SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્યને છઠ્ઠ વર્ષે [k વફાદાર નથી તેની સેવાથે નીકળવાને દાવા કરવા છતાં તેઓ તે દાવાને રહેતા. એટલે ઝડપથી અમલ કરવાની દૃષ્ટિએ તો સરકાર ઉપર જ અધી જવાબદારી આવી પડે છે. અત્યાર લગીના અનુભવ કહે છે કે ઝડપથી કામબજવણીની આવડત સરકારી ત ંત્રમાં નથી. સ્વરાજ્યને છ વર્ષે આ આરેાપમાંથી મુક્ત થઈ સરકારી તંત્રે નવેસર ખાતરી કરી આપવી જોઇએ કે શરૂઆતનાં પાંચ વર્ષ શિખાઉપણાનાં હતાં. હવે અનુભવ ડીફ થયા છે, એટલે તંત્રમાં ઢીલાશ નહિ જ હોય. ન ૩. પહેલાં, ૧૯૩૭માં જ્યારે પ્રાંતિક સ્વરાજ્ય મળ્યુ. ત્યારે, ગાંધીજી બધા મિનિસ્ટરેશને કહેતા કે તમે માત્ર એફિસમાં જ અને તેના તામાં ભરાઈ ન રહે. લોકમાં જા, વિશ્વાસ મેળવા. ગાંધીજીનું આ કથન કેટલું મહત્ત્વનું છે તે અત્યારે તે વધારે સ્પષ્ટ થાય છે. કેન્દ્રના અને પ્રાન્તના મંત્રીએ અને ખીજા રાજપ્રમુખ જેવા મેટા હાર્દેદારો સામાન્ય જનતામાં કેટલે અંશે ભળેહળે છે એમ જો કાઈ પૂછે તે એના ઉત્તર છાપા અને લેકે એ જ આપે કે તે અનેક જાતના ઉદ્ઘાટન સમાર્ભામાં અને ખીજા પ્રસગામાં લોકા સામે આવે છે અને સાધારણ લોકો તેમનાં મેઢાં જોવા પામે છે. આ વસ્તુ સ્વરાજ્યના મૂળમાં જ ધા કરનારી છે. એક તો વાંચવા લખવા અને ફાઈલને ઉથલાવવામાં જ બુદ્ધિશાળી મંત્રીઓની શક્તિ એટલી બધી ખરચાઈ જાય છે કે પછી તેમની હૈયાઉકલત બહુ જ ઘટી જાય છે. જો દરેક ખાતાને મંત્રી પાતાને લાગતાવળગતા પ્રશ્ના પરત્વે પાતાને અધીન પ્રદેશમાં જાતે જઈ લાકાને મળે, તેમના મેઢેથી સીધી વાત સાંભળે અને તેમની સાથે વાતચીત કરે તે લોકો જરૂર એમ સમજવાના કે સરકાર આપણી છે. જ્યારે ગોરા હતા ત્યારે તેઓ કદી મળતા નહિ, મળે તા રુઆબ એટલે ખધે! કે તેમને મળવું એટલે દેશને મળવું એમ લોકેા સમજતા. જો આજે પણ લોકોના દિલમાં આ જ ધારણા ચાલુ રહે તો એથી વધારે ખૂરું જુ હાય ન શકે, માનસશાસ્ત્રની દૃષ્ટિએ જીવનમાં સૌથી વધારે મહત્ત્વ સહાનુભૂતિનુ છે. વૈદ્ય કે પરિચર્યોં કરનાર નસ ને પૂરેપૂરી સહાનુભૂતિવાળાં હોય તો દરદ ન મટવા છતાં, અને ઘણીવાર તે વધ્યાનુ ભાન હાવા છતાં, દરદી એમના પ્રત્યે ઊડી મમતા સેવે છે. તેને એમ થાય છે કે વૈદ્ય અને નસ' સાચાં છે, છેવટે દરનુ મટવું ન મટવું એ તે ભગવાનને આધીન છે. દરદીની આવી લાગણી એ જ સાચા વૈદ્ય અને સાચી નર્સને વિજય છે. જો આ અનુભવ સાથેા હોય તો એ જ ન્યાય પ્રજા અને સરકાર વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249176
Book TitleSwarajyane Chatthe Varshe
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Society
File Size157 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy