Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસ્તાવના આર્યભૂમિમાં જન્મેલ અનેકાનેક મહામનીષીઓએ પૂર્વકાળથી જ શાશ્વત સુખની શોધને જ જીવનનું પરમ લક્ષ્ય બનાવ્યું હતું. આ શાશ્વત સુખની શોધમાં દર્શનની ધારાઓ પ્રસ્ફટિત થઈ. દર્શન એટલે માત્ર સ્થળ જગતનું બાહ્ય નિરીક્ષણ નહીં, પરંતુ વસ્તુતત્ત્વને સમજવા માટેની સૂક્ષ્મદષ્ટિ. આ વિચારધારાના મૂળમાં જીવ, જગત અને પરમતત્વ (ઈશ્વર) એ ત્રણ તત્ત્વો મુખ્ય છે. આ ત્રણેય તત્ત્વનો સમ્યક્ બોધ થયા વગર મોક્ષ સુખની પ્રાપ્તિ શકય નથી. આ તત્ત્વોના સાચા રહસ્યને પામવાથી અજ્ઞાન-અવિદ્યા-મોહનો નાશ થાય છે અને મોહ નાશ માપે એટલે દુઃખનો પણ અંત થાય છે. જ્ઞાન પ્રકાશ ફેલાય છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. આમ શાશ્વત સુખ પામવા તત્ત્વોનો સમ્યફ બોધ આવશ્યક માન્યો છે. ભારતની ભૂમિ ઉપર મુખ્યત્વે ત્રણ ધારાઓ પ્રફુટિત થયેલ છે (૧) વૈદિક ધારા (૨) જૈનધારા (૩) બૌદ્ધ ધારા. આ ત્રણેય ધારાનું અંતિમ લક્ષ્ય ઉપર જણાવ્યું તેમ મોક્ષ છે અને મોક્ષ પ્રાપ્તિ માટે તત્વજ્ઞાનની - આવશ્યકતા પણ સ્વીકારી છે. તેઓએ સ્વને ઈષ્ટ એવા તત્ત્વનું નિરૂપણ પણ કર્યું છે. આ તત્ત્વોનો બોધ થાય તે માટે પ્રમાણશાસ્ત્ર સહુથી વધુ ઉપયોગી શાસ્ત્ર છે. પ્રમાણશાસ્ત્રનો પ્રારંભ તો આત્મતત્ત્વ અને પરમતત્ત્વને પામવા માટે થયેલો, પરંતુ ધીરે ધીરે શાસ્ત્રની ઉપયોગીતાને લીધે તે સર્વશાસ્ત્રોમાં પ્રધાન અને અન્યશાસ્ત્રના રહસ્યને પામવા માટેનું શાસ્ત્ર બની ગયુ, તેથી તેનો અભ્યાસ પણ આવશ્યક માન્યો છે, કહ્યું છે કે.... प्रदीपः सर्वविद्यानामुपायः सर्वकर्मणाम् । - સાયઃ સર્વપમાં રાષાનીક્ષિી મતા | અર્થાત્ આન્વીક્ષિકી (ન્યાય) વિદ્યા બધા જ શાસ્ત્રમાં દીપક સમાન, બધા જ કમનો ઉપાય અને બધા જ ધમની આશ્રયભૂત વિદ્યા છે. આથી પ્રમાણશાસ્ત્ર અતિ પ્રસિદ્ધિને પામ્યું. પ્રમાણશાસ્ત્રમાં જગતના મૂળકારણો અને યથાર્થતાની મીમાંસા કરેલી છે. ઉપરોક્ત ત્રણેય ધારાઓમાં થયેલ મહર્ષિઓએ સ્વદર્શન

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330