Book Title: Syadwad manjari kartu Mallishensuri na Guru Udayprabhsuri Kon
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249367/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદમંજરી'કર્ઝ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? પૂર્ણતલ્લગચ્છના ખ્યાતનામ આચાર્ય હેમચંદ્રની એક બહુ પ્રસિદ્ધ દાર્શનિક દ્વાત્રિશિકા અન્ય યોગવ્યવચ્છેદ (ઈસ્વી. ૧૨મી શતાબ્દી તૃતીય ચરણ) પર સ્યાદ્વાદમંજરી' નામક વિશદ એવું વિસ્તૃત વ્યાખ્યાના કર્તા હતા મલ્લિષેણ સૂરિ, મલ્લવાદીના દ્વાદશારાયચક્ર (પ્રાયઃ ઈસ્વી ૫૫૦-૫૭૫) પરની સિહજૂર ક્ષમાશ્રમણની વૃત્તિ (પ્રાયઃ ઈસ્વી ૬૭૫), ચંદ્રગથ્વીય (રાજગચ્છીય) અભયદેવસૂરિની સિદ્ધસેન દિવાકરના સન્મતિપ્રકરણ (પ્રાયઃ ઈસ્વી પાંચમી શતી પૂર્વાર્ધ) પરની તત્ત્વબોધબોધાયની અપરના વાદમહાર્ણવ નામક બૃહદ્દીકા (આ. ઈ. સ. ૯૭૫-૧૦૦૦), અને બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિની પ્રમાણનયતત્તાલોકાલંકાર પરની સ્વોપજ્ઞ ટીકા, નામે સ્યાદ્વાદરત્નાકર (ઈસ્વી ૧૨મી શતાબ્દી દ્વિતીય ચરણ), પછી શ્વેતાંબર પક્ષે જો કોઈ મહત્ત્વપૂર્ણ દાર્શનિક ટીકા હોય તો તે સ્યાદ્વાદમંજરી છે. પ્રસ્તુત વૃત્તિની પ્રાંતપ્રશસ્તિમાં કર્તાએ પોતાનો પરિચય નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિના શિષ્યરૂપે આપ્યો છે, અને રચનાવર્ષ શકાબ્દ ૧૨૧૪ (ઈસ્વી ૧૨૯૨) બતાવ્યું છે : યથા : नागेन्द्रगच्छगोविंदवक्षेऽलंकार कौस्तुभाः । ते विश्ववन्द्या नन्द्यासुरुदयप्रभसूरयः ॥६॥ श्रीमल्लिषेणसूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । कृत्तिरियं मनुरविमितशकाब्दे दीप महसिसनौ ॥७॥ સાંપ્રતકાલીન જૈન વિદ્વદ્વએ વૃત્તિકાર મલ્લિષણના ગુરુ ઉદયપ્રભસૂરિને મંત્રીશ્વર વસ્તુપાલના કુલગુરુ નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના શિષ્યરૂપે ઘટાવ્યા છે. જેમ કે (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ (મુંબઈ ૧૯૩૧-૩૨) લખે છે : ““સં. ૧૩૪૯(શક ૧૨૧૪)માં નાગેન્દ્રગચ્છના વિજયસેન શિષ્ય અને ધર્માલ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષણ સૂરિએ રચી.”૫ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પણ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિને મલ્લિષણના ગુરુ માને છે. પં. લાલચંદ્ર ગાંધીનું પણ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ વિશે આવું જ કથન છેઃ યથા: “આ ઉદયપ્રભસૂરિ, સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી પોણોસો વર્ષ ઉપર વિદ્યમાન હતા. અને વિ. સં. