Book Title: Swarajyane Chatthe Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249176/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છઠું વર્ષે [૨૫] બ્રિટિશ અમલ હતા ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજ્ય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેને અર્થશે એ સમજી લેવું જોઈએ. સામાન્ય પ્રજા, અમદાર વર્ગ, રાજ્ય કરતો કે સત્તા ભોગવત વર્ગ અને મૂડીદાર વર્ગ-એ બધાના અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમ જ ધાર્યું કરે તેવો અવાજ બ્રિટિશ સત્તાને હતો. બ્રિટિશ અમલ જેમ જેમ સ્થપાતે ગમે તેમ તેમ તેનો કડપ અનેક રીતે વધારે ને વધારે એસતે ગયો. બ્રિટિશ સામનીતિથી કામ લેતા, દામથી પણ કામ લેતા, ભેદનીતિ તે તેમના લેહીમાં વણાયેલી રહી છે, પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંડનીતિ એટલી બધી સખત હતી કે જ્યાં કોઈએ સહેજ વધારે પડતું માથું ઊંચક્યું કે એ મૂઓ જ પડ્યો છે. શરૂઆતમાં પોતાની સ્વચ્છેદ સત્તા ઉપર અંકુશ મુકાયા તેથી ઘણું નાના મેટા રાજાઓ, સામતિ કે જમીનદાએ માથું ઊંચકર્યું, પણ તેમને એવી રીતે ભયભેગા કરવામાં આવ્યા કે બીજાઓની સાન આપોઆપ ઠેકાણે આવી. શરૂઆતમાં પોતાના ધર્મવલેમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધારતીથી કેટલાક ધર્મગુરુઓ અને મહેતાએ પણ બ્રિટિશ સત્તા વિરુદ્ધ હિલચાલ કરી, પણ છેવટે શાણા બ્રિટિશરેએ તેમને અભયદાન આપ્યું કે ધર્મકર્મની બાબતમાં રાજ્ય હાથ નહિ નાખે. તેથી બધા જ ધર્મપંથના આગેવાને નિર્ભય બની ગયા, તેમ જ બ્રિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પિષક પણ બની ગયા. વ્યાપારી તેમ જ બીજો મૂડીદારવર્ગ એ માત્ર પોતાની કમાણી ઇચ્છો. તેમને પણ વિદેશી માલના દલાલ થવાનું નવું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિરુદ્ધ કહેવાનું કાંઈ ન રહ્યું. આ રીતે આખા બ્રિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભણેલ અને વગસગ ધરાવનાર આ વર્ગ જાણે હરીને ડામ બેઠે. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેવું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતાં અથવા નામમાત્રનાં હતાં, તે વર્ગને અસંતોષને વાચા આપનાર પ્રથમ તે કઈ હતું નહિ; અને જ્યારે વાચા આપનાર વર્ગ ઊભે થયા અને વધતે ગમે ત્યારે પણ એને અવાજ બહુ ધીર અને અસ્પષ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન હતું. તેથી, એક રીતે જાણે કે, આ દેશ સંતેષી અને સુખી હોય એ ભાસ થતું. અને છતાં, તે વખતે સ્વરાજ્ય નથી એમ સહુ માનતાં. જ્યારે દેશમાં આટલી સારી વ્યવસ્થા હાય, વિશાળ પ્રમાણમાં શાન્તિ દેખાતી હોય ત્યારે પણ લેકે એમ માને કે સ્વરાજ્ય નથી, પણ મેળવવું છે, તો એને અર્થ એમના મનમાં ઊંડે