Book Title: Swarajya ane Surajya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [ 17 ધ્યાન ખેંચે છે એવાં એકબે લક્ષણોને નિર્દેશ આવશ્યક છે. આચાર્ય વિનેબા ભાવેની ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ એ એક ક્રાન્તિકારી માનસને પૂર રાક પૂરું પાડે છે અને દેશ શરીરમાં એકત્ર થયેલ અને જામી ગયેલ નિરર્થક સંપત્તિના લેહીને ગતિ આપી દેશશરીરની સમધારણ તુલા રાખવાનું કામ કરી રહેલ છે. ગાંધીજીએ પ્રારંભેલ અહિંસાના સર્વતોમુખી યજ્ઞને એ વિસ્તારી અને વિકસાવી રહેલ છે, જેમાં લાખ અને કરોડોની આજીવિકાને પ્રશ્ન ઉકેલવાનો સંભવ છે. ગાંધીજીનું બીજું ચિરસેવિત સ્વપ્ન એ હતું કે બુદ્ધિની એકાંગી કેળવણીના સ્થાનમાં ક્રિયાપ્રધાન સર્વાગી કેળવણું દેશમાં પ્રતિષ્ઠા પામે, અને તે પ્રામાભિમુખ પણ બને. આ સ્વપ્નને મૂર્ત કરવાનો પ્રયત્ન તે કેટલાંયે વર્ષ થયાં ચાલતું હતું, પણ હમણાં એ પ્રયત્ન કાંઈક મેટા પાયા ઉપર શરૂઆત કરી છે અને તે પણ બ્રાહ્મણત્વનો યથાર્થ વારસો ધરાવનાર આજીવન કેળવણું તેમ જ લેકકેળવણુને વરેલ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવાને હાથે. આ વસ્તુ આમ તે સાધારણ લાગે, પણ ચાલુ કેળવણી અને ઉચ્ચ કેળવણીના પડેલા ધોરી રસ્તાઓથી જેઓ સંતુષ્ટ નથી અને જે કાંઈ દેશને જોઈએ તેવું અને ગામડાંને પચે તેવું શિક્ષણ માગી રહ્યા છે તેમને માટે આવશ્યક કાર્યક્ષેત્ર પૂરું પાડે છે. દેશના કેટલાયે ભાગોમાં કોઈ ને કોઈ નાના પાયા ઉપર સુપ્રવૃત્તિઓ ચાલતી દેખાય છે. પણ ઉપરની બે પ્રવૃત્તિઓ એટલા માટે નોંધી છે કે પહેલી અત્યારે ભારતવ્યાપી છે, જ્યારે બીજી ગુજરાત વ્યાપી છતાં છેવટે ભારતવ્યાપી થવાની પૂર્ણ શક્યતા ધરાવે છે. આવી જ પ્રવૃત્તિઓ ક્યારેક સુરાજ્યની ઝાંખી કરાવશે એ ચેસ. –પ્રસ્થાન, ઓગસ્ટ 1953. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5