Book Title: Tirthankaroni Nirvanbhumio Sambandh Stotro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો નિર્ઝન્ય સંપ્રદાયના પ્રાચીનતમ આગમો(પ્રાયઃ ઈ. સ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. પૂ. બીજી શતાબ્દી)ના અવલોકનથી એક વાત તો એ સ્પષ્ટ થાય છે કે તે કાળ સુધી તો કેવળ “અહંત પાર્થ” અને “વીર(જિન વર્ધમાન મહાવીર) સંબદ્ધ જ, અને કેવળ સંક્ષિપ્ત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સંઘદાસ ગણિકૃત બૃહકલ્પભાષ્ય(પ્રાય: ઈસ્વી ૫૫૦)ના કથન અનુસાર (પ્રાયઃ ઈ. પૂ. પ્રથમ શતાબ્દી ઉત્તરાર્ધમાં) આર્ય શ્યામે પાટલિપુત્રમાં સંઘ ભેગો કરી તેની સમક્ષ સ્વરચિત પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ, અને લોકાનુયોગ સમા ગ્રંથોનું વાચન કરી તેને માન્યતા દેવડાવેલી. આમાં પ્રથમાનુયોગમાં ૨૪ તીર્થંકરાદિ શલાકા પુરુષોના જીવન-ચરિત્રનાં વ્યાખ્યાન આપવામાં આવેલાં, એવી ભાષ્યાદિમાં નોંધો છે. સંભવ છે કે ચતુર્વિશતિ તીર્થકરોની કલ્પનાનો આવિષ્કાર યા વિભાગ સૌ પ્રથમ પ્રસ્તુત ગ્રંથમાં થયો હોય. પણ સ્પષ્ટ રૂપે ચોવીસ તીર્થકરોની નામાવલી અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ ચતુર્વિશતિ-સ્તવ (પ્રાયઃ ઈ. સ. પૂ. પહેલી સદી કે ઈ. સની પહેલી સદી) અંતર્ગત મળે છે. આ સ્તોત્ર આર્ય શ્યામ વિરચિત પ્રથમાનુયોગના મંગલ રૂપે રચાયું હશે ? ગમે તે હોય, કુષાણથી લઈ ગુપ્તકાળ સુધીમાં રચાઈ ચૂકેલ સ્થાનાંગાદિ આગમોમાં તીર્થકરોનાં પૂર્વભવો, જન્માદિના નક્ષત્રો અને માસ-તિથિ, માતાપિતાનાં નામ, એમનાં ગણધરાદિ(પ્રમુખ શિષ્યાદિ)નાં નામ, તીર્થકરોનાં આયુષ્ય, શરીરનાં કદ, ઈત્યાદિની સંક્ષિપ્ત વિગતો અન્યથા પૂરા નિર્ચન્ધ-પૌરાણિક રંગપૂર્વકના ભગીરથ આંકડાઓ સમેત અપાયેલી છે. અહંતુ વર્ધમાનનું અમુકાશે ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ આચારાંગ-સૂત્રના પ્રથમ સ્કંધ “ભાવના” અધ્યયન (એનો પ્રાચીનતમ ભાગ પ્રાય: ઈસ્વી ૧-૨ શતાબ્દી) અને પર્યુષણાકલ્પ અંતર્ગત “જિનચરિત્ર” (સંકલન ઈસ્વી ૫૦૩ / ૫૧૬) તેમ જ આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ૬૦૦ + ૬૫૦)માં અપાયેલું છે : (કેટલીક હકીકતો ઈસ્વીસની ત્રીજી શતાબ્દીમાં, અમુક કિસ્સાઓમાં સંભવતઃ પૂર્વ મૃતિઓ પર આધારિત-સંકલિત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના પાંચમા “અંગ” આગમમાં પણ મળે છે.) જિન ઋષભનું પૌરાણિક ચરિત્ર જંબુદ્વીપપ્રજ્ઞતિના પ્રક્ષિપ્ત “કથાનુયોગ” હિસ્સામાં (પ્રાયઃ ઈસ્વી ત્રીજી શતાબ્દી), તેમ જ પછીના ૫૦ કઅંતર્ગત ઉપર કથિત “જિનચરિત્ર”માં), અને જિન અરિષ્ટનેમિ સંબદ્ધ હકીકતો ઉત્તરાધ્યયનસૂત્રના “રથનેમિ” અધ્યયન(પ્રાય : ઈસ્વી પહેલી-બીજી શતાબ્દી)થી શરૂ કરી છૂટા છવાયા રૂપમાં સ્થાનાંગ (વર્તમાન સંકલન પ્રાયઃ ઈસ્વી ૩૫૩), વૃષિણેદશા, (ત્રીજી-ચોથી શતાબ્દી), આદિ આગમોમાં પ્રાપ્ત છે. આ સિવાય આગેમિક વ્યાખ્યાઓ-નિર્યુક્તિઓ ભાષ્યો, અને વિશેષ કરીને આવશ્યકચૂર્ણિ આદિમાં પણ મળી આવે છે. અહેતુ પાર્શ્વના સિદ્ધાંત સંબદ્ધ સામાન્ય વિગતો ઋષિભાષિતાનિ (સંકલન ઈ. પૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7