Book Title: Swarajyane Chatthe Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ 172 ] દશન અને ચિંતન ઓછું લાગવાનું. એ તે સુવિદિત છે કે સરકારી તંત્રવાહકમાં કેટલાક એવા અવશ્ય છે કે જેમને પૈસાની લેશ પણ પડી નથી; ઊલટું આપભોગથી કામ કરે છે, પણ એવાઓની સંખ્યા નજીવી છે. અને વહીવટી ખર્ચના આંકડા તેમ જ પગારનાં ધોરણે જોતાં એમ લાગે છે કે આટલે જે હવે પ્રજા ઊંચકી શકે તેમ છે નહિ. છે તેટલા વેરા પણ પ્રજાના મોટા ભાગને શૂળ જેવા લાગે છે, તેમ છતાં નવા નવા વેરાની વાત આગળ ધરાતી જ જાય છે. આ સૂચવે છે કે સરકારી તંત્ર કરસરના તત્વને જાણતું નથી. જે રાજ્ય પિતાની આવક કરતાં વધારે ખર્ચ કરે અને 80-85 ટકા જેટલા -મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બેજાને સમજી ન શકે તે રાજ્ય છે એમ તે ખરા અર્થમાં ન કહી શકાય. જે કંઈ પણ રીતે તંત્રને ખર્ચ નભાવવો હોય તે એના દેખીતા ત્રણ માર્ગો છે : (1) મેટા પગારે ઉપર કાપ મૂકે ને બીજી ઘણી બાબતમાં સરકારે કરકસરનું તત્ત્વ દાખલ કરવું. (2) મેટા મોટા ઉદ્યોગપતિઓની આવકમાંથી વધારે મેળવવું. (3) રાજા કે બીજા હરકેઈની વારસાગત અમુક મિલકતથી વધારે મિલક્ત હોય તે તેમાંથી હિસ્સ મેળવો. ગમે તે રીતે સરકાર ખાધ પૂરી કરે, પણ તેને બજે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ પર તે ન જ પડવો જોઈએ. ગામડાંનું હીર જરા પણ ન ચુસાય, ઊલટું તેનું તેજ પિવાય એ રીતે જ પૈસા મેળવવાની કરામત નાણાંપ્રધાનેએ વિચારવી જોઈએ. જે આમ ન બને તે પ્રજા એમ કદી નહિ માને કે સરકારી તંત્રને આપની સેવા મળ્યા છે. જે પ્રજાનો એ અંસતોષ હશે તે પછી સામ્યવાદ, સમાજવાદ કે બીજા એવા કોઈ વાદને ખાળી નહિ શકાય. એ જુદી વાત છે કે તે વાદ આવીને પ્રજાનું કેટલું લીલું કરશે? પણ એક પકડમાંથી ઊભા થયેલે અસતિષ સ્વાભાવિક રીતે પડખું બદલવા માણસને પ્રેરે છે. તેથી આપણે સ્વરાજ્યને છઠું વર્ષે આશા રાખીએ કે જેઓ લાંબા વખતથી સેવા આપતા આવ્યા છે, જેઓ ગાંધીજીના જીવનમાર્ગને થોડો પણ સમજે છે, અને જેઓ પ્રામાણિક છે તેઓ ગાંધીજીની સ્વરાજ્ય-કલ્પનાને પિતાની ઢબે પણ મૂર્તિમંત કરે. –-પ્રસ્થાન, ઓગસ્ટ ૧૯૫ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8