Book Title: Tirthoni Pratishtha kem Sachavay
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ તીથેોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [ ૨૨ ] જૈન તીર્થીની ઇમારત તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના પાયા ઉપર ઊભી થયેલી છે, તેથી એના પ્રાણુ કે આત્મા પણ એ જ છે. જૈન તીર્થોમાં છે તેના જેવાં અને તેનાથી પણ કદાચ ઢિયાતાં, કારીગરીવાળાં અને કળાપૂર્ણ ભવના અને મહેલ હિંદુસ્તાનમાં અને દુનિયાના ખીજા ભાગમાં કાંઈ ઓછાં નથી, તેમ જ જૈન મંદિરામાં અને જૈન ભડારામાં હોય તે કરતાં લાખા અને કરાટે ગણું ધન કાઈ એકાદ જગ્યાએ જ આજે મેાબૂદ છે; છતાં કાઈ પણ જૈન એ ખજાનાએ અને એ મહેલેમાં તી બુદ્ધિ નથી ધરાવતા, ધર્મબુદ્ધિથી તેની યાત્રા કરવા નથી જતા. એનું કારણ શું છે? આ પ્રશ્નને ઉત્તર દરેકને માટે સહેલા છે, અને તે એ કે એ મહેલ અને ભંડારાની વિભૂતિ કાંઈ તી નથી. તીર્થોના આત્મા । તપ, ત્યાગ, અને અધ્યાત્મચિંતનમાં છે, જે જગ્યામાં કે જે ભૂમિમાં એ ગુણો ખીલ્યા હોય તે ભૂમિ તીર્થોનું કલેવર છે, અને વિશાળ મંદિર કે તેની કારીગરી એ તો માત્ર શરીરના અને શરીર દ્વારા કદાચ આત્માના અલ’કાશ છે. શરીરમાં ચૈતન્ય કે તેજ આત્માને લીધે જ હોય છે અને ધરેણાંઓ પણ, ચૈતન્ય અને તેજ હૈાય ત્યાં લગી જ, શરીરને શાભાવે છે. પ્રાણ વિનાનું શરીર, પછી તે ગમે તેવું હાય છતાં, નથી શેભતું કે નથી પ્રતિષ્ઠા પામતું, અને નિષ્પ્રાણ શરીર ઉપર અલકારા લાવા એ તેા એ શરીરની તેમ જ એને લાદનારની માત્ર મશ્કરી છે. જૈન તીર્થોમાં આત્મા, શરીર, અને આભૂષણ એ ત્રણે મેાબૂદ છે કે કશાની ઊણપ છે એ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે એમાં ઊણપ છે; અને તે ઊણપ શરીર કે અલંકારની નહિ, પણ આત્માની. શરીર અને અલંકારની ઊણપ હોય અને આત્મા સબળ હેય તેા એ ઊપ જરા પણ સાલતી નથી; ઊલટું તેનું મહત્ત્વ વધારે ખીલે છે, પણ જ્યારે આત્માની ઊણપ હેાય ત્યારે ગમે તેવું શરીર અને ગમે તેવાં આભૂષા છતાં એ બધું ફીકું લાગે છે. તપ, ત્યાગ અને અધ્યાત્મચિતનનો આત્મા તીથોમાં કેમ નથી રહ્યો ? અથવા તે કેમ દબાઈ અને કચરાઇ ગયા છે? એ પ્રશ્ન વિચારવા જેવા છે. જેમ જેમ ઊંડા વિચાર કરીએ છીએ તેમ તેમ તેનાં કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4