Book Title: Syadwad manjari kartu Mallishensuri na Guru Udayprabhsuri Kon
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ ‘સ્યાદ્વાદમંજરી' કÁ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? ૧૮૫ सूरेविजयसिंहस्य शिष्यो गुर्वाज्ञया ततः ।। सूरिः श्री वर्धमानोऽस्मिन् गच्छे यामिकतां ययौ (द्रधौ) ।।७।। उदयाद्रिरिवं श्रीमान् सेनन्द्यादुदयप्रभुः । त्रयोदयी वचो भानुर्भव्याम्भोजानि भासयेत् ।।८।। જો કે અહીં તેમણે પોતાના બાકી રહેતા બે શિષ્યનાં નામ ત્યાં આવ્યાં નથી, પણ લઘુપ્રબંધસંગ્રહe (પ્રાયઃ ઈસ્વી ૧૫મી સદી) અંતર્ગત પ્રસ્તુત સૂરિએ પોતે વામનસ્થલીવંથળી–માં બિરાજતા હતા તે વખતે પ્રભાસમાં દેવમહાનંદ નામક ગૌડિક વાદી સાથે વાદ કરવા બે શિષ્યોને મોકલેલા તેવી નોંધ છે. આ બે શિષ્યો તે કદાચ ઉપર્યુક્ત નોંધમાં જેનાં નામ જણાવ્યાં નથી તે શિષ્યો હોઈ શકે. પ્રસ્તુત બીજા ઉદયપ્રભસૂરિ આમ ધર્માલ્યુદયકાર ઉદયપ્રભસૂરિથી એક પેઢી પાછળ, અને તેમના લઘુવયસ્ક સમકાલીન મુનિવર હતા. વર્ધમાનસૂરિના સ્વર્ગગમન પછી તેઓ આચાર્ય બન્યા હશે. આ સંદર્ભમાં ગિરનારના સં. ૧૩૩૦ ઈ. સ. ૧૨૭૪ના લેખમાં જે આચાર્ય ઉદયપ્રભસૂરિનું નામ મળે છે તે આ ઉદયપ્રભસૂરિ હોવાનો સંભવ છે. જો કે ત્યાં એમના ગચ્છનું કે ગુરુનું નામ આપ્યું નથી પણ તે કાળે અન્ય કોઈ ઉદયપ્રભસૂરિ નામક આચાર્યની કયાંયથીયે ભાળ મળતી નથી. અને નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિની એમની શાખાના મુનિવરોના સોરઠી શહેરો–ઉના, અજાહરા, પ્રભાસ, વંથળી–બાજુના વિહારને લક્ષમાં લેતાં, તેમ જ સમયસ્થિતિને ધ્યાનમાં લેતાં ગિરનારના ઉદયપ્રભસૂરિ તે વર્ધમાનસૂરિ શિષ્ય ઉદયપ્રભસૂરિ હોવાનું સંભવી શકે છે. ગિરનારનો લેખ નીચે મુજબ છે: सं० १३३० वैशाख शु० १५ श्रीमदर्जुनदेवराज्ये सुराष्ट्रायां तन्नियुक्त ठ श्रीपाल्हे श्रीमदुदयप्रभसूरिभृत्याचार्यैर्महं. धांधाप्रमुखपंचकुलेन समस्तश्रीसंघे नाथ मेवाडाज्ञातीय सू. गोगसूत सू. हरिपालस्य श्री उज्जयंतमहातीर्थं श्रीनेमिनाथप्रासादादि धर्मस्थानेषु सूत्रधारत्वं सप्रसादं प्रदत्तं ॥ इद. सूत्रधारत्वं सू. हरिपालेन पुत्रपौत्रपरंपरया आचंद्राक्कं यावदोक्तव्यं ॥ अन्यसूत्रधारस्य कस्यापि संबंधोनहि शुभं भवतु सूत्रधारेभ्यः ।। भ्रातृ नरसिंहसूत्र. गोगसुत सू. हरिपालः तद्भार्या सू. रुपिणिः ॥ सू. पदमल: આ સંબંધમાં વડોદરાની મનમોહન પાર્શ્વનાથ જિનાલયની એક ધાતુ મૂર્તિ પણ ઉલ્લેખનીય બની જાય છે. પ્રસ્તુત પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૧૩૩૮ | ઈ. સ. ૧૨૮૨માં નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ-શિષ્ય મહેન્દ્રસૂરિએ કરાવેલી તેવો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મિતિના મુદ્દાને ધ્યાનમાં રાખતાં તેમ જ પ્રતિમા ભરાવનાર શ્રાવક ગલ્લક જ્ઞાતિના છે તે જોતાં આ લેખના ઉદયપ્રભસૂરિ તે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિશિષ્ય નહીં પણ વર્ધમાનસૂરિશિષ્ય નિ, ઐ- ભા. ૧-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8