Book Title: Tirthankaroni Nirvanbhumio Sambandh Stotro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249370/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો નિર્ઝન્ય સંપ્રદાયના પ્રાચીનતમ આગમો(પ્રાયઃ ઈ. સ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. પૂ. બીજી શતાબ્દી)ના અવલોકનથી એક વાત તો એ સ્પષ્ટ થાય છે કે તે કાળ સુધી તો કેવળ “અહંત પાર્થ” અને “વીર(જિન વર્ધમાન મહાવીર) સંબદ્ધ જ, અને કેવળ સંક્ષિપ્ત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સંઘદાસ ગણિકૃત બૃહકલ્પભાષ્ય(પ્રાય: ઈસ્વી ૫૫૦)ના કથન અનુસાર (પ્રાયઃ ઈ. પૂ. પ્રથમ શતાબ્દી ઉત્તરાર્ધમાં) આર્ય શ્યામે પાટલિપુત્રમાં સંઘ ભેગો કરી તેની સમક્ષ સ્વરચિત પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ, અને લોકાનુયોગ સમા ગ્રંથોનું વાચન કરી તેને માન્યતા દેવડાવેલી. આમાં પ્રથમાનુયોગમાં ૨૪ તીર્થંકરાદિ શલાકા પુરુષોના જીવન-ચરિત્રનાં વ્યાખ્યાન આપવામાં આવેલાં, એવી ભાષ્યાદિમાં નોંધો છે. સંભવ છે કે ચતુર્વિશતિ તીર્થકરોની કલ્પનાનો આવિષ્કાર યા વિભાગ સૌ પ્રથમ પ્રસ્તુત ગ્રંથમાં થયો હોય. પણ સ્પષ્ટ રૂપે ચોવીસ તીર્થકરોની નામાવલી અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ ચતુર્વિશતિ-સ્તવ (પ્રાયઃ ઈ. સ. પૂ. પહેલી સદી કે ઈ. સની પહેલી સદી) અંતર્ગત મળે છે. આ સ્તોત્ર આર્ય શ્યામ વિરચિત પ્રથમાનુયોગના મંગલ રૂપે રચાયું હશે ? ગમે તે હોય, કુષાણથી લઈ ગુપ્તકાળ સુધીમાં રચાઈ ચૂકેલ સ્થાનાંગાદિ આગમોમાં તીર્થકરોનાં પૂર્વભવો, જન્માદિના નક્ષત્રો અને માસ-તિથિ, માતાપિતાનાં નામ, એમનાં ગણધરાદિ(પ્રમુખ શિષ્યાદિ)નાં નામ, તીર્થકરોનાં આયુષ્ય, શરીરનાં કદ, ઈત્યાદિની સંક્ષિપ્ત વિગતો અન્યથા પૂરા નિર્ચન્ધ-પૌરાણિક રંગપૂર્વકના ભગીરથ આંકડાઓ સમેત અપાયેલી છે. અહંતુ વર્ધમાનનું અમુકાશે ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ આચારાંગ-સૂત્રના પ્રથમ સ્કંધ “ભાવના” અધ્યયન (એનો પ્રાચીનતમ ભાગ પ્રાય: ઈસ્વી ૧-૨ શતાબ્દી) અને પર્યુષણાકલ્પ અંતર્ગત “જિનચરિત્ર” (સંકલન ઈસ્વી ૫૦૩ / ૫૧૬) તેમ જ આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ૬૦૦ + ૬૫૦)માં અપાયેલું છે : (કેટલીક હકીકતો ઈસ્વીસની ત્રીજી શતાબ્દીમાં, અમુક કિસ્સાઓમાં સંભવતઃ પૂર્વ મૃતિઓ પર