Book Title: Tithi Ange Tarkhadat Kem Thayo
Author(s): Anilkumar Jain
Publisher: Kantilal Maneklal Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ વળનું ફળ જુઓ કે તેઓ આટલા વર્ષમાં ન તો કલ્યાણકનું સત્ય સર્વને માન્ય કરાવી શક્યા, ન પુનમ ક્ષયવૃદ્ધિનું સત્ય અન્યને સમજાવી શક્યા, કે ન ભાદરવા સુદી ૫ ના ક્ષય પ્રસંગે કેઈને પિતાના સંવત્સરી પક્ષમાં રાખી શક્યા. ઊલટું એમના સિવાય બધાં જ બુધવાર સંવત્સરીમાં એક થઈ ગયા. અલબત અમુક વર્ગમાં તિથિસિદ્ધાન્ત સમજાતે થયો. તિથિચર્ચા સંબંધમાં ઘણું સાહિત્ય બહાર પડ્યું છે અને તેમાં રીતસરની દલીલોને બદલે કેટલાંક સ્થળે અંતરનો રોષ ઠાલવવા ગાલિપ્રદાન જેવા શબ્દોને પ્રયોગ પણ થયું છે, જે વાંચીને આપણું હૃદય કંપે છે અને મતાગ્રહને કારણે આપણે ક્યાં જઈને ઊભા છીએ? તે સંબંધી અનેક વિચારોને જન્મ આપે છે. અમને તે લાગે છે કે પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદિધ સૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી. વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પ્રશિષ્યાદિ તથા અન્ય આચાર્યાદિ મુનિમંડળ મહાન વિભૂતિઓ છે, ભવભીરુ છે અને જાણે જઈને ભૂલ કરે તેવા નથી. વળી તેઓ જિનશાસનના પૂર્ણ રાગી હોવાથી તેના અભ્યદયને ચાહનારા છે, એટલે તેને બાધક કશું આચરે નહિ, તેથી તિથિના પ્રશ્નમાં આ જ સુધી તેમણે જે કંઈ કર્યું છે તે પિતાની સમજ પ્રમાણે ભવને ભય રાખીને તથા શાસ્ત્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36