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનાર મલ્લિષેણસૂરિના ગુરુ હતા.” ત્રિપુટી મહારાજ પણ મલ્લિષણને વિજયસેનસૂરિના પટ્ટધર ઉદયપ્રભસૂરિના અનુગામી રૂપે પ્રસ્તુત કરે છે. અને સ્યાદ્વાદમંજરીનું હિંદી સાનુવાદ સંપાદન કરનાર દિગંબર મનીષી જગદીશચંદ્ર પણ એમ જ માને છે. તદુપરાંત પ્રાહીરાલાલ રસિકદાસ કાપડિયાનું પણ એવું Page #2 -------------------------------------------------------------------------- ________________ ‘સ્યાદ્વાદમંજરી’કર્તૃ મલ્લિષણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? જ કહેવું છે : “આ વિદ્વત્તાપૂર્ણ ટીકા ‘નાગેન્દ્ર’ ગચ્છના મલ્ટિષેણે શક સંવત ૧૨૧૪માં અર્થાત્ વિ. સં. ૧૩૪૯માં રચી છે. એઓ ધર્માભ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે’૧૦ જો કે એમણે ફોડ નથી પાડ્યો તો પણ પં. અંબાલાલ પ્રેમચંદ શાહને પણ એ જ વાત અભિમત હશે તેમ માની શકાય ઃ યથા : “નાગેન્દ્રગચ્છીય આ ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષણસૂરિએ હેમચંદ્રાચાર્ય રચિત અન્યયોગવ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા નામક દ્વાત્રિંશિકા ઉપર સ્યાદ્વાદમંજરી નામક ન્યાયવિષયનો ટીકાત્મક ગ્રંથ રચ્યો છે. (ઈ. સ. ૧૪મી સદીનો પૂર્વાર્ધ). આ ટીકાની રચનામાં ખરતરગચ્છીય આ જિનપ્રભસૂરિએ મદદ કરી હતી.” આમ સ્યાદ્વાદમંજરીનો ઉલ્લેખ કરનાર, કે તે ૫૨ કલમ ચલાવનાર બધા જ ગણ્યમાન વિદ્વાનોનાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિ-શિષ્ય મલ્લિષેણસૂરિને નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના વિનેયરૂપે ઘટાવવામાં એકમત છે : પણ સામાન્ય સમજ એવં લભ્યમાન ઐતિહાસિક સાક્ષ્યોના પરિપ્રેક્ષ્યમાં મને તો ઉપલો નિર્ણય સર્વસમંત હોવા છતાં બ્રાંત લાગે છે. કારણ એ છે કે ઈસ્વીસન્ના ૧૩મા શતકમાં નાગેન્દ્રગચ્છ અંતર્ગત સંભવતઃ ભિન્ન એવા બે ઉદયપ્રભ નામધારી સૂરિવરો એક પેઢીને અંતરે અવાંતર સંઘટકોમાં થઈ ગયા હોય તેવા નિર્દેશ મળી આવે છે. તદનુસાર સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષેણના ગુરુ તે વિજયસેનસૂરિ-શિષ્ય નહીં પણ અન્ય ઉદયપ્રભ હોય તેવો વિશેષ સંભવ છે, જે સંબંધમાં અહીં થોડા વિસ્તારથી બંને સૂરિવરોની સમયસ્થિતિના અનુલક્ષમાં ચર્ચા કરવા વિચાર્યું છે. ૧૮૩ પ્રથમ તો વિજયસેનસૂરિશિષ્ય ઉદ્દયપ્રભસૂરિ સંબંધમાં પ્રારંભિક નોંધરૂપે થોડુંક જોઈ વળીએ. એમના ધર્માભ્યુદયકાવ્ય (અપરનામ સંઘપતિચરિત્રમહાકાવ્ય) (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૦-૩૨) અતિરિક્ત કેટલીક અન્ય રચનાઓ પણ છે; જેમ કે શત્રુંજયગિરિ પર સચિવેશ્વર વસ્તુપાલે ઇન્દ્રમંડપની પ્રશસ્તિ રૂપે લગાવેલ સુકૃતકીર્તિકલ્લોલિની (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૨), સંસ્કૃતમાં નેમિનાથચરિત્ર, પ્રાચીનકર્મગ્રંથ કર્મસ્તવ પર તેમ જ ખરતરગચ્છીય જિનવલ્લભસૂચિરચિત કર્મગ્રંથષડશીતિ (પ્રાયઃ ઈ. સ. ૧૧૦૦) પર ટિપ્પણ; ધર્મવિધિટીકા, જ્યોતિષનો ગ્રંથ આરંભસિદ્ધિ, અને ધર્મદાસગણિ કૃત ઉપદેશમાલા (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી મધ્યભાગ) પર કર્ણિકા નામક વૃત્તિ (સં. ૧૨૯૯ / ઈ. સ. ૧૨૪૩)૧૨. એમના ગુરુ વિજયસેનસૂરિની સુપ્રસિદ્ધ રચના રેવંતગિરિરાસની રચના ઈ સ ૧૨૩૨ પછી તરતની છે, અને વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ જિન-પ્રતિમાઓ ઇત્યાદિની મિતિઓ ઈ. સ. ૧૨૦૯થી લઈ ૧૨૪૮-૪૯ પર્યંતની મળે છે; બીજી બાજુ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિશિષ્ય જિનભદ્રની નાનાકથાનકપ્રબંધાવલિનો રચનાકાળ એક ૧૫મી શતાબ્દીના પ્રબંધમાં જળવાયેલી ગાથાને આધારે સં ૧૨૯૦ / ઈ. સ. ૧૨૩૪ છે. મંત્રીશ્વર વસ્તુપાળનું સ્વર્ગગમન ઈ. સ. ૧૨૪૦ના પ્રારંભમાં થયું છે, અને એમના બંધુ તેજપાળ મંત્રીનો દેહાંત મોડામાં મોડો ઈ સ ૧૨૫૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ૩ના અરસામાં થયો છે. ઉપર્યુક્ત ધર્માલ્યુદયકાવ્ય પ્રસ્તુત ઉદયપ્રભસૂરિની એક પ્રૌઢ સંસ્કૃત કૃતિ છે તે જોતાં તેમણે તે રચ્યું હશે ત્યારે તેઓ નાના બાળ હશે તેમ માની શકાય નહીં, ખાસ કરીને તેમના શિષ્ય જિનભદ્રની ઉપરકથિત રચનાનું વર્ષ ઈ. સ. ૧૨૩૪ સરખું છે ત્યારે. સંયત જીવનને કારણે તેઓ વધુ જીવ્યા હોય તોયે ઈ. સ. ૧૨૬૫-૭૦ પછી તેઓ હયાત હોય તેવી અટકળ થઈ શકતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ઉદયપ્રભસૂરિના એક શિષ્ય જિનભદ્ર ઈ. સ. ૧૨૩૪માં, જયારે તેમના (માની લેવામાં આવેલ) બીજા શિષ્ય મલ્લિષણ છેક ઈ. સ. ૧૨૯૨માં પોતાની કૃતિ રચે છે ! આમ બન્ને જો સતીઓં હોય તો તેમની રચનાઓમાં ૫૮ વર્ષ જેટલું મોટું અંતર પડી જાય છે ! અને મલ્લિણ જો પ્રસ્તુત ઉદયપ્રભસૂરિના શિષ્ય હોય તો પોતાના સુવિખ્યાત મગુરુ વિજયસેનસૂરિનો પુષ્યિકામાં કેમ ઉલ્લેખ કરતા નથી? એ જ રીતે પ્રશિસ્ત લેખના શિરસ્તા અનુસાર પોતાના ગુરુની ગ્રંથસંપદામાંથી એકાદ પણ જાણીતી કૃતિનો નિર્દેશ કેમ દેતા નથી ? આથી. સાંપ્રતકાલીન વિદ્વાનો પાસે મલ્લિષણગુરુ ઉદયપ્રભ વિજયસેનસૂરિના શિષ્ય છે એવું કહેવા માટે તો સમાન ગચ્છાભિધાન અને નામસામ્યથી નિષ્પન્ન થતું અનુમાન માત્ર છે તેમ કહેવું જોઈએ; કોઈ જ સીધું, અભ્રાંત પ્રમાણ નથી. વિજયસેનસૂરિ શિષ્ય ઉદયપ્રભસૂરિની વિદ્વર્ગમાં વિશેષ ખ્યાતિને કારણે પણ બધા જ તો તત્સંબદ્ધ ગવેષણા ચલાવ્યા સિવાય ગતાનુગત એક જ રાહે ચાલ્યા છે. બીજી બાજુ મલ્લિણ સ્યાદ્વાદમંજરીના શોધનમાં પોતાને (ખરતરગચ્છીય) જિનપ્રભસૂરિની સહાય