આધારિત-સંકલિત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના પાંચમા “અંગ” આગમમાં પણ મળે છે.) જિન ઋષભનું પૌરાણિક ચરિત્ર જંબુદ્વીપપ્રજ્ઞતિના પ્રક્ષિપ્ત “કથાનુયોગ” હિસ્સામાં (પ્રાયઃ ઈસ્વી ત્રીજી શતાબ્દી), તેમ જ પછીના ૫૦ કઅંતર્ગત ઉપર કથિત “જિનચરિત્ર”માં), અને જિન અરિષ્ટનેમિ સંબદ્ધ હકીકતો ઉત્તરાધ્યયનસૂત્રના “રથનેમિ” અધ્યયન(પ્રાય : ઈસ્વી પહેલી-બીજી શતાબ્દી)થી શરૂ કરી છૂટા છવાયા રૂપમાં સ્થાનાંગ (વર્તમાન સંકલન પ્રાયઃ ઈસ્વી ૩૫૩), વૃષિણેદશા, (ત્રીજી-ચોથી શતાબ્દી), આદિ આગમોમાં પ્રાપ્ત છે. આ સિવાય આગેમિક વ્યાખ્યાઓ-નિર્યુક્તિઓ ભાષ્યો, અને વિશેષ કરીને આવશ્યકચૂર્ણિ આદિમાં પણ મળી આવે છે. અહેતુ પાર્શ્વના સિદ્ધાંત સંબદ્ધ સામાન્ય વિગતો ઋષિભાષિતાનિ (સંકલન ઈ. પૂ. Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૦૩ પ્રથમ શતાબ્દી) અને તેમના સંઘ વિશે સ્થાનાંગ, પર્યુષણાકલ્પ “જિનચરિત્ર” વિભાગ), આદિ આગમોમાં છૂટી છવાયી હકીકતો રૂપે પ્રાપ્ત છે. જ્યારે અન્ય જિનો વિશે તો બહુ જ ટૂંકાણમાં ઉપર્યુક્ત આગમોમાં નોંધો મળે છે. આચારાંગનિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી પરપ)માં નિર્ઝન્ય દષ્ટિએ “તીર્થની વ્યાખ્યા કરતી વખતે તેની અંદર તીર્થકરોનાં જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ, અને નિર્વાણપ્રાપ્તિનાં સ્થાનોને આવરી લીધાં છે. અને આમ એ પ્રથા બૌદ્ધ સંપ્રદાયમાં પ્રાચીન કાળથી પ્રવર્તમાન પરંપરાની ઘણી સમીપ જાય છે". તીર્થકરોની જન્મભૂમિ રૂપેણ નગર-નગરીઓની નામાવલી સંબંધકર્તા આગમોમાં ગણાવી દીધી છે; પણ નિર્વાણભૂમિ સંબંધમાં તેમ નથી. ઐતિહાસિક દષ્ટિએ તો જિન મહાવીરની નિર્વાણભૂમિ “મલ' ગણતંત્રની એક રાજધાની, પુરાતન કુશીનગર(કુશીનારા, કસીયા)ની ઉત્તર બાજુએ રહેલ મધ્યમા પાવા (સંભવતઃ હાલનું પડરોના) હતી અને પાર્શ્વનાથનું નિર્વાણ સ્થળ “સમેયસેલ” (સંમેતશિખર કે સમ્મદશૈલ) હતું. આદિ જિન ઋષભનું નિર્વાણ સ્થાન જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, પર્યુષણાકલ્પ અને પછીનાં સ્તોત્રો અનુસાર અષ્ટાપદપર્વત હતું, જ્યારે ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યનું મુક્તિ-સ્થળ પર્યુષણાકલ્પ, તીર્થાવકાલિકપ્રકીર્ણ (પ્રાયઃ ઈસ્વી પ૫૦) આદિ અનુસાર ચંપા હતું; તો ૨૨મા જિન અરિષ્ટનેમિ ઉજ્જયંતગિરિ (ગિરનાર) પર