Book Title: Tattvakhyan Purvarddha Author(s): Mangalvijay Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 8
________________ પરિચય. જે આચાર્યશ્રીની અસીમ કૃપાથી આ ગ્રંથમાળા જૈન સાહિત્યને બહેળા હાથે પ્રચાર કરી રહી છે, તે પરમગુરૂ શાસવિશારદ-જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ–મહારાજશ્રીના વિનીત અને વિદ્વાન શિષ્યરત્ન ન્યાયતીર્થ ન્યાયવિશારદ પ્રવર્તક શ્રી મંગળવિજયજી મહારાજની વિદ્વત્તાની કસોટીએ કસાયેલી કલમથી લખાએલ આ પુસ્તકને પ્રકટ કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે બદલી અમે પ્રવર્તકજી મહારાજશ્રીને આભાર માનીએ છીએ. લેખક મહારાજશ્રીએ દાર્શનિક વિષય જેવા ગહન વિષયને પણ એવી તે સરળ રીતે પ્રતિપાદન કર્યો છે કે ગમે તે સામાન્ય બુદ્ધિને માણસ પણ તે વિષયનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે. આ એકજ પુસ્તક નહિ પરંતુ પ્રવર્તકજી મહારાજ શ્રીનું બીજું પુસ્તક સમભાગી પ્રદીપ પણ હમણાં જ અમારા તરફથી બહાર પડયું છે. આ બન્ને પુસ્તકથી, ગુજરાતી ભાષા જાણનારાઓને ષદર્શનનું અને સપ્તભંગીનું જ્ઞાન સંપાદન કરવા માટે અપૂર્વ સાધન પૂરૂ પડશે, એમ અમારું માનવું છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330