હતી તેમ સ્વીકારે છે. જિનપ્રભસૂરિની મિતિયુક્ત ઉપલબ્ધ રચનાઓમાં એમના સુપ્રસિદ્ધ કલ્પપ્રદીપની રચના સં. ૧૩૮૯ { ઈ. સ. ૧૩૩૩ છે અને કદાચ એમની આરંભની રચનાઓમાં હશે તે કાતન્ન વિશ્વમટીકા સં. ૧૩૫ર | ઈ. સ. ૧૨૯૬માં રચાયેલી છે. આ મિતિઓ જોતાં તો ઈ. સ. ૧૨૯૨માં સંશોધક જિનપ્રભસૂરિ પાકટ વયના ન હોઈ શકે, અને મલ્લિષેણસૂરિ પણ વિદ્વાન્ હોવા છતાં હજુ એકદમ યુવાવસ્થામાં હોવાનું ન કલ્પીએ તોયે આધેડ વયના જ હોવા જોઈએ. આ બધી વાત લક્ષમાં લેતાં તેઓ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિના શિષ્ય હોવાની વાત પ્રથમ દૃષ્ટિએ જ સંદેહાસ્પદ બની જાય છે. હકીકત તો એવી છે કે નાગેન્દ્રગચ્છની જ એક મધ્યકાલીન પણ અવાંતર શાખામાં પણ એ કાળે એક ઉદયપ્રભસૂરિ થઈ ગયા છે. સં. ૧૨૯૯ ! ઈ. સ. ૧૨૪૩માં વાસુપૂજ્યચરિત રચનાર અને સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯માં સૌરાષ્ટ્રના તીરે ઉના પાસે આવેલ અજાહરા પાર્શ્વનાથના મંદિરમાં જિન શીતલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર, ભીમદેવ દ્વિતીયના ગલ્લકવંશીય મંત્રી આહલાદનના ગુરુ વર્ધમાનસૂરિ, નાગેન્દ્રગચ્છમાં પણ જુદા જ સંઘાડામાં થઈ ગયા છે : તેઓ પોતાની ગુર્નાવલીના અંતભાગમાં પોતાના ત્રણ શિષ્યો હોવાનું અને તેમાંના એકનું નામ “ઉદયપ્રભસૂરિ આપે છે: કથા : Page #4 -------------------------------------------------------------------------- ________________ ‘સ્યાદ્વાદમંજરી' કÁ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? ૧૮૫ सूरेविजयसिंहस्य शिष्यो गुर्वाज्ञया ततः ।। सूरिः श्री वर्धमानोऽस्मिन् गच्छे यामिकतां ययौ (द्रधौ) ।।७।। उदयाद्रिरिवं श्रीमान् सेनन्द्यादुदयप्रभुः । त्रयोदयी वचो भानुर्भव्याम्भोजानि भासयेत् ।।८।। જો કે અહીં તેમણે પોતાના બાકી રહેતા બે શિષ્યનાં નામ ત્યાં આવ્યાં નથી, પણ લઘુપ્રબંધસંગ્રહe (પ્રાયઃ ઈસ્વી ૧૫મી સદી) અંતર્ગત પ્રસ્તુત સૂરિએ પોતે વામનસ્થલીવંથળી–માં બિરાજતા હતા તે વખતે પ્રભાસમાં દેવમહાનંદ નામક ગૌડિક વાદી સાથે વાદ કરવા બે શિષ્યોને મોકલેલા તેવી નોંધ છે. આ બે શિષ્યો તે કદાચ ઉપર્યુક્ત નોંધમાં જેનાં નામ જણાવ્યાં નથી તે શિષ્યો હોઈ શકે. પ્રસ્તુત બીજા ઉદયપ્રભસૂરિ આમ ધર્માલ્યુદયકાર ઉદયપ્રભસૂરિથી એક પેઢી પાછળ, અને તેમના લઘુવયસ્ક સમકાલીન મુનિવર હતા. વર્ધમાનસૂરિના સ્વર્ગગમન પછી તેઓ આચાર્ય બન્યા હશે. આ સંદર્ભમાં ગિરનારના સં. ૧૩૩૦ ઈ. સ. ૧૨૭૪ના લેખમાં જે આચાર્ય ઉદયપ્રભસૂરિનું નામ મળે છે તે આ ઉદયપ્રભસૂરિ હોવાનો સંભવ છે. જો કે ત્યાં એમના ગચ્છનું કે ગુરુનું નામ આપ્યું નથી પણ તે કાળે અન્ય કોઈ ઉદયપ્રભસૂરિ નામક આચાર્યની