મોક્ષે ગયાનું જ્ઞાતાધર્મકથા (પ્રાયઃ ઈસ્વી ત્રીજી-ચોથી શતાબ્દી) આવશ્યકનિયુક્તિ (પ્રાયઃ ઈસ્વી પ૨૫), તીથવકાલિક-પ્રકીર્ણક, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યકભાષ્ય(પ્રાયઃ ઈસ્વી ૫૮૫)માં નોંધાયેલું છે. જ્યારે વીર નિર્વાણના સ્થાનરૂપે પાવાનો ઉલ્લેખ આગમોમાં તો પશ્ચાત્કાલીન પર્યુષણાકલ્પ અને આવશ્યક નિર્યુક્તિ તેમ જ વિશેષાવશ્યક ભાષ્ય જેવા આગમિક વ્યાખ્યા-ગ્રંથો તેમ જ તીર્થાવકાલિક પ્રકીર્ણકમાં જ મળે છે. અલબત્ત છઠ્ઠા-સાતમા સૈકાની આ નિર્ઝન્ય સાહિત્યની નોંધોથી પ્રાચીનતર બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં પણ પાવામાં જ “નિગંઠ નાતપુત” એટલે કે જિન મહાવીર નિર્વાણ પામ્યાનું નોંધાયું છે. પણ બાકી રહેતા ૨૦ જિનોનું નિર્વાણ ક્યાં થયેલું તેની તો મોડેથી બનેલા પર્યુષણાકલ્પ (“જિન ચરિત્ર” વિભાગ) સમેત ઉપલબ્ધ આગમોમાં તો ક્યાંયે નોંધ નથી. પણ પછીથી તરતના કાળમાં આ પ્રશ્નનો ઉત્તર આવશ્યકનિયુક્તિ અને કદાચ તેને અનુસરીને તીર્થાવકાલિકપ્રકીર્ણક અને વિશેષાવશ્યકભાષ્યમાં એ રીતે આપવામાં આવ્યો કે શેષ બધા (એટલે કે બાકી રહેતા ૨૦) પણ “સંમેય-સેલ” પર મોક્ષે ગયેલા. દાક્ષિણાત્ય નિર્મન્થ પરંપરાના આગમવત ગ્રંથ ત્રિલોકપ્રજ્ઞપ્તિ (પ્રાય ઈસ્વી પ૫૦)માં પણ ઉપરની જ હકીક્તોનું સમર્થન છે. બુદ્ધની નિર્વાણભૂમિ પર તેમ જ એમના શરીરાવશેષો પર અન્યત્ર સ્તૂપો રચાયેલા તેવું Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પાલિ ત્રિપિટક પરથી અને પુરાવશેષો પરથી જાણીએ છીએ; પણ જિન મહાવીરનાં અસ્થિ પર પાવામાં કે અન્યત્ર સ્તૂપ રચાયાનું નોંધાયેલું નથી. પણ અષ્ટાપદ પર્વત પર ઋષભ-પુત્ર ચક્રવર્તી ભરતે જિનનું મંદિર બાંધ્યાનું આવશ્યકચૂર્ણિ કહે છે. અને સંભવ છે કે સંમેતશિખર પર પાર્શ્વનાથનો સ્તૂપ હોય; કંઈ નહીં તોયે મથુરામાં તો આવો સૂપ હતો જ. નિર્ગસ્થ સંપ્રદાયની અસ્તિત્વમાન પરંપરાઓમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં સેંકડો સ્તવ-સ્તોત્રો, સ્તુતિ-સ્તવનો રચાયેલાં છે. તેમાં ગુણવત્તાના દૃષ્ટિકોણથી કેટલાંક તો સમગ્ર ભારતીય સ્તોત્ર સાહિત્યમાં અગ્રિમ હરોળમાં સ્થાન પામવાની યોગ્યતા ધરાવે છે. સ્તોત્ર સાહિત્યના અધ્યયન દરમિયાન તીર્થકરોની નિર્વાણભૂમિ સંબદ્ધ બે સ્તોત્રો મારા જોવામાં આવ્યાં છે. બંને નિર્ચન્થ દર્શનની દાક્ષિણાત્ય