Book Title: Tithi Ange Tarkhadat Kem Thayo
Author(s): Anilkumar Jain
Publisher: Kantilal Maneklal Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧૩ ચૌદશ-પકખી જેવા મહાન પર્વની વિરાધના સમજી પૂનમની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા. તેમજ બીજી પણ તિથિઓના ક્ષયવૃદ્ધિ ભીંતીયા પંચાંગમાં મૂળ ચંડાશુ જેવા જ બતાવવાનું શરૂ કર્યું. એમાં એમને એ સંતોષ થયો કે કલ્યાણક તિથિઓનાં આરાધનમાં જે છબરડા વાળતા હતા તે પણ સુધર્યા. દાખલા તરીકે ચિત્ર સુ. ૧૪ને ક્ષય હોય ત્યારે સુ. ૧૩ ને ક્ષય કરી સુ. ૧૪ લખતા હતા અને શ્રી વીર જન્મકલ્યાણક ઉજવવાની મુશીબત ઊભી થતી હતી, કેમકે તેરશને ચૌદશ લખ્યા પછી ત્યાં તેરશ બેલાય નહિ અને બારસે કંઈ ઉદયમાં તેરશ છે નહિ, એટલે કલ્યાણક કઈ તિથિ બેલીને કરવું ? તે એક કેયડે હતે. તે હવે પંચાંગમાં જેમ છે તેમ તેરશ-દશ ભેળાં રાખવાથી કેયડે ઉકલી ગયે. પૂ. આચાર્યો શ્રી સાગરાનંદસૂરીશ્વરજી અને શ્રી વિજય રામચંદ્રસૂરીજી વચ્ચે ચર્ચા સં. ૧૯૯૮માં પાલીતાણા મુકામે પૂજ્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ અને પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વચ્ચે તિથિ સંબંધી ચર્ચા ચાલી, પણ તેમાં કોઈ નિવેડે આવ્યું નહિ, ત્યારે જુદા જુદા પક્ષના આગેવાન ગૃહસ્થોની આગ્રહભરી વિનંતિથી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ જેનેતર મધ્યસ્થ ગૃહસ્થને લવાદ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36