Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 10
________________ પ્રાસંગિક આ પુસ્તકમાં જે કંઈ સામગ્રી આપવામાં આવી છે, તે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનનું થોડુંક નવનીત છે. માનવીના સારાં કે નરસાં કાયોને ખરે આરંભ એના વિચારથી થાય છે, એટલે માનવીને સારા બનાવવાના મુખ્ય બે ઉપાયો અનુભવીઓએ સૂચવ્યા છે. એક સત્સંગ; અને બીજો સવાંચન. પરમ કૃપાળુદેવ શ્રીમદ્છનું લખાણ માનવીના અંતરમાં સારા વિચારોને જન્માવવાની ઉત્તમ સામગ્રી પૂરી પાડે એમ છે. આ વિચારથી પ્રેરાઈને આ પુસ્તકમાં શ્રીમદુનાં લખાણોના વિપુલ સંગ્રહમાંથી કેટલીક સામગ્રી આપવામાં આવી છે. શ્રીમનાં વચનામૃતે એ ખરેખર, માનવીના અંતરમાં સદ્દવિચારની સરિતાને વહેતી કરનાર હિમાચલ સમાન છે. - શ્રીમદ્દજી તે જનમ જનમનાં રોગી હતા; અને પિતાના શ્રીમદ્ રાજ્ય તરીકેના ટૂંકા જીવનમાં પણ જે જીવનસાધના અને તત્ત્વજ્ઞાન, - તત્વચિંતન અને સાહિત્ય સાધના એમણે કરી હતી તે આપણને અચંબામાં નાખી દે તેવી છે. આવી સિદ્ધિ એ કંઈ એકાદ જન્મનું ફળ નહીં પણ અનેક જન્મોની સાધનાનું જ એ પરિણામ લેખી શકાય. એટલા માટે તે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્દનાં તત્ત્વબેધને પુન' જન્મના પુરાવા રૂપે ઓળખાવ્યું છે. આ પુસ્તકમાં આપવામાં આવેલી સામગ્રી એક પ્રકારને સંચય છે અને તે શ્રીમદ્જીનાં વચનામૃત “તત્ત્વજ્ઞાન” અને “કલ્યાણને માર્ગ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 306