Book Title: Swarajyane Chatthe Varshe Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૧૬૮ દર્શન અને ચિંતન કે શું જવાબદાર કાર્યકર્તા કે શું ઊંચા હોદ્દેદાર અમલદાર–એ બધા જ એકસરખી ફરિયાદ કરતા જણાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના બધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણવી ઘટે. નહિ તે જે વર્ગ આગળ પડત, વાચાળ અને છાપાંઓ પર કાબૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને બીજા વર્ગો બબડતા રહી જાય અને કહ્યા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તે આ કરતાં પરરાજય સારું હતું, તે એને દોષ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જે પ્રજાના દિલમાં અને તેના એકેએક વર્ગના દિલમાં ઠસાવવું હોય તે સરકારના નાનામેટા બધા અમલદારોએ સહાનુભૂતિથી પિતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તે ખ્યાલ પ્રજાની અગવડ સમજવા રાખુ જ પડશે, નહિ તે કદી જ મેળવી શકશે નહિ. ૨. પ્રજાની અગવડે કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડો જાણે તે પણ સવાલ એ ઊભો થાય છે કે તેને નિવારવા તે શું કરે છે ? અને જે કરે છે તે ઝડપથી કે દીર્ધ ત્રિતાથી ? આનો જવાબ સરકારપક્ષે સંતોષપ્રદ છે જ નહિ. અત્યાર લગીને પ્રજાને જ નહિ, પણ જવાબદાર અમલદારે અને નેતાઓને પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મેડી પડે છે તેના કરતાં તેનું નિવારણ કરવામાં વધારે દીલ કરે છે. ડૉક્ટર દરદ જાણ્યા પછી દરદીને દવા આપવાનું કહે, પણ જે તે દવા આપવામાં મેહં કરે તે એણે દરદ જાણ્યું ન જાણ્યું બરાબર છે. એક અતિ ઉચ્ચ કક્ષાના સ્વર્ગવાસી દેશનેતાએ ચોમાસામાં પડું પડું થઈ રહેલ મકાનમાં વસનાર પિતાના અધીન નોકરને કહ્યું કે ફિકર ન કર, મકાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મકાન છેવટે પડી ગયું ને એ કરના કુટુંબના એક સભ્ય દબાઈ મૂઓ ત્યારે તે પ્રામાણિક નેતાને વખતસર કામ ન ક્યને ઊંડે ખેદ રહ્યો, અને પેલા વફાદાર નેકરને વિશ્વાસ તે હંમેશ માટે ગુમાવ્યું. સરકાર વિશે જે લેકે એમ ધારતા થઈ જાય કે આ તંત્ર નવાબી છે તે એથી વધારે નુકસાન સરકારપક્ષે બીજું એકેય હોય શકે નહિ. અમલદારે પિતાને કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારવા જરા પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડ જાણ્યા છતાં તેને નિવારવાની વિશેષ ફિકર સેવતા ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દૃષ્ટિએ એમ કહેવાનો હક્ક છે કે તેઓ પ્રજાદ્રોહી છે, કેમ કે પ્રજાનું અન્ન ખાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8