Book Title: Syadwad manjari kartu Mallishensuri na Guru Udayprabhsuri Kon
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ૧૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઉદયપ્રભસૂરિ હોવાનો જ સંભવ છે, અને ગિરનારના લેખમાં ઉલ્લિખિત ઉદયપ્રભસૂરિ પછીના આ આઠ વર્ષના ગાળા પશ્ચાતનો લેખ હોઈ આ બંને અભિલેખના ઉદયપ્રભસૂરિ એક જ મુનિવર હોવાનો પૂરો સંભવ છે. મલ્લિષેણ સૂરિએ પણ એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી. આ પ્રતિમાનું પબાસણ જૂનાગઢના ઉપરકોટમાંથી મળી આવેલું. યથા : (१) संवत १३४३ माघ वदि २ शनौ सूविक चांडसीहसुत चांडाकेन स्वश्रेयसे (२) श्रीपार्श्वनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्रीमल्शेिणसूरिभिः ॥ આ તથ્યોના પ્રકાશમાં જોઈએ તો સ્યાદ્વાદમંજરી-ક નાગેન્દ્રગથ્વીય મલ્લિષેણસૂરિના ગુરુ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ નહીં પણ ગલ્લક કુલગુરુ વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ હોવા પ્રતિ જ સંકેત થાય છે. વર્ધમાનસૂરિએ સ્વશિષ્ય ઉદયપ્રભસૂરિ માટે જે કંઈ કહ્યું છે, અને સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષેણસૂરિએ સ્વગુરુ મલ્લિણ માટે જે લખ્યું છે તે વચ્ચે થોડુંક શબ્દગત-ભાવગત સામ્ય છે. નાગેન્દ્ર ગચ્છની ચર્ચાગત બંને શાખાઓની ગુર્નાવલી આ સાથે પ્રસ્તુત કરવાથી સ્થિતિ સ્પષ્ટ થશે. વિજયસેનસૂરિની શાખાવાળા ઉદયપ્રભસૂરિનું વંશવૃક્ષ તો એમની પોતાની જાણીતી કૃતિઓમાં તેમ જ વસ્તુપાળ-તેજપાળના સુપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખોમાં અંકિત હોઈ, તેના સંદર્ભો અહીં આપીશ નહીં. બીજી સાંપ્રતકાલીન શાખા વિશે વર્ધમાનસૂરિના વાસુપૂજ્યચરિત ઉપરાંત વર્ધમાનસૂરિના ગુરુ વિજયસિંહસૂરિના સતીર્થ્ય દેવેન્દ્રસૂરિના સં. ૧૨૬૪ | ઈ. સ. ૧૨૦૮માં સોમેશ્વર-પત્તન(પ્રભાસ)માં લખાયેલા ચંદ્રપ્રભચરિતની પ્રાંત પ્રશસ્તિમાંથી મળે છે. દેવેન્દ્રસૂરિ ગુર્નાવલી રામસૂરિથી શરૂ કરે છે, જ્યારે વર્ધમાનસૂરિ પ્રસ્તુત રામસૂરિના પ્રગુરુ પરમારવંશીય વીરસૂરિથી પ્રારંભે છે. નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી મહેન્દ્રસૂરિ શાંતિસૂરિ (વાઘ શિશુ) આનંદસૂરિ પ્રભાનંદસૂરિ (સ્વ. ઈ. સ. ૧૧૮૭) અમરચંદ્રસૂરિ (સિહશિશુ) કલિકાલગૌતમહરિભદ્રસૂરિ (ઉપલબ્ધ મિતિ, ઈ. સ. ૧૧૯૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8