Book Title: Syadwad manjari kartu Mallishensuri na Guru Udayprabhsuri Kon
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 7
________________ ૧૮૮ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરંપરામાં થઈ ગયાનું સુસ્પષ્ટ અને અબાધ્ય પ્રમાણ ન મળે ત્યાં સુધી તો એમને વીરસૂરિવર્ધમાનસૂરિવાળી શાખામાં થઈ ગયા હોવાનું માનવું વિશેષ પ્રમાણભૂત, સયુક્ત, અને એથી વિશેષ વિશ્વસ્ત જણાય છે. ટિપ્પણો : ૧. સ્યાદ્વાદમંજરીના ચાર પાંચ પૃથક પૃથક સંપાદકોનાં સંસ્કરણો પ્રકટ થયા છે. સાંપ્રત લેખમાં જેનો જેનો ઉપયોગ કર્યો છે, તેની યથાસ્થાને નોંધ લેવાશે, ૨. “મલ્લિષણ' નામક બેએક આચાર્યો દિગંબર સંપ્રદાયના દ્રાવિડ સંઘમાં મધ્યયુગમાં થઈ ગયા છે. આ ૩. વચ્ચે વચ્ચેના ગાળામાં સિદ્ધર્ષિની ન્યાયાવતાર પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાયઃ ૧૦મી સદીનો પ્રારંભ), જિનેશ્વરસૂરિની પ્રસ્તુત ન્યાયાવતારની પ્રથમ કારિકા પરની સટીક શ્લોકવાર્તિક અપરનામ પ્રમાલમ યા પ્રમાણલક્ષણ નામક રચના (આ. ઈ. સ. ૧૦૩૫), સંભવતયા પૂર્ણતલ્લગચ્છીય શાંતિસૂરિની ન્યાયાવતાર પર સ્વરચિત વાર્તિકો પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાય : ઈસ્વી ૧૧૦૦-૧૧૧૦). તથા પૂર્ણતલ્લગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય ચંદ્રસેનસૂરિની સટીક રચના ઉત્પાદસિદ્ધિ (ઈ. સ. ૧૧૫૧) ઇત્યાદિને પણ ગણાવી શકાય. પણ તે સૌ ઉર્યુક્ત રચનાઓને મુકાબલે ઓછી જાણીતી છે. ૪. જુઓ જગદીશચંદ્ર જૈન, ચાર્વામી , ચતુર્થ આવૃત્તિ, અગાસ, ૧૯૭૯, પૃ. ૨૭૦. પ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૧૬, કંડિકા ૬૦૧. E. S'yādvādamañjari of Mallisena, Bombay Sanskrit and Prakrit Series, No. LXXXIII, Bombay, 1933, “Introduction," p. Xini, infra. ૭. “સિદ્ધરાજ અને જૈનો.” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા,પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩, પૃ. ૩. ૮, જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ બીજો , શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, ગ્રંથ ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૭. ૯. જૈન, પૃ ૧૦. ૧૦. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય : ઉપખંડ ૧ : લલિત સાહિત્ય; શ્રીમુક્તિ કમલ-જૈન-મોહનમાલા, વડોદરા ૧૯૬૮, પૃ. ૩૪૪. ૧૧, “ભાષા અને ઇતિહાસ,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪, સોલંકી કાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૩૨૮, પ, અંબાલાલ શાહ ત્યાં લખે છે : “દિગંબરાચાર્ય જિનસેનના શિષ્ય મલ્લિષેણસૂરિએ રચેલા “ભૈરવ પદ્માવતી કલ્પ'માં આ મલ્લિષણે સહાય કરી હતી.” આ અવલોકન સમૂળગું ભ્રમમૂલક છે. ભૈરવપદ્માવતી કલ્પના કર્તા દ્રાવિડસંઘમાં થયા છે અને તેમનો સમય ૧૧મી શતાબ્દીનો મધ્યભાગ છે. તેઓ નાગેન્દ્રગચ્છીય શ્વેતાંબર મલ્લિણથી દોઢસો સાલ પૂર્વે કર્ણાટકમાં થઈ ગયા છે. બન્નેના દેશ-કાળ આમ સ્પષ્ટ રીતે ભિન્ન છે. ૧૨. જુઓ દેશઈ, પૃ૩૮૬, કંડિકા ૫૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8