ઊંડે છે હવે જોઈએ એ જાણવું ઘટે છે. વિચાર કરીશું તો જણાશે કે “સ્વરાજ્ય નથી—એને અર્થ સૌના મનમાં એ ન હતો કે વ્યવસ્થા નથી, એ પણ ન હતો કે સામાન્ય રીતની શાન્તિ નથી, પણ એ હતો કે આખી પ્રજાને પિતાનું યથાર્થ દુઃખ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક નથી. જ્યાં લગી રાજ્યકર્તાઓ સમક્ષ પ્રજાના એકેએક વર્ગનું ચિત્ર નિર્ભયપણે રજૂ કરવાની તક ન હોય ત્યાં લગી તંત્રવ્યવસ્થા અને ખાવાપીવાનું સુખ હોય તે પણ લેકેને ગૂંગળામણ થયા સિવાય ન રહે. મનની વેદના મનમાં જ સમાવવી કે અધુરી અને વિકૃત રીતે રજૂ કરવી એ જ સ્વરાજ્યને અભાવ અગર તે પરરાજ્ય. જયારે માથા ઉપર એવા ભય ઝઝૂમતા હોય કે ગરીબ અગર તવંગર ખરેખરી વાત તદન છૂટથી અમલદારે સમક્ષ કહી ન શકે અગર ડરતાં ડરતાં અને તે પણ ક્યારેક જ કહેવાનીઅને તે પણ પરભાષામાં પર દ્વારા કહેવાની–તક મુશ્કેલીથી મેળવી શકે, ત્યારે સૌને સ્વરાજ્ય નથી એ ભાસ થયા વિના ન જ રહે. આ સ્વરાજયના અભાવની કે પરરાજયના પ્રભાવની ઊંડી વેદનાએ જ છેવટે ગાંધીજીની સરદારી નીચે અનેકમુખી વાચા મેળવી ને અનેક રીતે તે સ્વરાજ્યની દિશામાં પ્રયત્ન કરવા લાગી. છેવટે ૧૯૪૭ના ઓગસ્ટ ૧૫મી તારીખે ગાંધીજીના પ્રેમળ જીવન દરમિયાન જ પ્રેમળ માર્ગથી સ્વરાજ્યપ્રાપ્તિને ઉત્સવ પ્રજાએ ઊજવ્યો. અહીંથી સાવ નવ યુગ શરૂ થાય છે. પહેલાં પરરાજ્ય હતું અને હવે સ્વરાજ્ય : એ બે સ્થિતિનું અંતર કોઈ એક જ બાબતમાં નથી સમાતું. અનેક બાબતો એવી છે કે જે દ્વારા પર રાજ્ય અને સ્વરાજ્ય વચ્ચેનું અંતર સરળતાથી સમજી શકાય. પણ એ અંતર સમજવાની સહેલામાં સહેલી ચાવી એક જ છે કે પહેલાં કે પિતાના લિનું દરદ પિતાની જબાનમાં સીધેસીધું અમલદારો સમક્ષ જે નિર્ભતાથી રજૂ કરી ન શકતા તે રજૂ કરવાને સમય તેમને લા. સ્વરાજ્ય મળ્યા પછી અનેક સ્થાપિત વર્ગોના ચાલુ હિત ઉપર સખત તરાપ પડી; જેમકે રાજાઓ, સામંત, જમીનદારે વગેરે. વળી અનેક રૂઢિચુસ્ત માનસ ધરાવનાર ધર્મપથના અગ્રસરેની સ્વછંદ નીતિરીતિ ઉપર પણ તરાપ પડી. એ જ રીતે Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છ વર્ષે [૧૨૭ પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગદડે જમાવી બેઠેલા એવા અનેક અમલદારેની અમલશાહી ઉપર પણ તરાપ પડી. આ બધું છતાં લેકે તે એમ જ માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાજુથી લેકેની એવી પણ ફરિયાદ છે કે બ્રિટિશ અમલ દરમ્યાન હતી તેવી તંત્રવ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને બીજી બાજુથી લેકે સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તે માને જ છે. ત્યારે લોકોના મનમાં સ્વરાજ્યને અર્થ જે હે જોઈએ તે સ્પષ્ટ થાય છે અને તે અર્થ એટલે પિતાનાં દુઃખદરદ સરકાર સમક્ષ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક. સ્વરાજ્યને