Page #1
--------------------------------------------------------------------------
________________
તીથેોની પ્રતિષ્ઠા કેમ સચવાય ?
[ ૨૨ ]
જૈન તીર્થીની ઇમારત તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના પાયા ઉપર ઊભી થયેલી છે, તેથી એના પ્રાણુ કે આત્મા પણ એ જ છે. જૈન તીર્થોમાં છે તેના જેવાં અને તેનાથી પણ કદાચ ઢિયાતાં, કારીગરીવાળાં અને કળાપૂર્ણ ભવના અને મહેલ હિંદુસ્તાનમાં અને દુનિયાના ખીજા ભાગમાં કાંઈ ઓછાં નથી, તેમ જ જૈન મંદિરામાં અને જૈન ભડારામાં હોય તે કરતાં લાખા અને કરાટે ગણું ધન કાઈ એકાદ જગ્યાએ જ આજે મેાબૂદ છે; છતાં કાઈ પણ જૈન એ ખજાનાએ અને એ મહેલેમાં તી બુદ્ધિ નથી ધરાવતા, ધર્મબુદ્ધિથી તેની યાત્રા કરવા નથી જતા. એનું કારણ શું છે? આ પ્રશ્નને ઉત્તર દરેકને માટે સહેલા છે, અને તે એ કે એ મહેલ અને ભંડારાની વિભૂતિ કાંઈ તી નથી. તીર્થોના આત્મા । તપ, ત્યાગ, અને અધ્યાત્મચિંતનમાં છે, જે જગ્યામાં કે જે ભૂમિમાં એ ગુણો ખીલ્યા હોય તે ભૂમિ તીર્થોનું કલેવર છે, અને વિશાળ મંદિર કે તેની કારીગરી એ તો માત્ર શરીરના અને શરીર દ્વારા કદાચ આત્માના અલ’કાશ છે. શરીરમાં ચૈતન્ય કે તેજ આત્માને લીધે જ હોય છે અને ધરેણાંઓ પણ, ચૈતન્ય અને તેજ હૈાય ત્યાં લગી જ, શરીરને શાભાવે છે. પ્રાણ વિનાનું શરીર, પછી તે ગમે તેવું હાય છતાં, નથી શેભતું કે નથી પ્રતિષ્ઠા પામતું, અને નિષ્પ્રાણ શરીર ઉપર અલકારા લાવા એ તેા એ શરીરની તેમ જ એને લાદનારની માત્ર મશ્કરી છે.
જૈન તીર્થોમાં આત્મા, શરીર, અને આભૂષણ એ ત્રણે મેાબૂદ છે કે કશાની ઊણપ છે એ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે એમાં ઊણપ છે; અને તે ઊણપ શરીર કે અલંકારની નહિ, પણ આત્માની. શરીર અને અલંકારની ઊણપ હોય અને આત્મા સબળ હેય તેા એ ઊપ જરા પણ સાલતી નથી; ઊલટું તેનું મહત્ત્વ વધારે ખીલે છે, પણ જ્યારે આત્માની ઊણપ હેાય ત્યારે ગમે તેવું શરીર અને ગમે તેવાં આભૂષા છતાં એ બધું ફીકું લાગે છે. તપ, ત્યાગ અને અધ્યાત્મચિતનનો આત્મા તીથોમાં કેમ નથી રહ્યો ? અથવા તે કેમ દબાઈ અને કચરાઇ ગયા છે? એ પ્રશ્ન વિચારવા જેવા છે. જેમ જેમ ઊંડા વિચાર કરીએ છીએ તેમ તેમ તેનાં કારણે
Page #2
--------------------------------------------------------------------------
________________
જર૪ 3,
દર્શન અને ચિંતન સ્પષ્ટ તરી આવે છે. એ આત્માને દબાવાનાં અને ક્યરાઈ જવાનાં મુખ્ય એ કારણે છે: (૧) અતિરેક, (૨) મમત્વ અને કલેશ.
