Book Title: Swarajyane Chatthe Varshe Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ દર્શન અને ચિંતન હતું. તેથી, એક રીતે જાણે કે, આ દેશ સંતેષી અને સુખી હોય એ ભાસ થતું. અને છતાં, તે વખતે સ્વરાજ્ય નથી એમ સહુ માનતાં. જ્યારે દેશમાં આટલી સારી વ્યવસ્થા હાય, વિશાળ પ્રમાણમાં શાન્તિ દેખાતી હોય ત્યારે પણ લેકે એમ માને કે સ્વરાજ્ય નથી, પણ મેળવવું છે, તો એને અર્થ એમના મનમાં ઊંડે ઊંડે છે હવે જોઈએ એ જાણવું ઘટે છે. વિચાર કરીશું તો જણાશે કે “સ્વરાજ્ય નથી—એને અર્થ સૌના મનમાં એ ન હતો કે વ્યવસ્થા નથી, એ પણ ન હતો કે સામાન્ય રીતની શાન્તિ નથી, પણ એ હતો કે આખી પ્રજાને પિતાનું યથાર્થ દુઃખ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક નથી. જ્યાં લગી રાજ્યકર્તાઓ સમક્ષ પ્રજાના એકેએક વર્ગનું ચિત્ર નિર્ભયપણે રજૂ કરવાની તક ન હોય ત્યાં લગી તંત્રવ્યવસ્થા અને ખાવાપીવાનું સુખ હોય તે પણ લેકેને ગૂંગળામણ થયા સિવાય ન રહે. મનની વેદના મનમાં જ સમાવવી કે અધુરી અને વિકૃત રીતે રજૂ કરવી એ જ સ્વરાજ્યને અભાવ અગર તે પરરાજ્ય. જયારે માથા ઉપર એવા ભય ઝઝૂમતા હોય કે ગરીબ અગર તવંગર ખરેખરી વાત તદન છૂટથી અમલદારે સમક્ષ કહી ન શકે અગર ડરતાં ડરતાં અને તે પણ ક્યારેક જ કહેવાનીઅને તે પણ પરભાષામાં પર દ્વારા કહેવાની–તક મુશ્કેલીથી મેળવી શકે, ત્યારે સૌને સ્વરાજ્ય નથી એ ભાસ થયા વિના ન જ રહે. આ સ્વરાજયના અભાવની કે પરરાજયના પ્રભાવની ઊંડી વેદનાએ જ છેવટે ગાંધીજીની સરદારી નીચે અનેકમુખી વાચા મેળવી ને અનેક રીતે તે સ્વરાજ્યની દિશામાં પ્રયત્ન કરવા લાગી. છેવટે ૧૯૪૭ના ઓગસ્ટ ૧૫મી તારીખે ગાંધીજીના પ્રેમળ જીવન દરમિયાન જ પ્રેમળ માર્ગથી સ્વરાજ્યપ્રાપ્તિને ઉત્સવ પ્રજાએ ઊજવ્યો. અહીંથી સાવ નવ યુગ શરૂ થાય છે. પહેલાં પરરાજ્ય હતું અને હવે સ્વરાજ્ય : એ બે સ્થિતિનું અંતર કોઈ એક જ બાબતમાં નથી સમાતું. અનેક બાબતો એવી છે કે જે દ્વારા પર રાજ્ય અને સ્વરાજ્ય વચ્ચેનું અંતર સરળતાથી સમજી શકાય. પણ એ અંતર સમજવાની સહેલામાં સહેલી ચાવી એક જ છે કે પહેલાં કે પિતાના લિનું દરદ પિતાની જબાનમાં સીધેસીધું અમલદારો સમક્ષ જે નિર્ભતાથી રજૂ કરી ન શકતા તે રજૂ કરવાને સમય તેમને લા. સ્વરાજ્ય મળ્યા પછી અનેક સ્થાપિત વર્ગોના ચાલુ હિત ઉપર સખત તરાપ પડી; જેમકે રાજાઓ, સામંત, જમીનદારે વગેરે. વળી અનેક રૂઢિચુસ્ત માનસ ધરાવનાર ધર્મપથના અગ્રસરેની સ્વછંદ નીતિરીતિ ઉપર પણ તરાપ પડી. એ જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8