Book Title: Tirthoni Pratishtha kem Sachavay Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય? [[ ૪૫ ગયા-તીર્થોની રક્ષા કરવાના પ્રયત્નમાં તીર્થની પ્રતિષ્ઠા જ લગભગ ગુમાવી બેઠા. હવે બન્ને વચ્ચે એટલે સુધી અંતર વધી ગયું છે કે કેઈ ને એ બન્નેની એકતાનો માર્ગ સૂઝતું જ નથી. જેઓ કાંઈ માર્ગ સૂચવે તેઓ તે એક જ વસ્તુ સચવી શકે, અને તે હક્ક જતો કરવાની અથવા તે ઓછામાં સતિષ માનવાની સૂચના. પરંતુ આ સૂચના સામે વ્યવહારુ લેકે એક જ દલીલ કરે છે અને તે સાવ નિરર્થક પણ નથી. તે દલીલ એ છે કે જો આપણે આ રીતે હકકે જતા જ કરીએ અને ઢીલું મૂકીએ તે આપણે નબળા ગણાઈએ અને નબળ કશુંચ સાચવી ન શકે. ત્યારે શું નબળા બની સર્વસ્વ ગુમાવવું ? આજે એક તે કાલે બીજો, પરમદિવસે ત્રીજો એમ સ્વાર્થીઓ અને દુશ્મને આવવાના અને નબળાઈને લાભ લઈ બધું ઓઈલાં કરવાના ! શું આ રીતે બધું ગુમાવવું? આ દલીલ બને પક્ષોના ડાહ્યા ડાહ્યા માણસોની છે, અને તેમાં વજુદ પણ છે; પરંતુ જ્યાં એક જ વસ્તુ ઉપર અને વિરોધી પક્ષોના સંબંધને સંભવ છે ત્યાં તકરાર બંધ કરવાના ઉપાય શું છે એ પણ વિચારવું તે ઘરે જ. એછામાં ઓછું કે તે એકપક્ષ તદ્દન પાયમાલ થઈ જાય અને બીજો આબાદ રહે અને કાં તો એક અથવા બંને પક્ષ ઉદારતા કેળવે. આ સિવાય ત્રીજો રસ્તે કોઈ પણ છે ખરો? પહેલે રસ્તે શક્ય નથી અને શક્ય હોય તે પણ તે પસંદ કરવા જે છે ખરો ? જમણી આંખ ડાબીને નાશ કરી ટકવા ભાગે એના જેવું એ ઉપાય નથી શું? શ્વેતાંબર છેક જ પાયમાલ થાય તેથી શું દિગંબરનું મહત્વ રહેવાનું? અથવા દિગંબરે બરબાદ થાય એમાં શું શ્વેતાંબરેની મહત્તા ગણાવાની ? જે બન્ને પક્ષ સરખા બળવાળા હશે તે તે જ્યાં લગી મમતા મમતી હશે ત્યાં લગી લડાઈને અંત આવવાને જ નથી. એટલે સમાન બળમાં લડાઈને અંત નથી; અને એકની પાયમાલી પણ પસંદ કરવા જેવી વસ્તુ નથી. ત્યારે પછી માર્ગ શો રહે છે ? એ પ્રશ્ન થાય અને તેનો ઉત્તર જૈન ધર્મ સહેલાઈથી એ જ આપે છે કે સહિષ્ણુતા કેળવવી. એક પક્ષ ઉદાર બનશે ત્યારે તે દેખીતી રીતે ઘણું ગુમાવશે, પણ જે સમાજની અને રાષ્ટ્રની એકતા માટે એ ઉદારતા દાખવવામાં આવી હશે તે તે પક્ષ જ જીત્યો ગણાશે. આમ કરવાથી સામા પક્ષને ઉદારતાને ચેપ લાગ્યા વિના કદી નહિ રહે. તેથી જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ વ્યવહાર દષ્ટિએ પણ તીર્થોની સમાધાન માટે ઉદારતાને જ માર્ગ સામે આવે છે. એક બાજુ તીર્થોને શોભે એવી સાદગી અને સરળતા દાખલ થઈ અને બીજી બાજુ મમતા મમતી ઓછી થઈ, એટલે તીર્થોની પ્રતિષ્ઠા આપોઆપ સચવાવાની અને તેનું તેજ પણ આપોઆપ વધવાનું. - કોટે ભેંકાય છે ત્યારે પણ દુઃખ થાય છે અને તેને ખેંચીને તાણી કાઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4