Book Title: Tirthoni Pratishtha kem Sachavay Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ 426 ] દર્શન અને ચિંતનવામાં પણ દુઃખ તે થાય છે; છતાં તેને તાણું કાઢતાં જે દુઃખ થવાનું તે ન થાય એટલા માટે શું તેને અંદર રહેવા દેવામાં ડહાપણુ ગણાશે? એ જ રીતે જૈનપણાની ભાવનામાં જે અભિમાન કે મમતા મમતીને કા ભેંકાય છે અને એને લીધે બન્ને પક્ષો જે રીતે દુભાય છે તે દુઃખ શું ચાલુ રાખવું કે પછી એ હક્કની મમતાના કાંટાને કાઢવા જતાં થનારું દુઃખ સહી લેવું ? આને જે ઉત્તર તે જ તીર્થની પ્રતિષ્ઠાનો માર્ગ છે. આ તે એક રીતે પ્રતિષ્ઠા સાચવવાને, વિચાર થયું. આ વિચાર આધ્યાત્મિક છે. જૈન સમાજની ભાવના આધ્યાત્મિક ભૂમિકા ઉપર ધડાયેલી હોવાથી તેને માટે પ્રથમ રસ્તે આધ્યાત્મિક હોય તે જ સૂચવ એગ્ય છે. પરંતુ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા અને વધારવાને સમયાનુકૂળ માર્ગ વ્યવહાર દૃષ્ટિએ બીજો પણ છે, અને તે એ કે જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં બધાં જ તીર્થસ્થાનેમાં વિદ્યાધામો ઊભાં કરવાં. મકાન તે ત્યાં હોય જ; છેવટે મંદિરે તો હેય જ, અને મંદિરને અમુક ભાગ વિદ્યા જેવા પવિત્ર તત્ત્વના સેવનમાં વપરાય તેથી વધારે રૂડું શું હોઈ શકે? ક્રાંતિનાં પરદેશી બળો ફરજ પાડે અગર તલવાર કે કાયદાની કલમ દબાણ કરે તે પહેલાં સમયને સમજનાર પિતાનાં જ તીર્થોને કે મંદિરને સમાજનાં વિદ્યાધામો બનાવી દે તે કેટલું સુંદર! કોઈ એમ કહે કે ધર્મસ્થાનમાં અર્થ કરી વિદ્યા કેમ શિખવાડાય ?" એને એક સીધે અને ટૂંકે ઉત્તર એ છે કે ભલે અર્થકરી વિદ્યા ન શીખ, તે પણ તમે જેને ધર્મ કરી અને શાસ્ત્રીય વિદ્યા માનતા છે તે તે શીખવે ? જે એમ કહેવામાં આવે કે આજે શાસ્ત્રીય વિદ્યા લેનાર ક્યાં છે? તે એને અર્થ એ થયો કે શાસ્ત્રીય વિદ્યા લેકમાન્ય નથી અને જે લેકગ્રાહ્ય છે તે શીખવી શકાય તેમ નથી; એટલે સમાજ વિદ્યાહીન રહે તો કાંઈ અડચણ નથી. ખરી વાત તે એ છે કે આજે જે આપણી બહિર્મુખ વૃત્તિ મકાન, શણગારે અને દેખાવે પાછળ જ માત્ર વળેલી છે તે તરફથી લલ ખસેડવું જોઈએ અને તે બે રીતે ખસેડી શકાય? આધ્યાત્મિક પ્રદેશમાં જઈને અને વિદ્યાના પ્રદેશમાં જઈને. બીજો માર્ગ સર્વગ્રાહ્ય અને જરૂરી છે, અને તેમાંથી ક્યારેક પહેલા માર્ગને સંભવ પણ છે. જે પુષ્કળ ધન, સમય અને અપાર. બુદ્ધિશક્તિ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા ખાતર ખરચાય છે (અને છતાં નથી, સચવાતી પ્રતિષ્ઠા કે નથી વધતું સામાજિક બળ) તે જ ધન, સમય અને શક્તિ જે તીથ દ્વારા વિદ્યાની વૃદ્ધિ કરવામાં ખરચવામાં આવે તે પરિણામે સમાજ સબળ બને અને તીર્થોની પ્રતિષ્ઠા એક અથવા બીજી રીતે સચવાય. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4