આ અર્થ એ તે એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફિલિત થતા અને તેમાંથી સિદ્ધ કરવાના બીજા અનેક અર્થે, જે પ્રજાની દુઃખદરદની કહાણ પ્રગટ થયા પછી કમેક્રમે ધ્યાન ઉપર આવે છે તે અર્થે, પૈકી એક અર્થ એ છે કે પ્રજાની અગવડો પૂરેપૂરી સમજવાની કોશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ કોશિશ ર્યા પછી ત્વરિત ગતિએ સરકારે એવાં સંગીન પગલાં ભરવાં કે જેથી પ્રજાની ફરિયાદો ઓછી થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રજાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં દિલ જીતવાં અને તેને સહયોગ મેળવો. ચોથે અર્થ એ છે કે સરકારી તંત્રમાં કોઈ પણ જાતને સડો ન હય, લાંચરુશ્વત ને લાગવગનું પ્રમાણ ન જ હોય યા નામમાત્રનું હેય. પાંચ-સૌથી મહત્વને અને છેલ્લે–અર્થ એ છે કે પ્રજાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચેવી અમારે માથે બેસનાર કોઈ નોકરશાહી નથી, પણ પિતાની અનિવાર્ય જરૂરિયાત પૂરત બદલે લઈ અમારી જ સેવા અર્થે નીકબેલ એક સમજુ ને આપભોગી સેવનું બનેલું તંત્ર છે. ૧. સરકાર પ્રજાની અગવડ સમજવાની કોશિશ નથી કરતી એમ કેઈ પણ કહી શકે નહિ. અલબત્ત, સરકારી તંત્ર ચલાવનાર જે સંખ્યાબંધ માણસે છે એ બધા સમાન એગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ કેઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માગણી પ્રજાની રહે જ; સરકાર પણ ઈછે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રજાનાં દુઃખદર જાણવાની કોશિશ કરે છે એ અર્થમાં તે સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ કે શિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અંશે સ્વરાજ્યને એ અર્થ પ્રજાને મન સિદ્ધ થયો નથી. અને એ બાબતમાં શું છાપાં Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દર્શન અને ચિંતન કે શું જવાબદાર કાર્યકર્તા કે શું ઊંચા હોદ્દેદાર અમલદાર–એ બધા જ એકસરખી ફરિયાદ કરતા જણાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના બધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણવી ઘટે. નહિ તે જે વર્ગ આગળ પડત, વાચાળ અને છાપાંઓ પર કાબૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને બીજા વર્ગો બબડતા રહી જાય અને કહ્યા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તે આ કરતાં પરરાજય સારું હતું, તે એને દોષ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જે પ્રજાના દિલમાં અને તેના એકેએક વર્ગના દિલમાં ઠસાવવું હોય તે સરકારના નાનામેટા બધા અમલદારોએ સહાનુભૂતિથી પિતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તે ખ્યાલ પ્રજાની અગવડ સમજવા રાખુ જ પડશે, નહિ તે કદી