જ્યારે વૃત્તિ અંતર્મુખ હોય છે ત્યારે જ તપ, ત્યાગાદિ તને જન્મ છે અને વિકસે છે. વૃત્તિ બહિર્મુખ થતાં એ તો ઓસરવા માંડે છે. એ તોને વારસે તે જૈન સમાજને વિચારમાં મળે, પણ વખત જતાં એ સમાજ એની પૂજા--પ્રતિષ્ઠામાં પડી ગયું અને તે પણ સ્થળ પૂજા-પ્રતિષ્ઠા. આ સ્થળ પૂજા–પ્રતિષ્ઠાએ સમાજની વૃત્તિ વધારે બહિર્મુખ કરી અને એમ મનાવા લાગ્યું તથા જાણે-અજાણે એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે
જ્યાં વધારે કીંમતી, વધારે કળામય અને સમૃદ્ધ મંદિરો તે તીર્થ બીજ તીર્થો કરતાં વધારે મોટું. આ રીતે બહિર્મુખ વૃત્તિ વધતી ચાલી અને તેને પરિણામે સ્વાભાવિક રીતે જ જે અંતર્મુખ વૃત્તિનો થોડોઘણો સંભવ હતો તે દબાઈ ગયું. પછી તે બાહ્ય દેખાવ તેમજ બાહ્ય શણગાર એટલે બધે અતિરેક થઈ ગયો કે ત્યાગી, તપસ્વી, આધ્યાત્મિક ગણાતા કે મનાતા પુરુષે પણ એ બાહ્ય વિભૂતિ અને આડંબરની વાહવાહમાં ઓછેવત્તે અંશે ધસડાવા લાગ્યા. પરિણામે બાહ્ય શોભાના અતિરેકથી તીર્થોની સાદગી અને સરળતા હણાઈ તેમ જ તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતન માત્ર શબ્દમાં રહી ગયાં. એક બાજુ જેનાથી શાંતિ, સમાધિ, સહિષ્ણુતા અને વિવેકનો સંભવ હતે. એ અંતર્મુખ વૃત્તિ ઓસરી અને બીજી બાજુ જેનાથી કલેશ, કંકાસ અને મમત્વ સિવાય બીજું થવાનો સંભવ જ નથી એવી બહિર્મુખ વૃત્તિ જન્મી. પરિણામ એ આવ્યું કે તીર્થોના કલેવરના હકક વિશે અને એવી બીજી ક્ષુદ્ર બાબતે વિશે ભક્તોમાં ભાગલા પડવા અને તાણુતાણ શરૂ થઈ. બે કજિયાળા
કે વચ્ચે જેમ ધણું કચરાય તેમ બે પક્ષોની તાણાવાણી વચ્ચે તીર્થપણું જવા લાગ્યું. હવે જે તીર્થપણું ભાવનામાં, વર્તનમાં હતું તે તીર્થપણું ચડસાચડસીમાં, હારજીતમાં અને કબજો મેળવવામાં મનાવા લાગ્યું. આત્મામાં અને તેથી પોતાની પાસે જ રહેલા તેમ જ કેઈથી છીનવી ન શકાય એવા તીર્થ પણ તરફ દુર્લક્ષ થતાં અને તીર્થપણાની છાયા પાછળ અગર તે કૃત્રિમ તીર્થ પાછળ દોડવા જતાં સહજ વસ્તુ ચાલી ગઈ અને અસહજ વસ્તુ જોખમમાં આવી પડી.
તેથી દિગંબરેને હંમેશાં તાંબરે દુશ્મન થઈ પડ્યા અને તેઓ તેમને સ્વાથી તેમ જ નીચે જણાવા લાગ્યા. શ્વેતાંબરેને પણ દિગંબરે વિશે એમ જ થયું. બન્ને પક્ષો તીર્થોને સાચવવા કુરબાની આપવા લાગ્યા, પ્રાણ પાથરવા મંડ્યા; છતાં એમાંથી એજ્ય તીર્થપણું સાચવી શક્યા નહિ અને સૂતાં કે બેસતાં, પ્રત્યેક ક્રિયામાં બને તીર્થરક્ષા વિશે શંકાશીલ અને ભીરુ બની
Page #3
--------------------------------------------------------------------------
________________
તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય?
