Book Title: Tirthankaroni Nirvanbhumio Sambandh Stotro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 3
________________ ૨૦૪ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પાલિ ત્રિપિટક પરથી અને પુરાવશેષો પરથી જાણીએ છીએ; પણ જિન મહાવીરનાં અસ્થિ પર પાવામાં કે અન્યત્ર સ્તૂપ રચાયાનું નોંધાયેલું નથી. પણ અષ્ટાપદ પર્વત પર ઋષભ-પુત્ર ચક્રવર્તી ભરતે જિનનું મંદિર બાંધ્યાનું આવશ્યકચૂર્ણિ કહે છે. અને સંભવ છે કે સંમેતશિખર પર પાર્શ્વનાથનો સ્તૂપ હોય; કંઈ નહીં તોયે મથુરામાં તો આવો સૂપ હતો જ. નિર્ગસ્થ સંપ્રદાયની અસ્તિત્વમાન પરંપરાઓમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં સેંકડો સ્તવ-સ્તોત્રો, સ્તુતિ-સ્તવનો રચાયેલાં છે. તેમાં ગુણવત્તાના દૃષ્ટિકોણથી કેટલાંક તો સમગ્ર ભારતીય સ્તોત્ર સાહિત્યમાં અગ્રિમ હરોળમાં સ્થાન પામવાની યોગ્યતા ધરાવે છે. સ્તોત્ર સાહિત્યના અધ્યયન દરમિયાન તીર્થકરોની નિર્વાણભૂમિ સંબદ્ધ બે સ્તોત્રો મારા જોવામાં આવ્યાં છે. બંને નિર્ચન્થ દર્શનની દાક્ષિણાત્ય પરંપરામાં રચાયેલાં છે. તેમાં એક તો મહાન સૈદ્ધાત્તિક એવું દાર્શનિક વિદ્વાન તેમ જ લક્ષણશાસ્ત્રી અને બેજોડ વ્યાખ્યાકાર પૂજ્યપાદ દેવનંદિ(પ્રાયઃ ઈસ્વી ૬૩પ-૬૮૦)ની રચના મનાય છે, જે તેની શૈલીનાં લક્ષણો ધ્યાનમાં લેતાં એમની હોવાનો ઘણો સંભવ છે. બીજું પણ જો કે સંપ્રદાયમાં તો તેમની જ કૃતિ મનાય છે, પણ તેની શૈલી અત્યંત ઊંચી કોટીની હોવા છતાં ભિન્ન પ્રકારની, પ્રામધ્યકાલીન પછીની તો નહીં જ, અને સાહિત્યિક દૃષ્ટિએ થોડીક વિશેષ વિકસિત દશાની છે. બેઉ સ્તોત્રો નિઃશંક ઉત્તમ કોટીનાં હોઈ, તેમ જ ગુજરાત તરફના નિર્ઝન્થ-નિર્ગળેતર વિદ્વાનો તેનાથી પ્રાયઃ અજ્ઞાત હોઈ અહીં એ બંનેના સાર-ભાગને ઉદ્દેકીને તેનાં ગુણ-લક્ષણાદિની સંક્ષિપ્ત રૂપે સમાલોચના કરવા વિચાર્યું છે. પ્રથમ સ્તોત્ર “દ્વાદશિકા” રૂપે રચાયું છે, તેનું પહેલું પદ્ય ઉપોદ્દાત સ્વરૂપનું છે અને પછીનાં પદોમાં અનુક્રમે જિન ઋષભ, જિન વાસુપૂજ્ય, અરિષ્ટનેમિ અને વીરનાં નિર્વાણસ્થાનો ઓજસપૂર્વક ઉલ્લિખિત છે. (તે પછીનાં ૪ પદ્યો જિનેન્દ્રોની નિર્વાણ તિથિઓ અને નિર્ઝન્ય ઇતિહાસ તેમ જ પૌરાણિક કથાનકોનાં પાત્રોની નિર્વાણભૂમિઓ સંબંધિત છે. તેમાંથી નિર્ચન્થદર્શનમાં પાંડવોની નિર્વાણભૂમિ તરીકે મનાતા શત્રુંજયગિરિ વિષયક પદ્યાર્ધનું પણ અવતરણ અહીં તેની અતીવ સુંદર ગુંફનલીલાને કારણે ત્યાં અંતભાગે સમાવિષ્ટ કરી લીધું છે.) यत्रार्हतां गणभृतां श्रुतपारगाणां निर्वाणभूमिरिह भारतवर्षजानाम् । तामद्य शुद्धमनसा क्रियया वचोभिः संस्तोतुमुद्यतमतिः परिणौमि भक्त्या ॥२१॥ कैलासशैलशिखरे परिनिर्वृतोऽसौ शैलेशिभावमुपपद्यवृषो महात्मा । चंपापुरे च वसुपूज्यसुतः सुधीमान् सिद्धि परामुपगतो गतराबबंध ॥२२॥ यत्प्रार्थ्यते शिवमयं विबुधेश्वराद्यैः पाखंडिभिश्च परमार्थगवेषशीलैः । नष्टाष्टकर्मसमये तदरिष्टनेमिः संप्राप्तवान् क्षितिधरे बृहदूर्जयन्ते ॥२३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7