________________
સ્વરાજ્યને છઠું વર્ષે
[૨૫]
બ્રિટિશ અમલ હતા ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજ્ય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેને અર્થશે એ સમજી લેવું જોઈએ. સામાન્ય પ્રજા, અમદાર વર્ગ, રાજ્ય કરતો કે સત્તા ભોગવત વર્ગ અને મૂડીદાર વર્ગ-એ બધાના અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમ જ ધાર્યું કરે તેવો અવાજ બ્રિટિશ સત્તાને હતો. બ્રિટિશ અમલ જેમ જેમ સ્થપાતે ગમે તેમ તેમ તેનો કડપ અનેક રીતે વધારે ને વધારે એસતે ગયો. બ્રિટિશ સામનીતિથી કામ લેતા, દામથી પણ કામ લેતા, ભેદનીતિ તે તેમના લેહીમાં વણાયેલી રહી છે, પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંડનીતિ એટલી બધી સખત હતી કે જ્યાં કોઈએ સહેજ વધારે પડતું માથું ઊંચક્યું કે એ મૂઓ જ પડ્યો છે. શરૂઆતમાં પોતાની સ્વચ્છેદ સત્તા ઉપર અંકુશ મુકાયા તેથી ઘણું નાના મેટા રાજાઓ, સામતિ કે જમીનદાએ માથું ઊંચકર્યું, પણ તેમને એવી રીતે ભયભેગા કરવામાં આવ્યા કે બીજાઓની સાન આપોઆપ ઠેકાણે આવી. શરૂઆતમાં પોતાના ધર્મવલેમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધારતીથી કેટલાક ધર્મગુરુઓ અને મહેતાએ પણ બ્રિટિશ સત્તા વિરુદ્ધ હિલચાલ કરી, પણ છેવટે શાણા બ્રિટિશરેએ તેમને અભયદાન આપ્યું કે ધર્મકર્મની બાબતમાં રાજ્ય હાથ નહિ નાખે. તેથી બધા જ ધર્મપંથના આગેવાને નિર્ભય બની ગયા, તેમ જ બ્રિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પિષક પણ બની ગયા. વ્યાપારી તેમ જ બીજો મૂડીદારવર્ગ એ માત્ર પોતાની કમાણી ઇચ્છો. તેમને પણ વિદેશી માલના દલાલ થવાનું નવું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિરુદ્ધ કહેવાનું કાંઈ ન રહ્યું. આ રીતે આખા બ્રિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભણેલ અને વગસગ ધરાવનાર આ વર્ગ જાણે હરીને ડામ બેઠે. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેવું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતાં અથવા નામમાત્રનાં હતાં, તે વર્ગને અસંતોષને વાચા આપનાર પ્રથમ તે કઈ હતું નહિ; અને જ્યારે વાચા આપનાર વર્ગ ઊભે થયા અને વધતે ગમે ત્યારે પણ એને અવાજ બહુ ધીર અને અસ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org