[[ ૪૫ ગયા-તીર્થોની રક્ષા કરવાના પ્રયત્નમાં તીર્થની પ્રતિષ્ઠા જ લગભગ ગુમાવી બેઠા. હવે બન્ને વચ્ચે એટલે સુધી અંતર વધી ગયું છે કે કેઈ ને એ બન્નેની એકતાનો માર્ગ સૂઝતું જ નથી. જેઓ કાંઈ માર્ગ સૂચવે તેઓ તે એક જ વસ્તુ સચવી શકે, અને તે હક્ક જતો કરવાની અથવા તે ઓછામાં સતિષ માનવાની સૂચના. પરંતુ આ સૂચના સામે વ્યવહારુ લેકે એક જ દલીલ કરે છે અને તે સાવ નિરર્થક પણ નથી. તે દલીલ એ છે કે જો આપણે આ રીતે હકકે જતા જ કરીએ અને ઢીલું મૂકીએ તે આપણે નબળા ગણાઈએ અને નબળ કશુંચ સાચવી ન શકે. ત્યારે શું નબળા બની સર્વસ્વ ગુમાવવું ? આજે એક તે કાલે બીજો, પરમદિવસે ત્રીજો એમ સ્વાર્થીઓ અને દુશ્મને આવવાના અને નબળાઈને લાભ લઈ બધું ઓઈલાં કરવાના ! શું આ રીતે બધું ગુમાવવું? આ દલીલ બને પક્ષોના ડાહ્યા ડાહ્યા માણસોની છે, અને તેમાં વજુદ પણ છે; પરંતુ જ્યાં એક જ વસ્તુ ઉપર અને વિરોધી પક્ષોના સંબંધને સંભવ છે ત્યાં તકરાર બંધ કરવાના ઉપાય શું છે એ પણ વિચારવું તે ઘરે જ. એછામાં ઓછું કે તે એકપક્ષ તદ્દન પાયમાલ થઈ જાય અને બીજો આબાદ રહે અને કાં તો એક અથવા બંને પક્ષ ઉદારતા કેળવે. આ સિવાય ત્રીજો રસ્તે કોઈ પણ છે ખરો? પહેલે રસ્તે શક્ય નથી અને શક્ય હોય તે પણ તે પસંદ કરવા જે છે ખરો ? જમણી આંખ ડાબીને નાશ કરી ટકવા ભાગે એના જેવું એ ઉપાય નથી શું? શ્વેતાંબર છેક જ પાયમાલ થાય તેથી શું દિગંબરનું મહત્વ રહેવાનું? અથવા દિગંબરે બરબાદ થાય એમાં શું શ્વેતાંબરેની મહત્તા ગણાવાની ? જે બન્ને પક્ષ સરખા બળવાળા હશે તે તે જ્યાં લગી મમતા મમતી હશે ત્યાં લગી લડાઈને અંત આવવાને જ નથી. એટલે સમાન બળમાં લડાઈને અંત નથી; અને એકની પાયમાલી પણ પસંદ કરવા જેવી વસ્તુ નથી. ત્યારે પછી માર્ગ શો રહે છે ? એ પ્રશ્ન થાય અને તેનો ઉત્તર જૈન ધર્મ સહેલાઈથી એ જ આપે છે કે સહિષ્ણુતા કેળવવી. એક પક્ષ ઉદાર બનશે ત્યારે તે દેખીતી રીતે ઘણું ગુમાવશે, પણ જે સમાજની અને રાષ્ટ્રની એકતા માટે એ ઉદારતા દાખવવામાં આવી હશે તે તે પક્ષ જ જીત્યો ગણાશે. આમ કરવાથી સામા પક્ષને ઉદારતાને ચેપ લાગ્યા વિના કદી નહિ રહે. તેથી જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ વ્યવહાર દષ્ટિએ પણ તીર્થોની સમાધાન માટે ઉદારતાને જ માર્ગ સામે આવે છે.
એક બાજુ તીર્થોને શોભે એવી સાદગી અને સરળતા દાખલ થઈ અને બીજી બાજુ મમતા મમતી ઓછી થઈ, એટલે તીર્થોની પ્રતિષ્ઠા આપોઆપ સચવાવાની અને તેનું તેજ પણ આપોઆપ વધવાનું. - કોટે ભેંકાય છે ત્યારે પણ દુઃખ થાય છે અને તેને ખેંચીને તાણી કાઢ
Page #4
--------------------------------------------------------------------------
________________ 426 ] દર્શન અને ચિંતનવામાં પણ દુઃખ તે થાય છે; છતાં તેને તાણું કાઢતાં જે દુઃખ થવાનું તે ન થાય એટલા માટે શું તેને અંદર રહેવા દેવામાં ડહાપણુ ગણાશે? એ જ રીતે જૈનપણાની ભાવનામાં જે અભિમાન કે મમતા મમતીને કા ભેંકાય છે અને એને લીધે બન્ને પક્ષો જે રીતે દુભાય છે તે દુઃખ શું ચાલુ રાખવું કે પછી એ હક્કની મમતાના કાંટાને કાઢવા જતાં થનારું દુઃખ સહી લેવું ? આને જે ઉત્તર તે જ તીર્થની પ્રતિષ્ઠાનો માર્ગ છે. આ તે એક રીતે પ્રતિષ્ઠા સાચવવાને, વિચાર થયું. આ વિચાર આધ્યાત્મિક છે. જૈન સમાજની ભાવના આધ્યાત્મિક ભૂમિકા ઉપર ધડાયેલી હોવાથી તેને માટે પ્રથમ રસ્તે આધ્યાત્મિક હોય તે જ સૂચવ એગ્ય છે. પરંતુ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા અને વધારવાને સમયાનુકૂળ માર્ગ વ્યવહાર દૃષ્ટિએ બીજો પણ છે, અને તે એ કે જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં બધાં જ તીર્થસ્થાનેમાં વિદ્યાધામો ઊભાં કરવાં. મકાન તે ત્યાં હોય જ; છેવટે મંદિરે તો હેય જ, અને મંદિરને અમુક ભાગ વિદ્યા જેવા પવિત્ર તત્ત્વના સેવનમાં વપરાય તેથી વધારે રૂડું શું હોઈ શકે? ક્રાંતિનાં પરદેશી બળો ફરજ પાડે અગર તલવાર કે કાયદાની કલમ દબાણ કરે તે પહેલાં સમયને સમજનાર પિતાનાં જ તીર્થોને કે મંદિરને સમાજનાં વિદ્યાધામો બનાવી દે તે કેટલું સુંદર! કોઈ એમ કહે કે ધર્મસ્થાનમાં અર્થ કરી વિદ્યા કેમ શિખવાડાય ?" એને એક સીધે અને ટૂંકે ઉત્તર એ છે કે ભલે અર્થકરી વિદ્યા ન શીખ, તે પણ તમે જેને ધર્મ કરી અને શાસ્ત્રીય વિદ્યા માનતા છે તે તે શીખવે ? જે એમ કહેવામાં આવે કે આજે શાસ્ત્રીય વિદ્યા લેનાર ક્યાં છે? તે એને અર્થ એ થયો કે શાસ્ત્રીય વિદ્યા લેકમાન્ય નથી અને જે લેકગ્રાહ્ય છે તે શીખવી શકાય તેમ નથી; એટલે સમાજ વિદ્યાહીન રહે તો કાંઈ અડચણ નથી. ખરી વાત તે એ છે કે આજે જે આપણી બહિર્મુખ વૃત્તિ મકાન, શણગારે અને દેખાવે પાછળ જ માત્ર વળેલી છે તે તરફથી લલ ખસેડવું જોઈએ અને તે બે રીતે ખસેડી શકાય? આધ્યાત્મિક પ્રદેશમાં જઈને અને વિદ્યાના પ્રદેશમાં જઈને. બીજો માર્ગ સર્વગ્રાહ્ય અને જરૂરી છે, અને તેમાંથી ક્યારેક પહેલા માર્ગને સંભવ પણ છે. જે પુષ્કળ ધન, સમય અને અપાર. બુદ્ધિશક્તિ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા ખાતર ખરચાય છે (અને છતાં નથી, સચવાતી પ્રતિષ્ઠા કે નથી વધતું સામાજિક બળ) તે જ ધન, સમય અને શક્તિ જે તીથ દ્વારા વિદ્યાની વૃદ્ધિ કરવામાં ખરચવામાં આવે તે પરિણામે સમાજ સબળ બને અને તીર્થોની પ્રતિષ્ઠા એક અથવા બીજી રીતે સચવાય. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને.