Book Title: Tarkbhasha Vartikam Author(s): Ratnajyotvijay Publisher: Ranjanvijayji Jain Pustakalay View full book textPage 5
________________ પ્રકાશકીય કેશવમિશ્ર રચિત તર્કભાષા ઉપર જૈન વિદ્વાન મુનિ વિરચિત વાર્તિક અને તેનો અનુવાદ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીયે છીયે. - પ્રસ્તુત તર્કભાષાવાર્તિક ન્યાય અને વૈશેષિક દર્શનનો પ્રારંભિક પાઠય ગ્રંથ છે. આ ગ્રંથમાં ન્યાયદર્શનના પ્રસિદ્ધ પદાર્થોની સુંદર સરલ ભાષામાં પરિભાષાઓ અને લક્ષણો આપેલા છે. તે ન્યાયદર્શનમાં પ્રવેશ કરવા ઈચ્છતા સહુ કોઈને ઉપયોગી થશે જ. અને તે દ્વારા પરંપરાએ જૈન દર્શનનાં સૂક્ષ્મ પદાથોમાં પ્રજ્ઞા અવિરત પણે ચાલે અને મોક્ષરૂપી પરમ પુરૂષાર્થની સમીપ પહોંચે તેવી શુભેચ્છા થી આ ગ્રંથનું સંપાદન તથા અનુવાદ થયો છે.. પ.પૂ. આચાર્યદેવશ્રી રત્નાકરસૂરિ મ.સા. ની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા પૂ. મુનિરાજ શ્રી રત્નજ્યોત વિજયજી મ.સાહેબે સંપાદન - અનુવાદ કાર્ય કર્યું છે. આગ્રંથ અમારી સંસ્થાને પ્રકાશન કરવા માટે પ્રાપ્ત થયો છે. તે બદલ અમો તેમના આભારી છીએ. આ ગ્રંથમાં પૂ. મુનીશ્રી રત્નત્રય વિજ્યજી મ.સા. નો સહયોગ પ્રાપ્ત થયો છે. તે બદલ તેમના પણ અમો આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે તેવી અમને આશા છે. ગ્રંથ કંપોઝ તથા મુદ્રણકાર્ય શ્રી પાર્થ કોમ્યુટર્સ (મણિનગર)વાળાએ સુંદર રીતે કર્યું છે. તે બદલ ધન્યવાદ. શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય, માલવાડાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 330