________________
‘સ્યાદ્વાદમંજરી’કર્તૃ મલ્લિષણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ?
જ કહેવું છે : “આ વિદ્વત્તાપૂર્ણ ટીકા ‘નાગેન્દ્ર’ ગચ્છના મલ્ટિષેણે શક સંવત ૧૨૧૪માં અર્થાત્ વિ. સં. ૧૩૪૯માં રચી છે. એઓ ધર્માભ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે’૧૦ જો કે એમણે ફોડ નથી પાડ્યો તો પણ પં. અંબાલાલ પ્રેમચંદ શાહને પણ એ જ વાત અભિમત હશે તેમ માની શકાય ઃ યથા : “નાગેન્દ્રગચ્છીય આ ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષણસૂરિએ હેમચંદ્રાચાર્ય રચિત અન્યયોગવ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા નામક દ્વાત્રિંશિકા ઉપર સ્યાદ્વાદમંજરી નામક ન્યાયવિષયનો ટીકાત્મક ગ્રંથ રચ્યો છે. (ઈ. સ. ૧૪મી સદીનો પૂર્વાર્ધ). આ ટીકાની રચનામાં ખરતરગચ્છીય આ જિનપ્રભસૂરિએ મદદ કરી હતી.”
આમ સ્યાદ્વાદમંજરીનો ઉલ્લેખ કરનાર, કે તે ૫૨ કલમ ચલાવનાર બધા જ ગણ્યમાન વિદ્વાનોનાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિ-શિષ્ય મલ્લિષેણસૂરિને નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના વિનેયરૂપે ઘટાવવામાં એકમત છે : પણ સામાન્ય સમજ એવં લભ્યમાન ઐતિહાસિક સાક્ષ્યોના પરિપ્રેક્ષ્યમાં મને તો ઉપલો નિર્ણય સર્વસમંત હોવા છતાં બ્રાંત લાગે છે. કારણ એ છે કે ઈસ્વીસન્ના ૧૩મા શતકમાં નાગેન્દ્રગચ્છ અંતર્ગત સંભવતઃ ભિન્ન એવા બે ઉદયપ્રભ નામધારી સૂરિવરો એક પેઢીને અંતરે અવાંતર સંઘટકોમાં થઈ ગયા હોય તેવા નિર્દેશ મળી આવે છે. તદનુસાર સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષેણના ગુરુ તે વિજયસેનસૂરિ-શિષ્ય નહીં પણ અન્ય ઉદયપ્રભ હોય તેવો વિશેષ સંભવ છે, જે સંબંધમાં અહીં થોડા વિસ્તારથી બંને સૂરિવરોની સમયસ્થિતિના અનુલક્ષમાં ચર્ચા કરવા વિચાર્યું છે.
૧૮૩
પ્રથમ તો વિજયસેનસૂરિશિષ્ય ઉદ્દયપ્રભસૂરિ સંબંધમાં પ્રારંભિક નોંધરૂપે થોડુંક જોઈ વળીએ. એમના ધર્માભ્યુદયકાવ્ય (અપરનામ સંઘપતિચરિત્રમહાકાવ્ય) (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૦-૩૨) અતિરિક્ત કેટલીક અન્ય રચનાઓ પણ છે; જેમ કે શત્રુંજયગિરિ પર સચિવેશ્વર વસ્તુપાલે ઇન્દ્રમંડપની પ્રશસ્તિ રૂપે લગાવેલ સુકૃતકીર્તિકલ્લોલિની (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૨), સંસ્કૃતમાં નેમિનાથચરિત્ર, પ્રાચીનકર્મગ્રંથ કર્મસ્તવ પર તેમ જ ખરતરગચ્છીય જિનવલ્લભસૂચિરચિત કર્મગ્રંથષડશીતિ (પ્રાયઃ ઈ. સ. ૧૧૦૦) પર ટિપ્પણ; ધર્મવિધિટીકા, જ્યોતિષનો ગ્રંથ આરંભસિદ્ધિ, અને ધર્મદાસગણિ કૃત ઉપદેશમાલા (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી મધ્યભાગ) પર કર્ણિકા નામક વૃત્તિ (સં. ૧૨૯૯ / ઈ. સ. ૧૨૪૩)૧૨. એમના ગુરુ વિજયસેનસૂરિની સુપ્રસિદ્ધ રચના રેવંતગિરિરાસની રચના ઈ સ ૧૨૩૨ પછી તરતની છે, અને વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ જિન-પ્રતિમાઓ ઇત્યાદિની મિતિઓ ઈ. સ. ૧૨૦૯થી લઈ ૧૨૪૮-૪૯ પર્યંતની મળે છે; બીજી બાજુ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિશિષ્ય જિનભદ્રની નાનાકથાનકપ્રબંધાવલિનો રચનાકાળ એક ૧૫મી શતાબ્દીના પ્રબંધમાં જળવાયેલી ગાથાને આધારે સં ૧૨૯૦ / ઈ. સ. ૧૨૩૪ છે. મંત્રીશ્વર વસ્તુપાળનું સ્વર્ગગમન ઈ. સ. ૧૨૪૦ના પ્રારંભમાં થયું છે, અને એમના બંધુ તેજપાળ મંત્રીનો દેહાંત મોડામાં મોડો ઈ સ ૧૨૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org