Book Title: Swarajyane Chatthe Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સ્વરાજ્યને છ વર્ષે [૧૨૭ પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગદડે જમાવી બેઠેલા એવા અનેક અમલદારેની અમલશાહી ઉપર પણ તરાપ પડી. આ બધું છતાં લેકે તે એમ જ માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાજુથી લેકેની એવી પણ ફરિયાદ છે કે બ્રિટિશ અમલ દરમ્યાન હતી તેવી તંત્રવ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને બીજી બાજુથી લેકે સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તે માને જ છે. ત્યારે લોકોના મનમાં સ્વરાજ્યને અર્થ જે હે જોઈએ તે સ્પષ્ટ થાય છે અને તે અર્થ એટલે પિતાનાં દુઃખદરદ સરકાર સમક્ષ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક. સ્વરાજ્યને આ અર્થ એ તે એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફિલિત થતા અને તેમાંથી સિદ્ધ કરવાના બીજા અનેક અર્થે, જે પ્રજાની દુઃખદરદની કહાણ પ્રગટ થયા પછી કમેક્રમે ધ્યાન ઉપર આવે છે તે અર્થે, પૈકી એક અર્થ એ છે કે પ્રજાની અગવડો પૂરેપૂરી સમજવાની કોશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ કોશિશ ર્યા પછી ત્વરિત ગતિએ સરકારે એવાં સંગીન પગલાં ભરવાં કે જેથી પ્રજાની ફરિયાદો ઓછી થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રજાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં દિલ જીતવાં અને તેને સહયોગ મેળવો. ચોથે અર્થ એ છે કે સરકારી તંત્રમાં કોઈ પણ જાતને સડો ન હય, લાંચરુશ્વત ને લાગવગનું પ્રમાણ ન જ હોય યા નામમાત્રનું હેય. પાંચ-સૌથી મહત્વને અને છેલ્લે–અર્થ એ છે કે પ્રજાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચેવી અમારે માથે બેસનાર કોઈ નોકરશાહી નથી, પણ પિતાની અનિવાર્ય જરૂરિયાત પૂરત બદલે લઈ અમારી જ સેવા અર્થે નીકબેલ એક સમજુ ને આપભોગી સેવનું બનેલું તંત્ર છે. ૧. સરકાર પ્રજાની અગવડ સમજવાની કોશિશ નથી કરતી એમ કેઈ પણ કહી શકે નહિ. અલબત્ત, સરકારી તંત્ર ચલાવનાર જે સંખ્યાબંધ માણસે છે એ બધા સમાન એગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ કેઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માગણી પ્રજાની રહે જ; સરકાર પણ ઈછે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રજાનાં દુઃખદર જાણવાની કોશિશ કરે છે એ અર્થમાં તે સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ કે શિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અંશે સ્વરાજ્યને એ અર્થ પ્રજાને મન સિદ્ધ થયો નથી. અને એ બાબતમાં શું છાપાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8