Book Title: Tirthoni Pratishtha kem Sachavay Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ જર૪ 3, દર્શન અને ચિંતન સ્પષ્ટ તરી આવે છે. એ આત્માને દબાવાનાં અને ક્યરાઈ જવાનાં મુખ્ય એ કારણે છે: (૧) અતિરેક, (૨) મમત્વ અને કલેશ. જ્યારે વૃત્તિ અંતર્મુખ હોય છે ત્યારે જ તપ, ત્યાગાદિ તને જન્મ છે અને વિકસે છે. વૃત્તિ બહિર્મુખ થતાં એ તો ઓસરવા માંડે છે. એ તોને વારસે તે જૈન સમાજને વિચારમાં મળે, પણ વખત જતાં એ સમાજ એની પૂજા--પ્રતિષ્ઠામાં પડી ગયું અને તે પણ સ્થળ પૂજા-પ્રતિષ્ઠા. આ સ્થળ પૂજા–પ્રતિષ્ઠાએ સમાજની વૃત્તિ વધારે બહિર્મુખ કરી અને એમ મનાવા લાગ્યું તથા જાણે-અજાણે એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે જ્યાં વધારે કીંમતી, વધારે કળામય અને સમૃદ્ધ મંદિરો તે તીર્થ બીજ તીર્થો કરતાં વધારે મોટું. આ રીતે બહિર્મુખ વૃત્તિ વધતી ચાલી અને તેને પરિણામે સ્વાભાવિક રીતે જ જે અંતર્મુખ વૃત્તિનો થોડોઘણો સંભવ હતો તે દબાઈ ગયું. પછી તે બાહ્ય દેખાવ તેમજ બાહ્ય શણગાર એટલે બધે અતિરેક થઈ ગયો કે ત્યાગી, તપસ્વી, આધ્યાત્મિક ગણાતા કે મનાતા પુરુષે પણ એ બાહ્ય વિભૂતિ અને આડંબરની વાહવાહમાં ઓછેવત્તે અંશે ધસડાવા લાગ્યા. પરિણામે બાહ્ય શોભાના અતિરેકથી તીર્થોની સાદગી અને સરળતા હણાઈ તેમ જ તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતન માત્ર શબ્દમાં રહી ગયાં. એક બાજુ જેનાથી શાંતિ, સમાધિ, સહિષ્ણુતા અને વિવેકનો સંભવ હતે. એ અંતર્મુખ વૃત્તિ ઓસરી અને બીજી બાજુ જેનાથી કલેશ, કંકાસ અને મમત્વ સિવાય બીજું થવાનો સંભવ જ નથી એવી બહિર્મુખ વૃત્તિ જન્મી. પરિણામ એ આવ્યું કે તીર્થોના કલેવરના હકક વિશે અને એવી બીજી ક્ષુદ્ર બાબતે વિશે ભક્તોમાં ભાગલા પડવા અને તાણુતાણ શરૂ થઈ. બે કજિયાળા કે વચ્ચે જેમ ધણું કચરાય તેમ બે પક્ષોની તાણાવાણી વચ્ચે તીર્થપણું જવા લાગ્યું. હવે જે તીર્થપણું ભાવનામાં, વર્તનમાં હતું તે તીર્થપણું ચડસાચડસીમાં, હારજીતમાં અને કબજો મેળવવામાં મનાવા લાગ્યું. આત્મામાં અને તેથી પોતાની પાસે જ રહેલા તેમ જ કેઈથી છીનવી ન શકાય એવા તીર્થ પણ તરફ દુર્લક્ષ થતાં અને તીર્થપણાની છાયા પાછળ અગર તે કૃત્રિમ તીર્થ પાછળ દોડવા જતાં સહજ વસ્તુ ચાલી ગઈ અને અસહજ વસ્તુ જોખમમાં આવી પડી. તેથી દિગંબરેને હંમેશાં તાંબરે દુશ્મન થઈ પડ્યા અને તેઓ તેમને સ્વાથી તેમ જ નીચે જણાવા લાગ્યા. શ્વેતાંબરેને પણ દિગંબરે વિશે એમ જ થયું. બન્ને પક્ષો તીર્થોને સાચવવા કુરબાની આપવા લાગ્યા, પ્રાણ પાથરવા મંડ્યા; છતાં એમાંથી એજ્ય તીર્થપણું સાચવી શક્યા નહિ અને સૂતાં કે બેસતાં, પ્રત્યેક ક્રિયામાં બને તીર્થરક્ષા વિશે શંકાશીલ અને ભીરુ બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4