Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 11
________________ એ ત્રણ ગ્રંથમાંથી યથારૂચિ વાણુને એકત્ર કરવામાં આવી છે. અને સામાન્ય મુમુક્ષુ બંધુઓ સરળતાપૂર્વક એને સ્વાધ્યાય કરી શકે એ માટે એને મોટા અક્ષરમાં છાપવામાં આવી છે. અમદાવાદ, ખંભાત તથા ગુજરાતના અન્ય જૈન ભાઈઓ જેમને “પૂજ્ય ભાઈશ્રી' એવા બહુમાનસૂચક અને લાડીલા નામથી ઓળખે છે તે સગત શ્રીયુત પિપટલાલ મહેકમચંદ શાહે ગુજરાતના અનેક સુરા મુમુક્ષુ જીવોને શ્રી. પરમકૃપાળુદેવની ભક્તિને રંગ લગાડો હતો. એ પૂજ્ય ભાઈશ્રીએ એવો જ અપૂર્વ રંગ મને પણ લગાડવો હતો. મુમુક્ષુમંડળના લાડીલા તથા ઉદાર દિલ પિતા સમાન આ પૂજ્ય ભાઈશ્રીને મારા જીવન ઉપર પરમ ઉપકાર છે. એમની પ્રેરણાને કારણે જ પરમપૂજ્ય કૃપાળદેવ પ્રત્યે ભક્તિ, તથા શ્રી. વીતરાગદેવના માગની ઉપાસના માટે મારામાં કંઈક રૂચિ પ્રગટ થઈ છે. એ પૂજ્ય ભાઈશ્રીને ઉપકાર હું કેમ ભૂલું? આ પુસ્તકની પ્રસિદ્ધિનું નિમિત્ત-કારણ અમારા મુનીમ, છતાં અમારા કુટુંબના એક અંગ જેવા બનેલા શ્રી કાનજીભાઈ જેરામભાઈ છે. શ્રી કાનજીભાઈ પિતાની આશરે પંદર વર્ષની ઉંમરે, વિ. સ. ૧૯૫૬ ની સાલમાં, પ્રથમ અમારે ત્યાં આવ્યા. એક આદર્શ નિમકહલાલ સેવક તરીકે એમણે પોતાની સર્વશક્તિ વાપરી હતી. તેમજ અમારા ઘરમાં તથા ધંધારોજગારમાં ખૂબ જ મહેનત કરી તેઓએ અમારા સૌનાં અંતર જીતી લીધાં હતાં. આ માટે સંબંધ લાગલાગટ ૬૦ વર્ષો સુધી ચાલુ રહ્યો. છેલ્લા સાત વર્ષ તેઓ માંદગીને કારણે પથારીવશ રહ્યાં. અમારા કુટુંબના એક વડીલ અને શુભચિંતક તરીકે અમે એમની અમારા ઘરમાં જ યથાયોગ્ય સારવાર કરી અને છેવટે ચાર મહિના પહેલાં જ આશરે ૭૫ વર્ષની ઉંમરે વિ. સં. ૨૦૧૬ ના માગશર વદી ૧૪ ના રોજ તેમણે આ નશ્વર દેહને ત્યાગ કર્યો. તેમની પુણ્યસ્મૃતિરૂપે આ પુસ્તક પ્રગટ કરતાં આનંદ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 306