Book Title: Tarkbhasha Vartikam Author(s): Ratnajyotvijay Publisher: Ranjanvijayji Jain Pustakalay View full book textPage 9
________________ સંમત પ્રમાણશાસ્ત્રોની રચના કરી છે. અને તે તે દર્શનમાં પ્રસિદ્ધ પણ છે. પરંતુ ઉપલબ્ધ સાહિત્યમાં ન્યાયદર્શનના ન્યાયસૂત્રો પ્રાચીનતમ છે. તેનો ઉપયોગ યથાસંભવ શાસ્ત્રમાં થયેલો જોવા મળે છે. માટે ન્યાયદર્શનનો અભ્યાસ પાગ આવશ્યક મનાય છે. ન્યાયસૂત્રો ઉપર ભાષ્ય અને વૃત્તિઓની રચના થયેલી છે. પરંતુ તે દુર્ગમ હોવાથી સહુ માટે સરળ ગ્રંથની આવશ્યકતા હતી. આ આવશ્યતા પ. કેશવમિશ્રની તર્કભાષાથી પૂર્ણ થયેલી છે. આ ગ્રંથ ન્યાયશાસ્ત્રમાં પ્રવેશવા માટેનો સુગમ માર્ગ હોવાથી તે ખૂબ પ્રસિદ્ધિને પામ્યો છે. અહીં ગ્રંથ અને તેના વાર્તિક અંગે આવશ્યક માહિતી આપી રહ્યો છું. .. તર્કભાષાનો પરિચય દાર્શનિક સાહિત્યમાં તકભાષા નામના ત્રણ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. (૧) . કેશવમિશ્રકૃતિ તર્કભાષા. (૨) મોક્ષાકરગુમકૃત તર્કભાષા. (૩) ઉપાધ્યાય યશોવિજયકૃત તર્કભાષા. આ ત્રણેય તર્કભાષા અનુક્રમે ન્યાયવૈશેષિક, બૌદ્ધ અને જૈનદર્શનનો અભ્યાસ કરવા માટે પ્રારંભિક ગ્રંથ છે. આ ત્રણેય તર્કભાષાની વિશેષતા એ છે કે તેમાં સ્વ દર્શન માન્ય તત્ત્વોને ખૂબ જ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. તેથી જ તે તે દર્શનમાં તે તે તર્કભાષા પાઠયગ્રંથ તરીકે સ્વીકારવામાં આવેલ છે. આ ત્રણેયમાં કેશવમિશ્ર કૃત તર્કભાષા સહુથી પ્રાચીન છે. પ્રસ્તુત ગ્રંથમાં ન્યાયદર્શન માન્ય તત્ત્વોનું વિસ્તારથી અને વૈશેષિક દર્શન માન્ય તત્ત્વોનો સંક્ષેપમાં પરિચય આપ્યો છે. આ ગ્રંથમાં તત્ત્વોનું ભાષાગ-કથન કરવામાં આવ્યું હોવાથી તર્કભાષા એ નામ યથાર્થ જ છે. કેમ કે ન્યાયસૂત્રમાં ગૌતમે તર્કની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે - વિજ્ઞાતતડળે IRળપત્તિસ્તત્ત્વજ્ઞાનાર્થમૂદુંસ્ત: | અર્થાત્ અજ્ઞાત તત્ત્વના નિર્ણય માટે યુક્તિપૂર્વક વિચાર કરવો તેનું નામ તર્ક છે. તર્કથી વસ્તુ જે રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે તે રૂપ જ પદાર્થનું સ્વરૂપ બને છે. આમ તર્ક દ્વારા વસ્તુના તાત્ત્વિક સ્વરૂપનો નિર્ણય થાય છે અને આ ગ્રંથમાં તવનિર્ણય કરવામાં આવ્યો હોવાથી તર્કભાષા નામ યથાર્થ છે. ગ્રંથની રચના કરવાનો ઉદ્દેશ ગ્રંથકારે સ્વયં ગ્રંથની આદિમાં જણાવેલ છે. જેમ કે : बालोऽपि यो न्यायनये प्रवेशमल्पेन वाञ्छयत्यलसः श्रुतेन ।Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330