Book Title: Tirthankaroni Nirvanbhumio Sambandh Stotro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 5
________________ ૨૦૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ मुदितमतिबलमुरारिप्रपूजितो जितकषायरिपुरथ जातः । बृहदूर्जयन्तशिखरो शिखामणिस्त्रिभुवनस्यनेमिर्भगवान् ॥३१॥ पावापुरवरसरसां मध्यगतः सिद्धिवृद्धितपसां महसां । वीरो नीरदनादो भूरिगुणश्चारुशोभमास्पदमगमत् ॥३२॥ सम्मदकरिवनपरिवृत-सम्मेद-गिरिन्द्रमस्तके विस्तीर्णे । शेषा ये तीर्थकराः कीर्तिभृतः प्रार्थितार्थसिद्धिमवापन् ॥३३॥ આ પઘોનું પ્રથન-કૌશલ પણ વિદગ્ધ અને ઉદાત્ત આભિજાત્ય સાથે લાઘવદર્શી ઊર્જસ્વિતા દાખવી રહે છે. સાથે સ્તોત્ર ઝંકૃત ધ્વનિથી દેદીપ્યમાન બની ઊડ્યું છે. કર્તાનાં આગમપ્રવણ વલણ, કર્તુત્વ-સામર્થ્ય, અને અંતરંગમાં વિલસતા કાવ્યગુણો આમ તો દેવનંદિની કૃતિઓમાં દેખાય છે તેની અમુકાશે સમીપનાં છે.પણ સવાલ એ છે કે શું એના એ વિષય પર કર્તાએ બે જુદે જુદે સ્થળે કથન કર્યું હશે? કે પછી નજદીકના જ સમયમાં, કદાચ સાતમીના અંતભાગે, થયેલા કોઈ સમર્થ પણ અજ્ઞાત કર્તાની આ રચના હશે ? સંઘટનની પ્રકૃતિમાં અને શબ્દોની પસંદગીમાં અને કાવ્યપોતના તાણાવાણામાં બંને વચ્ચે થોડોક ફરક તો જરૂર વરતાય છે. એનો તો કંઈક અંશે એ રીતે ખુલાસો કરી શકાય કે બંનેનાં છંદ અલગ પ્રકારનાં છે; અને છંદ જુદા હોય તો કેટલીક વાર ઉપલક દૃષ્ટિએ એક જ કર્તાની કૃતિઓમાં પણ નોખાપણું લાગે. આ બાબતમાં વિશેષ ચોક્કસ નિર્ણય તો ભવિષ્યના વિશેષ ઊંડાણભર્યા, વિશ્લેષણયુક્ત પરીક્ષણ પર છોડું છું. જો કે પ્રથમ દૃષ્ટિએ મને એની શૈલી વરાંગચરિતકાર જટાસિંહનંદી(પ્રાય ઈસ્વી ૬૫૦-૭૦૦)ની હોવાનો ભાસ થયો છે. ઉત્તરની નિર્ગસ્થ પરંપરાની ઈસ્વીસનની પાંચમીથી લઈ ૧૭મી સદીના લગભગ હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો હું જોઈ વળ્યો છું; પણ તેમાં નિર્વાણભૂમિને વિષય બનાવી તેનું આલેખન કરતી કોઈ જ રચના નજરે પડી નથી. દાક્ષિણાત્ય નિરૈન્ય પરંપરા એનાં સંસ્કૃત ભાષા પરના અભુત પ્રભુત્વ, કવિતામાં અજોડ સંગ્રથન નૈપુણ્ય અને ઉચ્ચતમ ગુણવત્તા માટે જ નહીં, પણ નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક, અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા, પ્રશાંત-ગંભીરતાનાં તત્ત્વો સમેત નિબંધરૂપે નિર્ધારિત કરી શકી છે તે ઘટના સહેજે જ પ્રશંસાને પાત્ર બની જાય છે. ટિપ્પણો : ૧. આગમોમાં આચારાંગ (પ્રથમ સ્કંધ), સૂત્રકતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઋષિભાષિતાનિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શૈલી તેમ જ વસ્તુની દષ્ટિએ સૌથી પ્રાચીન છે. જો કે આ પ્રત્યેકમાં જુદા જુદા સમયનાં અને નોખી નોખી શૈલીના સ્તરો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7