કયાંયથીયે ભાળ મળતી નથી. અને નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિની એમની શાખાના મુનિવરોના સોરઠી શહેરો–ઉના, અજાહરા, પ્રભાસ, વંથળી–બાજુના વિહારને લક્ષમાં લેતાં, તેમ જ સમયસ્થિતિને ધ્યાનમાં લેતાં ગિરનારના ઉદયપ્રભસૂરિ તે વર્ધમાનસૂરિ શિષ્ય ઉદયપ્રભસૂરિ હોવાનું સંભવી શકે છે. ગિરનારનો લેખ નીચે મુજબ છે: सं० १३३० वैशाख शु० १५ श्रीमदर्जुनदेवराज्ये सुराष्ट्रायां तन्नियुक्त ठ श्रीपाल्हे श्रीमदुदयप्रभसूरिभृत्याचार्यैर्महं. धांधाप्रमुखपंचकुलेन समस्तश्रीसंघे नाथ मेवाडाज्ञातीय सू. गोगसूत सू. हरिपालस्य श्री उज्जयंतमहातीर्थं श्रीनेमिनाथप्रासादादि धर्मस्थानेषु सूत्रधारत्वं सप्रसादं प्रदत्तं ॥ इद. सूत्रधारत्वं सू. हरिपालेन पुत्रपौत्रपरंपरया आचंद्राक्कं यावदोक्तव्यं ॥ अन्यसूत्रधारस्य कस्यापि संबंधोनहि शुभं भवतु सूत्रधारेभ्यः ।। भ्रातृ नरसिंहसूत्र. गोगसुत सू. हरिपालः तद्भार्या सू. रुपिणिः ॥ सू. पदमल: આ સંબંધમાં વડોદરાની મનમોહન પાર્શ્વનાથ જિનાલયની એક ધાતુ મૂર્તિ પણ ઉલ્લેખનીય બની જાય છે. પ્રસ્તુત પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૧૩૩૮ | ઈ. સ. ૧૨૮૨માં નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ-શિષ્ય મહેન્દ્રસૂરિએ કરાવેલી તેવો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મિતિના મુદ્દાને ધ્યાનમાં રાખતાં તેમ જ પ્રતિમા ભરાવનાર શ્રાવક ગલ્લક જ્ઞાતિના છે તે જોતાં આ લેખના ઉદયપ્રભસૂરિ તે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિશિષ્ય નહીં પણ વર્ધમાનસૂરિશિષ્ય નિ, ઐ- ભા. ૧-૨૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઉદયપ્રભસૂરિ હોવાનો જ સંભવ છે, અને ગિરનારના લેખમાં ઉલ્લિખિત ઉદયપ્રભસૂરિ પછીના આ આઠ વર્ષના ગાળા પશ્ચાતનો લેખ હોઈ આ બંને અભિલેખના ઉદયપ્રભસૂરિ એક જ મુનિવર હોવાનો પૂરો સંભવ છે. મલ્લિષેણ સૂરિએ પણ એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી. આ પ્રતિમાનું પબાસણ જૂનાગઢના ઉપરકોટમાંથી મળી આવેલું. યથા : (१) संवत १३४३ माघ वदि २ शनौ सूविक चांडसीहसुत चांडाकेन स्वश्रेयसे (२) श्रीपार्श्वनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्रीमल्शेिणसूरिभिः ॥ આ તથ્યોના પ્રકાશમાં જોઈએ તો સ્યાદ્વાદમંજરી-ક નાગેન્દ્રગથ્વીય મલ્લિષેણસૂરિના ગુરુ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ નહીં પણ ગલ્લક કુલગુરુ વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ હોવા પ્રતિ જ સંકેત થાય છે. વર્ધમાનસૂરિએ સ્વશિષ્ય ઉદયપ્રભસૂરિ માટે જે કંઈ કહ્યું છે, અને સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષેણસૂરિએ સ્વગુરુ મલ્લિણ માટે જે લખ્યું છે તે વચ્ચે થોડુંક શબ્દગત-ભાવગત સામ્ય છે. નાગેન્દ્ર ગચ્છની ચર્ચાગત બંને શાખાઓની ગુર્નાવલી આ સાથે પ્રસ્તુત કરવાથી સ્થિતિ સ્પષ્ટ થશે. વિજયસેનસૂરિની શાખાવાળા ઉદયપ્રભસૂરિનું વંશવૃક્ષ તો એમની પોતાની જાણીતી કૃતિઓમાં તેમ જ વસ્તુપાળ-તેજપાળના સુપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખોમાં અંકિત હોઈ, તેના સંદર્ભો અહીં આપીશ નહીં. બીજી સાંપ્રતકાલીન શાખા વિશે વર્ધમાનસૂરિના વાસુપૂજ્યચરિત ઉપરાંત વર્ધમાનસૂરિના ગુરુ વિજયસિંહસૂરિના સતીર્થ્ય દેવેન્દ્રસૂરિના સં. ૧૨૬૪ | ઈ. સ. ૧૨૦૮માં સોમેશ્વર-પત્તન(પ્રભાસ)માં લખાયેલા ચંદ્રપ્રભચરિતની પ્રાંત પ્રશસ્તિમાંથી મળે છે. દેવેન્દ્રસૂરિ ગુર્નાવલી રામસૂરિથી શરૂ કરે છે, જ્યારે વર્ધમાનસૂરિ પ્રસ્તુત રામસૂરિના પ્રગુરુ પરમારવંશીય વીરસૂરિથી પ્રારંભે છે. નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી મહેન્દ્રસૂરિ શાંતિસૂરિ (વાઘ શિશુ) આનંદસૂરિ પ્રભાનંદસૂરિ (સ્વ. ઈ. સ. ૧૧૮૭) અમરચંદ્રસૂરિ (સિહશિશુ) કલિકાલગૌતમહરિભદ્રસૂરિ (ઉપલબ્ધ મિતિ, ઈ. સ. ૧૧૯૪) Page #6 -------------------------------------------------------------------------- ________________ ‘સ્યાદ્વાદમંજરીક મલ્લેિષણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? વિજયસેનસૂરિ (ઉપલબ્ધ મિતિઓ : ઈ. સ. ૧૨૦૯, ૧૨૪૮-૪૯) ઉદયપ્રભસૂરિ(ઉપલબ્ધ મિતિઓ : આઈ. સ૧૨૩૦, ૧૨૪૩) જિનભદ્રસૂરિ (ઈસ્વી. ૧૨૩૪) નાગેન્દ્રગથ્વીય વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી (પરમારવંશીય) વીરસૂરિ પ્રથમ વર્ધમાનસૂરિ રામસૂરિ ચંદ્રસૂરિ દેવસૂરિ અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (ઈસ્વી. ૧૨૦૮) વિજયસિંહસૂરિ દ્વિતીય વર્ધમાનસૂરિ (ઈસ્વી. ૧૨૪૩, ૧૨૪૯) ઉદયપ્રભસૂરિ (ઈવી. ૧૨૭૪) મહેન્દ્રસૂરિ મલ્લિષેણસૂરિ (ઈ. સ. ૧૨૮૨) (ઈ. સ. ૧૨૯૨) આ બન્ને વંશવૃક્ષો અને તેમાં સન્નિહિત મિતિઓની તુલનાથી વ્યાવહારિક દૃષ્ટિએ તો મલ્લિષેણસૂરિ મહેન્દ્રસૂરિવાળી નહિ પણ વરસૂરિ રામસૂરિવાળી બીજી શાખામાં થઈ ગયા હોવાનો જ સ્પષ્ટ આભાસ થાય છે. તેઓ પ્રથમ શાખામાં થઈ ગયા હોવાનું કોઈ જ પ્રમાણ હાલ તો ઉપસ્થિત થઈ શકતું નથી. એથી મલ્લિણને મેં આ દ્વિતીય વંશમાં થયા માની પ્રસ્તુત વૃક્ષમાં તેમનું સ્થાન બતાવ્યું છે. જયાં સુધી સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષણ વિજયસેનસૂરિની Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરંપરામાં થઈ ગયાનું સુસ્પષ્ટ અને અબાધ્ય પ્રમાણ ન મળે ત્યાં સુધી તો એમને વીરસૂરિવર્ધમાનસૂરિવાળી શાખામાં થઈ ગયા હોવાનું માનવું વિશેષ પ્રમાણભૂત, સયુક્ત, અને એથી વિશેષ વિશ્વસ્ત જણાય છે. ટિપ્પણો : ૧. સ્યાદ્વાદમંજરીના ચાર પાંચ પૃથક પૃથક સંપાદકોનાં સંસ્કરણો પ્રકટ થયા છે. સાંપ્રત લેખમાં જેનો જેનો ઉપયોગ કર્યો છે, તેની યથાસ્થાને નોંધ લેવાશે, ૨. “મલ્લિષણ' નામક બેએક આચાર્યો દિગંબર સંપ્રદાયના દ્રાવિડ સંઘમાં મધ્યયુગમાં થઈ ગયા છે. આ ૩. વચ્ચે વચ્ચેના ગાળામાં સિદ્ધર્ષિની ન્યાયાવતાર પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાયઃ ૧૦મી સદીનો પ્રારંભ), જિનેશ્વરસૂરિની પ્રસ્તુત ન્યાયાવતારની પ્રથમ કારિકા પરની સટીક શ્લોકવાર્તિક અપરનામ પ્રમાલમ યા પ્રમાણલક્ષણ નામક રચના (આ. ઈ. સ. ૧૦૩૫), સંભવતયા પૂર્ણતલ્લગચ્છીય શાંતિસૂરિની ન્યાયાવતાર પર સ્વરચિત વાર્તિકો પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાય : ઈસ્વી ૧૧૦૦-૧૧૧૦). તથા પૂર્ણતલ્લગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય ચંદ્રસેનસૂરિની સટીક રચના ઉત્પાદસિદ્ધિ (ઈ. સ. ૧૧૫૧) ઇત્યાદિને પણ ગણાવી શકાય. પણ તે સૌ ઉર્યુક્ત રચનાઓને મુકાબલે ઓછી જાણીતી છે. ૪. જુઓ જગદીશચંદ્ર જૈન, ચાર્વામી , ચતુર્થ આવૃત્તિ, અગાસ, ૧૯૭૯, પૃ. ૨૭૦. પ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૧૬, કંડિકા ૬૦૧. E. S'yādvādamañjari of Mallisena, Bombay Sanskrit and Prakrit Series, No. LXXXIII, Bombay, 1933, “Introduction," p. Xini, infra. ૭. “સિદ્ધરાજ અને જૈનો.” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા,પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩, પૃ. ૩. ૮, જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ બીજો , શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, ગ્રંથ ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૭. ૯. જૈન, પૃ ૧૦. ૧૦. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય : ઉપખંડ ૧ : લલિત સાહિત્ય; શ્રીમુક્તિ કમલ-જૈન-મોહનમાલા, વડોદરા ૧૯૬૮, પૃ. ૩૪૪. ૧૧, “ભાષા અને ઇતિહાસ,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪, સોલંકી કાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૩૨૮, પ, અંબાલાલ શાહ ત્યાં લખે છે : “દિગંબરાચાર્ય જિનસેનના શિષ્ય મલ્લિષેણસૂરિએ રચેલા “ભૈરવ પદ્માવતી કલ્પ'માં આ મલ્લિષણે સહાય કરી હતી.” આ અવલોકન સમૂળગું ભ્રમમૂલક છે. ભૈરવપદ્માવતી કલ્પના કર્તા દ્રાવિડસંઘમાં થયા છે અને તેમનો સમય ૧૧મી શતાબ્દીનો મધ્યભાગ છે. તેઓ નાગેન્દ્રગચ્છીય શ્વેતાંબર મલ્લિણથી દોઢસો સાલ પૂર્વે કર્ણાટકમાં થઈ ગયા છે. બન્નેના દેશ-કાળ આમ સ્પષ્ટ રીતે ભિન્ન છે. ૧૨. જુઓ દેશઈ, પૃ૩૮૬, કંડિકા ૫૫૩. Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘ચાદ્વાદમંજરી’ક મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? 189 13. सिरिवत्थुपालनंदणमंतीसरजयतसिंह भणणत्थं / नागिंदगच्छमंडण उदयप्पहसूरिसीसेणं // जिणभद्देण य विक्कमकालाउ नवइ अहियबारसए / नाणा कहाणपहाणा एस पबंधावली रईआ // (સં. જિનવિજય મુનિ, પુરાતન પ્રર્વધ સંઘ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 2, કલકત્તા 1936, પૃ. 136.). 14. એ જોતાં તો ઉદયપ્રભસૂરિ એ કાળે વૃદ્ધ નહીં હોય તોયે આધેડ વય વટાવી ચૂક્યા હોવાનો સંભવ છે. 15. જૈન, પૃ. 270, પ્રશસ્તિ, ગ્લો૦ 8. 16 શ્રીવાસુપૂજ્વરિતમ્. અષ્ટમ ભાગ, અમદાવાદ 1942, પૃ૦ 328. 17. संवत् 1305 ज्येष्ठ वदि 8 शनो श्रीप्राग्वाटन्वयेण विवरदेव मंत्रिणी महाणु श्रेयोऽथ सुत मंडलिकेन श्री शीतलनाथ बिबं कारितं श्रीनागेन्द्रगच्छे श्रीवीरसूरिसंताने श्रीविजयसिंहसूरिशिष्यैः श्रीवर्धमानसूरिभिः प्रतिष्ठितम् // (જુઓ શિવનારાયણ પાંડે “શ્રી અજારા પાર્શ્વનાથ જૈન તીર્થથી મળી આવેલા અમુક શિલ્પો,” સ્વાધ્યાય, પૃ. 17. અંક 1, પૃ. 45-47, પાંડેની વાચનામાં કેટલીક ભૂલો છે તે સુધારીને ઉપરનો પાઠ આપ્યો છે.) 18. વાસુપૂજ્યરત. પૃ૦ 328. 19. Jayant P. Thakar, (ed.) “ત્રિા શ્રી વર્ધમાનસૂરિ-ઝરંધ,” હનપુછવંથસંપ્રદઃ, Baroda 1970, pp. _30-31. 20. એજન. 21. શિષ્યોનાં નામ અપભ્રંશમાં આપ્યાં છે : “વાધલઉ’ અને ‘સિંઘલઉ આ નામો નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના પ્રગુરુ અમરચંદ્રસૂરિ તથા તેમના સાધર્મા આનંદસૂરિના ‘સિહશિશુ’ અને ‘બાઘશિશુ” સરખા સિદ્ધરાજ પ્રદત્ત બિરુદોનું સ્મરણ કરાવે છે. શું નામો મનઘડંત હશે ? બંને શિષ્યોને ધોડેસવાર થઈ દેવપત્તન જતાં બતાવ્યા છે; તો શું આ મુનિશાખા ચૈત્યવાસી આમ્નાયમાં હશે ? 22. આચાર્ય ગિરજાશંકર વલ્લભજી (સંગ્રાહક), ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ગ્રંથાવલિ 15, ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ 1942, પૃ. 210. 23. એજન. 24. બુદ્ધિસાગર સૂરિ, (સં.) જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ, ભાગ બીજ, વડોદરા 1924, પૃ 16, લેખાંક 94, યથા : सं० 1338 ज्येष्ठ सु० 12 बुधे श्रीगल्लकज्ञा. ठ. राणाकेन निजपितुः ठ. आसपालस्य श्रेयो) श्रीचतुर्विंशतिपट्टः का. श्रीनागेन्द्रगच्छे श्रीउदयप्रभसरिशिष्यश्रीमहेन्द्रसूरिभिः प्रतिष्ठितः / 25. જુઓ હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, “જૂનાગઢ મ્યુઝિયમના કેટલાક અપ્રસિદ્ધ શિલાલેખ, સ્વાધ્યાય, - પુ. 1, લેખાંક 4. 26 જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ૦ 340-341, કંડિકા 495.