પરંપરામાં રચાયેલાં છે. તેમાં એક તો મહાન સૈદ્ધાત્તિક એવું દાર્શનિક વિદ્વાન તેમ જ લક્ષણશાસ્ત્રી અને બેજોડ વ્યાખ્યાકાર પૂજ્યપાદ દેવનંદિ(પ્રાયઃ ઈસ્વી ૬૩પ-૬૮૦)ની રચના મનાય છે, જે તેની શૈલીનાં લક્ષણો ધ્યાનમાં લેતાં એમની હોવાનો ઘણો સંભવ છે. બીજું પણ જો કે સંપ્રદાયમાં તો તેમની જ કૃતિ મનાય છે, પણ તેની શૈલી અત્યંત ઊંચી કોટીની હોવા છતાં ભિન્ન પ્રકારની, પ્રામધ્યકાલીન પછીની તો નહીં જ, અને સાહિત્યિક દૃષ્ટિએ થોડીક વિશેષ વિકસિત દશાની છે. બેઉ સ્તોત્રો નિઃશંક ઉત્તમ કોટીનાં હોઈ, તેમ જ ગુજરાત તરફના નિર્ઝન્થ-નિર્ગળેતર વિદ્વાનો તેનાથી પ્રાયઃ અજ્ઞાત હોઈ અહીં એ બંનેના સાર-ભાગને ઉદ્દેકીને તેનાં ગુણ-લક્ષણાદિની સંક્ષિપ્ત રૂપે સમાલોચના કરવા વિચાર્યું છે. પ્રથમ સ્તોત્ર “દ્વાદશિકા” રૂપે રચાયું છે, તેનું પહેલું પદ્ય ઉપોદ્દાત સ્વરૂપનું છે અને પછીનાં પદોમાં અનુક્રમે જિન ઋષભ, જિન વાસુપૂજ્ય, અરિષ્ટનેમિ અને વીરનાં નિર્વાણસ્થાનો ઓજસપૂર્વક ઉલ્લિખિત છે. (તે પછીનાં ૪ પદ્યો જિનેન્દ્રોની નિર્વાણ તિથિઓ અને નિર્ઝન્ય ઇતિહાસ તેમ જ પૌરાણિક કથાનકોનાં પાત્રોની નિર્વાણભૂમિઓ સંબંધિત છે. તેમાંથી નિર્ચન્થદર્શનમાં પાંડવોની નિર્વાણભૂમિ તરીકે મનાતા શત્રુંજયગિરિ વિષયક પદ્યાર્ધનું પણ અવતરણ અહીં તેની અતીવ સુંદર ગુંફનલીલાને કારણે ત્યાં અંતભાગે સમાવિષ્ટ કરી લીધું છે.) यत्रार्हतां गणभृतां श्रुतपारगाणां निर्वाणभूमिरिह भारतवर्षजानाम् । तामद्य शुद्धमनसा क्रियया वचोभिः संस्तोतुमुद्यतमतिः परिणौमि भक्त्या ॥२१॥ कैलासशैलशिखरे परिनिर्वृतोऽसौ शैलेशिभावमुपपद्यवृषो महात्मा । चंपापुरे च वसुपूज्यसुतः सुधीमान् सिद्धि परामुपगतो गतराबबंध ॥२२॥ यत्प्रार्थ्यते शिवमयं विबुधेश्वराद्यैः पाखंडिभिश्च परमार्थगवेषशीलैः । नष्टाष्टकर्मसमये तदरिष्टनेमिः संप्राप्तवान् क्षितिधरे बृहदूर्जयन्ते ॥२३॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો पावापुरस्य बहिरुन्नतभूमिंदेशे पद्मोत्पलाकुलवतां सरसां हि मध्ये | श्रीवर्द्धमानजिनदेव इति प्रतीतो निर्वाणमाप भगवान्प्रविधतपाप्मा ॥२४॥ शेषास्तु ते जिनवरा जितमोहमला ज्ञानार्कभूरिकिरणैरवभास्य लोकान् । स्थानं परं निरवधारितसौख्यनिष्ठं सम्मेदपर्वततले समवापुरीशाः ॥ २५ ॥ અને शत्रुंजये नगवरे दमितारिपक्षाः पंडोः सुताः परमनिर्वृतिमभ्युपेताः ॥२८॥ નિર્વાણભૂમિની નામાવલી એક એવી વસ્તુ છે કે તેને આમ તો સરસ અને સુષુ પદ્યબંધમાં ગૂંથી લેવી જ દુષ્કર છે; અને બીજી બાજુ વિષયની ગંભીરતા તેમ જ ગરિમાને લક્ષમાં રાખતાં ત્યાં નિત્ય ઉપયોગમાં લેવાતા લાલિત્યદ્યોતક સાહિત્યિક અલંકારો, રમણીય ચેષ્ટાઓ, આહ્લાદજનક વિશેષણો અને ચમત્કારોત્પાદક ચાતુરીને સ્થાન નથી. આવી પરિસ્થિતિમાં કૃતિનું સાફલ્ય અત્યંત લાઘવપ્રધાન, સધન પણ ઋજુ અને પ્રશાંત રીતે વહેતા મૈત્રીપૂર્ણ શબ્દસમૂહોની ઔચિત્યપૂર્ણ પસંદગી અને તેના સુયોજિત સંઘટન પર જ અવલંબે; અને આવું કઠિન કાર્ય પૂજ્યપાદ દેવનંદિ સરખી વિભૂતિ સિવાય બીજું કોણ કરી શકે ? એમની એક અન્ય ઉત્કૃષ્ટ પઘાત્મક કૃતિ, સમાધિતંત્ર અપરનામ સમાધિશતકના બે’એક પદ્ય પ્રસ્તુત ગુણોનાં જ અવલંબનનાં દૃષ્ટાંત રજૂ કરતાં હોઈ તુલનાર્થે અહીં ઉદ્ધૃત કરીશું : जयन्ति यस्यावदतोऽपि भारती- विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ||२॥ ૨૦૫ मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननीं जननाद्विमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥ १०५॥ નિર્વાણભૂમિ સંબદ્ધ બીજી કૃતિ છે નન્દીશ્વરદ્વીપસ્તુતિ. એમાં નંદીશ્વરદ્વીપની પ્રભાવકારી, રસાત્મક, સમાસપૂર્વકની સુગ્રથિત વર્ણના પછીનાં પદ્યોમાં ૧૭૦ ધર્મક્ષેત્રોના જિનેન્દ્રોને વંદના દેવાના સંકલ્પ સાથે પાંચ પઘોમાં સાંપ્રત અવત્સર્પિણી કાળનાં ચતુર્વિંશતિ તીર્થંકરોની નિર્વાણભૂમિના વિષયને સ્પર્શો છે : યથા : :. अस्यामवसर्पिण्यां वृषभजिनः प्रथमतीर्थकर्ता भर्ता । अष्टापदगिरिमस्तकगतस्थितो मुक्तिमाप पापान्मुक्तः ॥ २९॥ श्रीवासुपूज्यभगवान् शिवासु पूजासु पूजितस्त्रिदशानां । चंपायां दुरितहरः परमपदं प्रापदापदामन्तगतः ॥३०॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ मुदितमतिबलमुरारिप्रपूजितो जितकषायरिपुरथ जातः । बृहदूर्जयन्तशिखरो शिखामणिस्त्रिभुवनस्यनेमिर्भगवान् ॥३१॥ पावापुरवरसरसां मध्यगतः सिद्धिवृद्धितपसां महसां । वीरो नीरदनादो भूरिगुणश्चारुशोभमास्पदमगमत् ॥३२॥ सम्मदकरिवनपरिवृत-सम्मेद-गिरिन्द्रमस्तके विस्तीर्णे । शेषा ये तीर्थकराः कीर्तिभृतः प्रार्थितार्थसिद्धिमवापन् ॥३३॥ આ પઘોનું પ્રથન-કૌશલ પણ વિદગ્ધ અને ઉદાત્ત આભિજાત્ય સાથે લાઘવદર્શી ઊર્જસ્વિતા દાખવી રહે છે. સાથે સ્તોત્ર ઝંકૃત ધ્વનિથી દેદીપ્યમાન બની ઊડ્યું છે. કર્તાનાં આગમપ્રવણ વલણ, કર્તુત્વ-સામર્થ્ય, અને અંતરંગમાં વિલસતા કાવ્યગુણો આમ તો દેવનંદિની કૃતિઓમાં દેખાય છે તેની અમુકાશે સમીપનાં છે.પણ સવાલ એ છે કે શું એના એ વિષય પર કર્તાએ બે જુદે જુદે સ્થળે કથન કર્યું હશે? કે પછી નજદીકના જ સમયમાં, કદાચ સાતમીના અંતભાગે, થયેલા કોઈ સમર્થ પણ અજ્ઞાત કર્તાની આ રચના હશે ? સંઘટનની પ્રકૃતિમાં અને શબ્દોની પસંદગીમાં અને કાવ્યપોતના તાણાવાણામાં બંને વચ્ચે થોડોક ફરક તો જરૂર વરતાય છે. એનો તો કંઈક અંશે એ રીતે ખુલાસો કરી શકાય કે બંનેનાં છંદ અલગ પ્રકારનાં છે; અને છંદ જુદા હોય તો કેટલીક વાર ઉપલક દૃષ્ટિએ એક જ કર્તાની કૃતિઓમાં પણ નોખાપણું લાગે. આ બાબતમાં વિશેષ ચોક્કસ નિર્ણય તો ભવિષ્યના વિશેષ ઊંડાણભર્યા, વિશ્લેષણયુક્ત પરીક્ષણ પર છોડું છું. જો કે પ્રથમ દૃષ્ટિએ મને એની શૈલી વરાંગચરિતકાર જટાસિંહનંદી(પ્રાય ઈસ્વી ૬૫૦-૭૦૦)ની હોવાનો ભાસ થયો છે. ઉત્તરની નિર્ગસ્થ પરંપરાની ઈસ્વીસનની પાંચમીથી લઈ ૧૭મી સદીના લગભગ હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો હું જોઈ વળ્યો છું; પણ તેમાં નિર્વાણભૂમિને વિષય બનાવી તેનું આલેખન કરતી કોઈ જ રચના નજરે પડી નથી. દાક્ષિણાત્ય નિરૈન્ય પરંપરા એનાં સંસ્કૃત ભાષા પરના અભુત પ્રભુત્વ, કવિતામાં અજોડ સંગ્રથન નૈપુણ્ય અને ઉચ્ચતમ ગુણવત્તા માટે જ નહીં, પણ નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક, અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા, પ્રશાંત-ગંભીરતાનાં તત્ત્વો સમેત નિબંધરૂપે નિર્ધારિત કરી શકી છે તે ઘટના સહેજે જ પ્રશંસાને પાત્ર બની જાય છે. ટિપ્પણો : ૧. આગમોમાં આચારાંગ (પ્રથમ સ્કંધ), સૂત્રકતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઋષિભાષિતાનિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શૈલી તેમ જ વસ્તુની દષ્ટિએ સૌથી પ્રાચીન છે. જો કે આ પ્રત્યેકમાં જુદા જુદા સમયનાં અને નોખી નોખી શૈલીના સ્તરો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૦૭ ૨. આચારાંગ(પ્રથમ સ્કંધ)ના “ઉપધાન સૂત્ર”માં જિન ‘વીરની તપસ્યાના કાળ(પ્રાય: ઈસ્વી પૂર્વે ૫૧૯ ૫૦૭)નું વિવરણ છે. ૩. આ સ્તોત્રની ઉત્તરની પરંપરામાં ઈસ્વીસની ચોથી શતાબ્દી સુધી, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ સભાષ્યસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩૭૫-૪૦૦) સુધીના કાળમાં, તેમ જ દેવવાચકના નંદીસૂત્ર(પ્રાયઃ ઈ. સ. ૪૫૦-૪૭૫)ના સમય સુધીમાં તો ષ આવશ્યકમાં ગણતરી થતી. તે પછી ઈસ્વીસનુની પાંચમી સદીના અંતિમ ચરણમાં સંકલિત આવશ્યક સૂત્રમાં તેનો સમાવેશ થયો. થોડા પાઠાંતર સાથે આ સ્તોત્ર દિગંબર પરંપરામાં પણ (સંભવતઃ પાપનીય સંઘના માધ્યમ દ્વારા) ઉપલબ્ધ છે. ૪. પાર્શ્વનાથનો “નિર્ઝન્થ” સંપ્રદાય ક્રમશઃ મહાવીરના સંપ્રદાયમાં ભળી જવાથી પ્રસ્તુત જિન તેમ જ તેમના ઉપદેશ સંબદ્ધ મૌલિક જૂનું સાહિત્ય વિલુપ્ત થઈ ગયું. ૫. બૌદ્ધામાં બુદ્ધનું જન્મસ્થાન (લુમ્બિની વન), બોધિપ્રાપ્તિ સ્થાન બુદ્ધ ગયા), ધર્મચક્ર પ્રવર્તન (વારાણસી સમીપ સારનાથ) અને નિર્વાણના સ્થાન(કુશિનગર)નું યાત્રા નિમિત્તે ઘણું મહત્ત્વ હતું. નિર્ગળ્યોમાં તીર્થ કરોનાં એવાં સમાંતર ધામોને પંચકલ્યાણક તીર્થો (ગર્ભ, જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ અને નિર્વાણ)માં સમાવી લેવામાં આવ્યાં. ૬. ઉત્તરની પરંપરાના સંસ્કૃત ટીકાકારો આદિ પ્રાકૃત શબ્દ “સમ્મય'નું સંસ્કૃત રૂપાંતર “સમ્મત' કરે છે; જ્યારે દક્ષિણવાળાઓ “સમ્મદ’ કરે છે. “સમ્મદ’ શબ્દ વિશેષ સમીચીન જણાય છે. મેદ (Mass) પર્વતના ઘોર દળદારપણાના વિશેષ લક્ષણને સ્પષ્ટ કરે છે. જેમ કે “મેદિની' એટલે પૃથ્વી. ૭, દાક્ષિણાત્ય નિર્ચન્થ પરિપાટીમાં અષ્ટાપદ પર્વતને બદલે ઘણી વાર “કૈલાસ” ઉલિખિત છે, જે વાત ઉત્તરની આગમિક પરંપરા અને તદનુવંગી વ્યાખ્યાત્મક સાહિત્યમાં કયાંયે જોવા મળતી નથી પણ પૂર્ણતલગચ્છીય આચાર્ય હેમચંદ્રના અભિધાનચિંતામણિ ૪ / ૧૦૨૮ (પ્રાયઃ ઈ. સ. ૧૧૪૦)માં લાસની “અષ્ટાપદના પર્યાય રૂપેણ નોંધ લેવાઈ છે. ૮. આ સમ્મદ-શિખર તે હાલનું સુપ્રસિદ્ધ તીર્થધામ “પાર્શ્વનાથ-હિલ નહીં પણ ગયા પાસેનો કહુઆ ડુંગર છે એવું અન્વેષકોનું માનવું છે. પાર્શ્વનાથ-હિલ પર કોઈ જ પ્રાચીન અવશેષો નથી મળતા જ્યારે કોહુઆ ડુંગર પર ખડક પર ૨૦ જિનમૂર્તિઓ કંડારેલી જવાય છે અને એક “સમ્મદ...' જેવો શબ્દખંડ ધરાવતા અભિલેખનો ટુકડો મળી આવ્યો છે. ૯. સંભવ છે કે અમેદ-શૈલના મૂળ સ્તૂપ ખોલી, તેમાંથી અચ્યવશેષોનો અમુક અંશ કાઢી, મથુરાના સૂપની તે પર ૨ચના ઈસ્વીસનું પૂર્વની કોઈક સદીમાં, કદાચ મૌર્ય સંમતિના સમયમાં થઈ હોય. ૧૦. અધ્યયનમાં સ્તોત્ર-સાહિત્ય એ મહદંશે ઉપેક્ષિત વિષય રહ્યો છે. હાલમાં