જ મેળવી શકશે નહિ. ૨. પ્રજાની અગવડે કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડો જાણે તે પણ સવાલ એ ઊભો થાય છે કે તેને નિવારવા તે શું કરે છે ? અને જે કરે છે તે ઝડપથી કે દીર્ધ ત્રિતાથી ? આનો જવાબ સરકારપક્ષે સંતોષપ્રદ છે જ નહિ. અત્યાર લગીને પ્રજાને જ નહિ, પણ જવાબદાર અમલદારે અને નેતાઓને પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મેડી પડે છે તેના કરતાં તેનું નિવારણ કરવામાં વધારે દીલ કરે છે. ડૉક્ટર દરદ જાણ્યા પછી દરદીને દવા આપવાનું કહે, પણ જે તે દવા આપવામાં મેહં કરે તે એણે દરદ જાણ્યું ન જાણ્યું બરાબર છે. એક અતિ ઉચ્ચ કક્ષાના સ્વર્ગવાસી દેશનેતાએ ચોમાસામાં પડું પડું થઈ રહેલ મકાનમાં વસનાર પિતાના અધીન નોકરને કહ્યું કે ફિકર ન કર, મકાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મકાન છેવટે પડી ગયું ને એ કરના કુટુંબના એક સભ્ય દબાઈ મૂઓ ત્યારે તે પ્રામાણિક નેતાને વખતસર કામ ન ક્યને ઊંડે ખેદ રહ્યો, અને પેલા વફાદાર નેકરને વિશ્વાસ તે હંમેશ માટે ગુમાવ્યું. સરકાર વિશે જે લેકે એમ ધારતા થઈ જાય કે આ તંત્ર નવાબી છે તે એથી વધારે નુકસાન સરકારપક્ષે બીજું એકેય હોય શકે નહિ. અમલદારે પિતાને કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારવા જરા પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડ જાણ્યા છતાં તેને નિવારવાની વિશેષ ફિકર સેવતા ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દૃષ્ટિએ એમ કહેવાનો હક્ક છે કે તેઓ પ્રજાદ્રોહી છે, કેમ કે પ્રજાનું અન્ન ખાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છઠ્ઠ વર્ષે [k વફાદાર નથી તેની સેવાથે નીકળવાને દાવા કરવા છતાં તેઓ તે દાવાને રહેતા. એટલે ઝડપથી અમલ કરવાની દૃષ્ટિએ તો સરકાર ઉપર જ અધી જવાબદારી આવી પડે છે. અત્યાર લગીના અનુભવ કહે છે કે ઝડપથી કામબજવણીની આવડત સરકારી ત ંત્રમાં નથી. સ્વરાજ્યને છ વર્ષે આ આરેાપમાંથી મુક્ત થઈ સરકારી તંત્રે નવેસર ખાતરી કરી આપવી જોઇએ કે શરૂઆતનાં પાંચ વર્ષ શિખાઉપણાનાં હતાં. હવે અનુભવ ડીફ થયા છે, એટલે તંત્રમાં ઢીલાશ નહિ જ હોય. ન ૩. પહેલાં, ૧૯૩૭માં જ્યારે પ્રાંતિક સ્વરાજ્ય મળ્યુ. ત્યારે, ગાંધીજી બધા મિનિસ્ટરેશને કહેતા કે તમે માત્ર એફિસમાં જ અને તેના તામાં ભરાઈ ન રહે. લોકમાં જા, વિશ્વાસ મેળવા. ગાંધીજીનું આ કથન કેટલું મહત્ત્વનું છે તે અત્યારે તે વધારે સ્પષ્ટ થાય છે. કેન્દ્રના અને પ્રાન્તના મંત્રીએ અને ખીજા રાજપ્રમુખ જેવા મેટા હાર્દેદારો સામાન્ય જનતામાં કેટલે અંશે ભળેહળે છે એમ જો કાઈ પૂછે તે એના ઉત્તર છાપા અને લેકે એ જ આપે કે તે અનેક જાતના ઉદ્ઘાટન સમાર્ભામાં અને ખીજા પ્રસગામાં લોકા સામે આવે છે અને સાધારણ લોકો તેમનાં મેઢાં જોવા પામે