Book Title: Tirthankaroni Nirvanbhumio Sambandh Stotro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 6
________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૦૭ ૨. આચારાંગ(પ્રથમ સ્કંધ)ના “ઉપધાન સૂત્ર”માં જિન ‘વીરની તપસ્યાના કાળ(પ્રાય: ઈસ્વી પૂર્વે ૫૧૯ ૫૦૭)નું વિવરણ છે. ૩. આ સ્તોત્રની ઉત્તરની પરંપરામાં ઈસ્વીસની ચોથી શતાબ્દી સુધી, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ સભાષ્યસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩૭૫-૪૦૦) સુધીના કાળમાં, તેમ જ દેવવાચકના નંદીસૂત્ર(પ્રાયઃ ઈ. સ. ૪૫૦-૪૭૫)ના સમય સુધીમાં તો ષ આવશ્યકમાં ગણતરી થતી. તે પછી ઈસ્વીસનુની પાંચમી સદીના અંતિમ ચરણમાં સંકલિત આવશ્યક સૂત્રમાં તેનો સમાવેશ થયો. થોડા પાઠાંતર સાથે આ સ્તોત્ર દિગંબર પરંપરામાં પણ (સંભવતઃ પાપનીય સંઘના માધ્યમ દ્વારા) ઉપલબ્ધ છે. ૪. પાર્શ્વનાથનો “નિર્ઝન્થ” સંપ્રદાય ક્રમશઃ મહાવીરના સંપ્રદાયમાં ભળી જવાથી પ્રસ્તુત જિન તેમ જ તેમના ઉપદેશ સંબદ્ધ મૌલિક જૂનું સાહિત્ય વિલુપ્ત થઈ ગયું. ૫. બૌદ્ધામાં બુદ્ધનું જન્મસ્થાન (લુમ્બિની વન), બોધિપ્રાપ્તિ સ્થાન બુદ્ધ ગયા), ધર્મચક્ર પ્રવર્તન (વારાણસી સમીપ સારનાથ) અને નિર્વાણના સ્થાન(કુશિનગર)નું યાત્રા નિમિત્તે ઘણું મહત્ત્વ હતું. નિર્ગળ્યોમાં તીર્થ કરોનાં એવાં સમાંતર ધામોને પંચકલ્યાણક તીર્થો (ગર્ભ, જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ અને નિર્વાણ)માં સમાવી લેવામાં આવ્યાં. ૬. ઉત્તરની પરંપરાના સંસ્કૃત ટીકાકારો આદિ પ્રાકૃત શબ્દ “સમ્મય'નું સંસ્કૃત રૂપાંતર “સમ્મત' કરે છે; જ્યારે દક્ષિણવાળાઓ “સમ્મદ’ કરે છે. “સમ્મદ’ શબ્દ વિશેષ સમીચીન જણાય છે. મેદ (Mass) પર્વતના ઘોર દળદારપણાના વિશેષ લક્ષણને સ્પષ્ટ કરે છે. જેમ કે “મેદિની' એટલે પૃથ્વી. ૭, દાક્ષિણાત્ય નિર્ચન્થ પરિપાટીમાં અષ્ટાપદ પર્વતને બદલે ઘણી વાર “કૈલાસ” ઉલિખિત છે, જે વાત ઉત્તરની આગમિક પરંપરા અને તદનુવંગી વ્યાખ્યાત્મક સાહિત્યમાં કયાંયે જોવા મળતી નથી પણ પૂર્ણતલગચ્છીય આચાર્ય હેમચંદ્રના અભિધાનચિંતામણિ ૪ / ૧૦૨૮ (પ્રાયઃ ઈ. સ. ૧૧૪૦)માં લાસની “અષ્ટાપદના પર્યાય રૂપેણ નોંધ લેવાઈ છે. ૮. આ સમ્મદ-શિખર તે હાલનું સુપ્રસિદ્ધ તીર્થધામ “પાર્શ્વનાથ-હિલ નહીં પણ ગયા પાસેનો કહુઆ ડુંગર છે એવું અન્વેષકોનું માનવું છે. પાર્શ્વનાથ-હિલ પર કોઈ જ પ્રાચીન અવશેષો નથી મળતા જ્યારે કોહુઆ ડુંગર પર ખડક પર ૨૦ જિનમૂર્તિઓ કંડારેલી જવાય છે અને એક “સમ્મદ...' જેવો શબ્દખંડ ધરાવતા અભિલેખનો ટુકડો મળી આવ્યો છે. ૯. સંભવ છે કે અમેદ-શૈલના મૂળ સ્તૂપ ખોલી, તેમાંથી અચ્યવશેષોનો અમુક અંશ કાઢી, મથુરાના સૂપની તે પર ૨ચના ઈસ્વીસનું પૂર્વની કોઈક સદીમાં, કદાચ મૌર્ય સંમતિના સમયમાં થઈ હોય. ૧૦. અધ્યયનમાં સ્તોત્ર-સાહિત્ય એ મહદંશે ઉપેક્ષિત વિષય રહ્યો છે. હાલમાં જિતેન્દ્ર શાહ સાથે હું શ્રીબૃહ નિર્ચ-સ્તોત્ર-રત્ન-મંજૂષા ગ્રંથનું સંક્લન એવું સંપાદન કરી રહ્યો છું. ૧૧. આ સ્તોત્રો દશભક્તિ અંતર્ગત, ધારાના મહાનુ દિગંબર વ્યાખ્યાનકાર પ્રભાચંદ્ર(કાર્યકાલ પ્રાયઃ ઈ સંદ ૧૦૨૫-૧૦૬૦)ની વૃત્તિ સાથે (યા અન્યથા) અનેક સ્થળોથી છપાયેલાં છે. મેં અહીંની ચર્ચામાં નીચેના બે પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે. (૧) રિયા નાપ: (સં. પન્નાલાલ-સોની-શાસ્ત્રી), આગરા વિ. સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૩૭); Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7