જિતેન્દ્ર શાહ સાથે હું શ્રીબૃહ નિર્ચ-સ્તોત્ર-રત્ન-મંજૂષા ગ્રંથનું સંક્લન એવું સંપાદન કરી રહ્યો છું. ૧૧. આ સ્તોત્રો દશભક્તિ અંતર્ગત, ધારાના મહાનુ દિગંબર વ્યાખ્યાનકાર પ્રભાચંદ્ર(કાર્યકાલ પ્રાયઃ ઈ સંદ ૧૦૨૫-૧૦૬૦)ની વૃત્તિ સાથે (યા અન્યથા) અનેક સ્થળોથી છપાયેલાં છે. મેં અહીંની ચર્ચામાં નીચેના બે પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે. (૧) રિયા નાપ: (સં. પન્નાલાલ-સોની-શાસ્ત્રી), આગરા વિ. સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૩૭); Page #7 -------------------------------------------------------------------------- ________________ 208 નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (2) ફુગ્વઝ-મન-સિદ્ધાંત પડાવત, શ્રી દિગંબર જૈન કુંથુ વિજય ગ્રંથમાલા સમિતિ, જયપુર 1982, પૃ 139-140 તથા પૃ. 144-145, 12. પ્રભાચંદ્રના કથન અનુસાર સંસ્કૃત ભક્તિઓ પાદપૂજ્ય સ્વામી(પૂજયપાદ દેવનંદિ)ની રચેલી છે. પણ પં. નાથુરામ પ્રેમી આદિ વિદ્વાનોને આ અનુશ્રુતિની સત્યતામાં સંદેહ છે. (જુઓ પ્રેમી, “દેવનંદિકા જૈનેન્દ્ર વ્યાકરણ”. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, મુંબઈ, 1956, પૃ. 48; તથા સદરહુ ગ્રંથમાં “હમારે તીર્થક્ષેત્ર”, પૃ. 423.) 13. દશભક્તિઓમાં “નિર્વાણ ભક્તિ” આજે જે રૂપે મળે છે તેમાં પ્રથમનાં 20 પદ્યો તો “વીર પંચાલ્યાણક સ્તોત્ર” રૂપેણ કોઈ અલગ કર્તાની ભિન્ન શૈલીમાં (મોટે ભાગે જટા સિંહનંદીની શૈલીમાં જુદા જ છંદમાં, નોખી જ રચના છે. 14. ઉપર્યુક્ત “નિર્વાણભક્તિમાં “વીર પંચકલ્યાણક સ્તોત્ર” પછીથી આવતાં 12 પદ્યો જ અસલી નિર્વાણભૂમિસ્તોત્ર” છે. 15. આ માન્યતા ક્ષત્રપ કાળના ઉત્તરાર્ધમાં રચાયેલ આગમોમાં સૌ પ્રથમ જ દેખા દે છે. 16. દશ ભક્તિઓમાં “નંદીશ્વરભક્તિ” નામની રચના મૂળે બે ભિન્ન ભિન્ન રચનાઓનું જોડાયેલું સ્વરૂપ છે. ૧થી 28 પધો સુધીની જ રચના “નંદીશ્વરસ્તુતિ” છે. તે પછીના ૨૯થી 37 સુધીનાં પડ્યો “નિર્વાણભૂમિસ્તુતિ” છે અને ત્યાર બાદના ૩૮થી લઈ 60 સુધીનાં 23 પધો તીર્થકરોનાં અતિશય અને અષ્ટમહાપ્રાતિહાર્ય સંબદ્ધ છે. આમ આ ત્રણે રચનાઓ જો એક જ કર્તાની હોય તો પણ ત્રણ પૃથકુ વિષયને આવરી લેતી રચનાઓ જ માનવી જોઈએ. (આ સંબંધમાં વિસ્તારપૂર્વક અને સપ્રમાણ ચર્ચા હું અન્યત્ર એક અંગ્રેજી લેખમાં કરી રહ્યો છે.)