છે. આ વસ્તુ સ્વરાજ્યના મૂળમાં જ ધા કરનારી છે. એક તો વાંચવા લખવા અને ફાઈલને ઉથલાવવામાં જ બુદ્ધિશાળી મંત્રીઓની શક્તિ એટલી બધી ખરચાઈ જાય છે કે પછી તેમની હૈયાઉકલત બહુ જ ઘટી જાય છે. જો દરેક ખાતાને મંત્રી પાતાને લાગતાવળગતા પ્રશ્ના પરત્વે પાતાને અધીન પ્રદેશમાં જાતે જઈ લાકાને મળે, તેમના મેઢેથી સીધી વાત સાંભળે અને તેમની સાથે વાતચીત કરે તે લોકો જરૂર એમ સમજવાના કે સરકાર આપણી છે. જ્યારે ગોરા હતા ત્યારે તેઓ કદી મળતા નહિ, મળે તા રુઆબ એટલે ખધે! કે તેમને મળવું એટલે દેશને મળવું એમ લોકેા સમજતા. જો આજે પણ લોકોના દિલમાં આ જ ધારણા ચાલુ રહે તો એથી વધારે ખૂરું જુ હાય ન શકે, માનસશાસ્ત્રની દૃષ્ટિએ જીવનમાં સૌથી વધારે મહત્ત્વ સહાનુભૂતિનુ છે. વૈદ્ય કે પરિચર્યોં કરનાર નસ ને પૂરેપૂરી સહાનુભૂતિવાળાં હોય તો દરદ ન મટવા છતાં, અને ઘણીવાર તે વધ્યાનુ ભાન હાવા છતાં, દરદી એમના પ્રત્યે ઊડી મમતા સેવે છે. તેને એમ થાય છે કે વૈદ્ય અને નસ' સાચાં છે, છેવટે દરનુ મટવું ન મટવું એ તે ભગવાનને આધીન છે. દરદીની આવી લાગણી એ જ સાચા વૈદ્ય અને સાચી નર્સને વિજય છે. જો આ અનુભવ સાથેા હોય તો એ જ ન્યાય પ્રજા અને સરકાર વચ્ચે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] દર્શન અને ચિંતન લાગુ પડે છે. સરકાર માત્ર એમ કહ્યા કરે છે કે પ્રજાને સહગ જોઈએ, તે પૂરે સહગ નથી આપતી, ઇત્યાદિ...પણ એણે વિચારવું જોઈએ કે પ્રજામાં સહગ કરવાની પૂરી લાગણું તે કેમ પ્રગટાવી શકી નથી? જો તે સાચા દિલથી આ વસ્તુ ઉપર વિચાર કરે તે તેને પોતાને જ પિતાની ખામી જણાશે. પ્રજાને ગાંધીજી પ્રત્યે મમતા હતી, પ્રજા તેમને દરેક બાબતમાં સહગ કરતી. એનું હાર્દ તપાસીશું તો જણાશે કે ગાંધીજી તે પ્રજાના અદનામાં અદના માણસને પણ છૂટથી મળવાનો અને તેની કથની સાંભળવાને અવસર આપતા. શું, આજે કેઈ સરકારી હોદ્દેદાર એમ કહી શકશે કે પ્રજની સહાનુભૂતિ મેળવવાને આ કીમિયો તેને લાગે છે ? આજે પણ જે ગણ્યાગાંઠ્યા સેવકે દેશના કેઈ ને કઈ ભાગમાં અને કેઈ ને કઈ પ્રજાના થરમાં પૂર્ણ રીતે ખૂયા છે તેમને અનુભવ પણ એ જ કહે છે કે લેકસંપર્ક એ જ લેકેનો સહયોગ મેળવવાની ચાવી છે. શું રવિશંકર મહારાજ કે શું સંતબાલ કે શું સ્વામી આનંદ-એ બધાને પૂછો તે એક જ વાત કહેશે કે કે તે સાવ ભોળા છે, કહે તે કરવા તૈયાર છે; ફક્ત તેમનાં દિલ જીતવાં જોઈએ, ને તે તે સંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારે આ વસ્તુ ભાગ્યે જ જાણે છે અને તેથી જવાબદાર લેકઆગેવાને પણ તેમના ઉપર આક્ષેપ મૂકતાં પાછા નથી પડતી કે તેમને તો વાલકેશ્વરની અગર નવી દિલ્હીની હવા જ ખાવી છે. પિતાની મુશ્કેલીઓ દૂર નહિ થઈ હોય તોપણ જે પ્રજા એવો અનુભવ કરે કે સરકારી અમલદારે તેમની વાત ધીરજથી સાંભળે છે તે તેને બહુ ફરિયાદ વિના મુશ્કેલી સહન કરવાનું બળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને જે તે લાભ નથી. ૪. સરકારી તંત્રમાં લાંચરુશ્વત અને લાગવગ કેટલા પ્રમાણમાં છે એનું પ્રમાણ આપવાની જરૂર જ નથી. એક એક ખાતામાં એક એક મંત્રી, એને આધીન બીજા કેટલાયે ઉચ્ચ અમલદારે, તેમાં પણ આઈ. સી. એસ. જેવા હોદ્દા ધરાવનારા આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મેટેભાગે દેશપરદેશમાં ફરેલા. તેમને રુઆબ અને દમામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણસ તે એમની બુદ્ધિ, એમનાં ભણતર વિશે સાંભળીને જ આભે થઈ જાય. છતાં આપણે જોઈએ છીએ કે એમાંથી હજી સુધી તે એક પણ માઈનો લાલ એ નથી નીકળ્યો કે જે સરકારી તંત્રના મુખ્ય સડાને દૂર કરવાની કોઈ જડીબુટ્ટી બતાવી શક્યો હોય. આવી સ્થિતિમાં છૂટથી ફરિયાદ કરવા પૂરતું સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ જે લેકે એમ કહ્યા Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છકે વર્ષે [૧૭૧ કરે કે સરકારી તંત્ર ઉપર આવનારા અમલદારે અને નોકરે લાંચની બદીથી મુક્ત નથી અને લાગવગ એ તે તેની ભૂમિકા છે, તે પ્રજાને દેશ દઈ નહિ શકાય. મેટા મેટા વ્યાપારીઓ લેભવશ પ્રજાદ્રોહ કરી સરકારને ઠગે તે એ સમજી શકાય, પણ કેટલાક સરકારી હોદ્દેદારે જ સરકારને ઠગે તે એ મહેલ રેતી ઉપર ઊભા છે એમ કેઈ પણ કહી શકે. જેઓએ સરકારને ધોખો આ હાય—-પછી તે વ્યાપારી હોય કે અમલદાર–તેમને સખત નસિયત કરવામાં જેટલું મોડું થાય છે તેટલું જ લેકેને ઉકળાટ વધે છે; અને બીજી બાજુથી લાંચ આપનાર અને લેનાર એમ સમજતા થઈ જાય છે કે ચાલતું હોય તેમ ચાલશે. કાંઈ આફત આવશે તે જોયું જશે, કેમ કે તેમને નથી હેતે તરત શિક્ષા થવાનો ભય, કે નથી હેતે સખત નસિયત થવાને ભય. કરેડના ગોટાળા કરનાર વ્યાપારીઓ અને અમલદારો સુખે શા માટે સૂવા જોઈએ ? તેમણે છેવટે તે પ્રજાનું જ લેહી ચૂસ્યું છે; અને લોહી ચુસનારને એક પણ માણસને ફાડી ખાનાર જંગલી પ્રાણી જે ગાળીનું નિશાન મનાતું હોય તો આવા ઊજળા દેખાતા વ્યાપારીઓ અને અમલદારે, જે આખી પ્રજાનું સીધી કે આડકતરી રીતે લેહી પીતા હોય, તેઓ તુરતાતુરત સખત, સજાને પાત્ર કેમ ન બનવા જોઈએ? એટલે સરકારી સડો દૂર કરવાની જવાબદારી પણ સરકારી તંત્રની જ છે. એમ કહ્યું નહિ ચાલે કે પ્રજા લાંચ ન આપે તે અમલદારે ન લેભાય. પ્રજા અભણુ છે, અસંસ્કારી છે, શિસ્તબદ્ધ નથી, એમ સમજીને જ તે સરકાર ચાલે છે. એટલે એણે પિતાના તંત્રને વહેલામાં વહેલું સડામુક્ત કરવા તરફ જ લક્ષ આપવું ઘટે છે. છેલ્લાં પાંચ વર્ષોની સડની ફરિયાદે બ્રિટિશ અમલના સડાને ભુલાવી દીધો છે. પ. આજે પ્રજા એમ તે જાણે છે કે રાજ્યકર્તા અમારા જ ભાઈઓ છે ને અમારામાંથી જ તેઓ અમારી સંમતિથી આગળ આવ્યા છે, પણ સાથે સાથે પ્રજા એમ પણ સમજી રહી