશિ હેાય ત્યાં માનવ અનેક પ્રકારના અહિક ઉપયોગને કારણે વસે છે, ઠરીઠામ થાય છે. પણ કેટલીક વાર એવાં સ્થાનેને માનવજાતિએ “તીર્થ' પદ અપ અસાધારણ મહત્વ આપ્યું છે. આર્યજાતિ આવાં તીર્થોમાં બહુ રાચતી, તેથી જ તેણે જલાશ, ખાસ કરી નદીઓ, મહાનદીઓ અને તેના સંગમને પવિત્ર ભાવે પૂજ્યા છે, અને આજે પણ એ શ્રદ્ધા અટ્રટ છે, કદાચ પ્રવર્ધમાન પણ છે. આવાં સંગમસ્થાને કુદરતી શોભા-સૌંદર્ય અને સગવડને કારણે જ માત્ર આકર્ષક કે તીર્થ નથી બન્યાં, પણ તેના તીર્થપદ સાથે સાંસ્કૃતિક અને ખાસ કરી આધ્યાત્મિક ભાવને જીવતાજાગતે ઈતિહાસ પણ સંકળાયેલ છે. આર્યજાતિએ આવાં જે જે તીર્થો કયાં છે તે તે સ્થાનમાં વિદ્વાને સંતે અને વિશિષ્ટ ત્યાગીઓની એક અખંડ હારમાળા પરાપૂર્વથી ચાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6