છે કે હેદેદારે–-ખાસ કરીને મેટા હોદ્દેદારે-જે પગાર લે છે તે સેવા અર્થે નીકળેલને ન શોભે તેવો છે. જે મેંધવારીનું બહાનું આગળ ધરવામાં આવે તે પ્રજા એમ કહે છે કે મેંઘવારી તે સૌને છે. વળી સામાન્ય પ્રજાજન કરતાં અને સાધારણ કટિના સરકારી નોકરી કરતાં ઊંચી કોટિના અમલદારોને પોતાના તંત્ર વિશે અને પિતાના. જીવન વિશે વધારે આત્મશ્રદ્ધા હોવી જોઈએ. તે એ અર્થમાં કે અમે કશે સંગ્રહ નહિ કરીએ તોપણ કદી ભૂખે મરવાના નથી કે અમારાં બાળબચ્ચાં હેરાન થવાનાં નથી. જે તેમનામાં આવી ઊંડી શ્રદ્ધા ન હોય તે સહેજે જ તેમનાં મન પગારના ધેરણ પર ઢીલા રહેવાનો અને જેટલું મળતું હોય તે પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ 172 ] દશન અને ચિંતન ઓછું લાગવાનું. એ તે સુવિદિત છે કે સરકારી તંત્રવાહકમાં કેટલાક એવા અવશ્ય છે કે જેમને પૈસાની લેશ પણ પડી નથી; ઊલટું આપભોગથી કામ કરે છે, પણ એવાઓની સંખ્યા નજીવી છે. અને વહીવટી ખર્ચના આંકડા તેમ જ પગારનાં ધોરણે જોતાં એમ લાગે છે કે આટલે જે હવે પ્રજા ઊંચકી શકે તેમ છે નહિ. છે તેટલા વેરા પણ પ્રજાના મોટા ભાગને શૂળ જેવા લાગે છે, તેમ છતાં નવા નવા વેરાની વાત આગળ ધરાતી જ જાય છે. આ સૂચવે છે કે સરકારી તંત્ર કરસરના તત્વને જાણતું નથી. જે રાજ્ય પિતાની આવક કરતાં વધારે ખર્ચ કરે અને 80-85 ટકા જેટલા -મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બેજાને સમજી ન શકે તે રાજ્ય છે એમ તે ખરા અર્થમાં ન કહી શકાય. જે કંઈ પણ રીતે તંત્રને ખર્ચ નભાવવો હોય તે એના દેખીતા ત્રણ માર્ગો છે : (1) મેટા પગારે ઉપર કાપ મૂકે ને બીજી ઘણી બાબતમાં સરકારે કરકસરનું તત્ત્વ દાખલ કરવું. (2) મેટા મોટા ઉદ્યોગપતિઓની આવકમાંથી વધારે મેળવવું. (3) રાજા કે બીજા હરકેઈની વારસાગત અમુક મિલકતથી વધારે મિલક્ત હોય તે તેમાંથી હિસ્સ મેળવો. ગમે તે રીતે સરકાર ખાધ પૂરી કરે, પણ તેને બજે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ પર તે ન જ પડવો જોઈએ. ગામડાંનું હીર જરા પણ ન ચુસાય, ઊલટું તેનું તેજ પિવાય એ રીતે જ પૈસા મેળવવાની કરામત નાણાંપ્રધાનેએ વિચારવી જોઈએ. જે આમ ન બને તે પ્રજા એમ કદી નહિ માને કે સરકારી તંત્રને આપની સેવા મળ્યા છે. જે પ્રજાનો એ અંસતોષ હશે તે પછી સામ્યવાદ, સમાજવાદ કે બીજા એવા કોઈ વાદને ખાળી નહિ શકાય. એ જુદી વાત છે કે તે વાદ આવીને પ્રજાનું કેટલું લીલું કરશે? પણ એક પકડમાંથી ઊભા થયેલે અસતિષ સ્વાભાવિક રીતે પડખું બદલવા માણસને પ્રેરે છે. તેથી આપણે સ્વરાજ્યને છઠું વર્ષે આશા રાખીએ કે જેઓ લાંબા વખતથી સેવા આપતા આવ્યા છે, જેઓ ગાંધીજીના જીવનમાર્ગને થોડો પણ સમજે છે, અને જેઓ પ્રામાણિક છે તેઓ ગાંધીજીની સ્વરાજ્ય-કલ્પનાને પિતાની ઢબે પણ મૂર્તિમંત કરે. –-પ્રસ્થાન, ઓગસ્ટ ૧૯૫ર.